બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Mukesh Ambani's wealth increased know at which number in the list of billionaires of the world
Last Updated: 06:39 PM, 4 April 2024
ફોર્બ્સે જાહેર કરેલી વિશ્વના અબજોપતિઓની યાદીમાં અંબાણી ટોપ-10 અમીર વ્યક્તિમાં સામેલ થયા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલીક મુકેશ અંબાણી સૌથી અમીર ભારતીય છે. અંબાણી વિશ્વના નવમાં નંબરના અમીર વ્યક્તિ છે. ફોર્બ્સ અનુસાર, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ગત વર્ષે 83.4 બિલિયન ડોલર હતી જે અત્યારે વધીને 116 બિલિયન ડોલરે પહોંચી ગઈ છે.
ADVERTISEMENT
ભારતીય બિલિયોનરની સંખ્યા 200એ પહોંચી ગઈ
આ વર્ષેના ફોર્બ્સના વર્લ્ડ બિલિયોનર લિસ્ટમાં લગભગ 25 ભારતીયોનો ઉમેરો થયો છે. જેથી ભારતીય બિલિયોનરની સંખ્યા 200એ પહોંચી ગઈ છે. ઉલ્લેનીય છે કે, ગતવર્ષે ભારતીય અબજોપતિઓની સંપત્તિ 675 બિલિયન ડોલર હતી, જે આ વર્ષે વધીને 954 બિલિયન ડોલરે પહોંચી ગઈ છે. ટોપ ભારતીય અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી બાદ ગૌતમ અદાણીનું નામ સામેલ છે. જેમાં મુકેશ અંબાણી નવમાં નંબરે અને ગૌતમ અદાણી 17માં ક્રમે છે.
ADVERTISEMENT
વિશ્વના ટોપ 10 ધનિકો
બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના પ્રથમ નંબરના અમીર વ્યક્તિ છે. તેમની પાસે 233 બિલિયન ડોલરની સંપત્તિ છે. બીજા ક્રમે 195 બિલિયન ડોલર સાથે ટેસ્લાના માલિક ઈલોન મસ્કનું નામ આવે છે. ત્રીજા ક્રમે 194 બિલિયન ડોલર સાથે જેફ બેઝોસ છે. 177 બિલીયન ડોલર સાથે માર્ક ઝકરબર્ગ ચોથા નંબરે છે. લેરી એલિસન પાંચમા નંબરે છે. તો છઠ્ઠા નંબરે વોરેન બફેટ છે. પ્રસિદ્ધ ઉદ્યોગપતિ બિલ ગેટ્સ આ લિસ્ટમાં સાત ક્રમે છે. સ્ટીવ બાલ્મર આઠમા ક્રમે છે.
ADVERTISEMENT
વર્ષ 2024ની ફોર્બ્સની અમિરોની લિસ્ટમાં અંબાણી 116 બિલિયન ડોલર સાથે નવમાં ક્રમે છે. મુકેશ અંબાણી બાદ 10માં નંબરે લેરી પેજ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારતના ટોપ ટેન ધનિકોનું લિસ્ટ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.