બ્રેકિંગ ન્યુઝ
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે કેરળની વાયનાડ સીટથી પોતાનું નોમિનેશન ભર્યું. રાહુલ ગાંધીની ચૂંટણી એફિડેવીટ અનુસાર કોંગ્રેસ નેતાની વાર્ષિક કમાણી 1 કરોડ રૂપિયાથી વધારે છે. રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નાણાકીય વિવરણથી જાણકારી મળી કે તે શેર બજારમાં પણ રોકાણ કરે છે.
ADVERTISEMENT

તેમના પોર્ટફોલિયોમાં 24 કંપનીઓના સ્ટોક્સ છે જેની વેલ્યૂ હાલ 4.4 કરોડ રૂપિયા છે. તેના ઉપરાંત કોંગ્રેસ નેતાએ પોસ્ટ ઓફિસ યોજનાઓ, પીપીએફ અને સોવરેન ગોલ્ડ બોન્ડમાં પણ પૈસા લગાવ્યા છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીની ચૂંટણી એફિડેવિટ મુજબ, છેલ્લા ઘણી વર્ષોથી તે વાર્ષિક એક કરોડ રૂપિયાથી વધારે કમાણી કરે છે. 2022-23ના નાણાકીય વર્ષમાં રાહુલ ગાંધીની વાર્ષિક આવક 1,02,78,680 રૂપિયા રહી છે. 21-22માં કોંગ્રેસ નેતાએ 1,31,04,970 કરોડ રૂપિયા કમાયા. 20-21માં 1,29,31,110 કરોડ, 19-20માં 1,21,54,470 કરોડ અને 18-19માં 1,20,37,700 કરોડ કમાયા.
રાહુલ ગાંધી પોર્ટફોલિયો
રાહુલ ગાંધીના પોર્ટફોલિયોમાં 24 કંપનીઓના શેર છે. તેની કિંમત હાલમાં 4.4 કરોડ રૂપિયા છે. પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ અને બજાજ ફાઈનાન્સમાં તેમણે સૌથી વધારે પૈસા લગાવ્યા છે. આ બન્ને કંપનીઓમાં તેમનું રોકાણ 40 લાખ રૂપિયાના પાર છે. કોંગ્રેસ નેતાએ એશિયન પેન્ટ્સ, નેસ્લે ઈન્ડિયા, ટાઈટન, એચયુએલ અને ICICI બેંકના શેરમાં પણ પૈસા લગાવ્યા છે.
ADVERTISEMENT

પોર્ટફોલિયોમાં છે વિવિધતા
રાહુલ ગાંધીએ પોતાના પોર્ટફોલિયોને સારી રીતે ડાઈવર્સિફાઈ કર્યું છે. તેમણે કન્ઝ્યુમર સ્ટેપલ્સ, આઈટી, હેલ્થકેયર, ઈન્ડસ્ટ્રિયલ્સ અને ફાઈનાન્શિયલ્સ સેક્ટર્સમાં પૈસા લગાવ્યા છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ સૌથી વધારે પૈસા બ્લૂ ચિપમાં લગાવ્યા છે અને 11 શેર ઈક્વિટી બેંચમાર્ક Nifty 50ના છે. નિફ્ટીથી 6 સોફ્ટવેયર સ્ટોક્સમાં તેમણે કુલ 42 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે.
મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ છે રોકાણ
રાહુલ ગાંધીએ એચડીએફસી એએમસી ICICI પ્રૂડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ અને PPFAS મ્યુચ્યુઅલ ફંડની સ્કીમોમાં પૈસા લગાવ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં રાહુલ ગાંધીનું કુલ રોકાણ 3.81 કરોડ રૂપિયા છે. સ્ટોક્સના ઉપરાંત રાહુલ ગાંધીએ બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝના 52 નોન-કન્વર્ટેબલ ડિબેંચર્સમાં પૈસા લગાવ્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કર્યો આપઘાત, કાપી નાખી પોતાના હાથની નસો
રાહુલ ગાંધીની પાસે 55 હજાર રૂપિયા કેશ છે. તેના ઉપરાંત બેંક ખાતામાં 26.25 લાખ રૂપિયા છે. ડિબેંચર્સમાં 1.90 લાખ રૂપિયા છે અને સોવરેન ગોલ્ડ બોન્ડ્સમાં 15.21 લાખ રૂપિયા છે. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ્સ, ઈન્શ્યોરન્સ અને પીપીએફમાં પણ તેમણે 61.52 લાખ રૂપિયા રોકાણ કર્યા છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.