બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:05 PM, 4 April 2024
Vivek Dhakad Suicide : લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના માંડલગઢ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વિવેક ધાકડે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક વિગતો વિવેક ધાકડે હાથની નસો કાપીને આપઘાત કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ તરફ હવે પૂર્વ ધારાસભ્યએ શા માટે આત્મહત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
ADVERTISEMENT
પૂર્વ ધારાસભ્ય વિવેક ધાકડના નિધનથી તેમના સમર્થકોમાં ભારે શોક છે. તેમના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. સમાચાર સાંભળીને મંડલગઢના વર્તમાન ધારાસભ્ય ગોપાલ ખંડેલવાલ અને પૂર્વ મંત્રી રામલાલ જાટ શબઘર પહોંચ્યા હતા અને તેમણે મૃતક ધારાસભ્યના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પોલીસ તપાસમાં આત્મહત્યાનું કારણ કૌટુંબિક અણબનાવ હોવાનું બહાર આવ્યું છે.
2017ની પેટાચૂંટણીમાં ધારાસભ્ય બન્યા
વિગતો મુજબ વિવેક ધાકડ કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2017માં માંડલગઢમાં યોજાયેલી પેટાચૂંટણીમાં તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા અને ચૂંટણી જીતી હતી. 2023માં કોંગ્રેસે તેમને ફરીથી ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા પરંતુ આ વખતે તેઓ ચૂંટણી હારી ગયા. વિવેક ધાકડે બુધવારે 3 એપ્રિલ, 2024ના રોજ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ડૉ. સી.પી. જોશીના નોમિનેશનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન દોતાસરા સાથે સ્ટેજ પર પૂર્વ સીએમ અશોક ગેહલોત અને પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ પણ હાજર હતા. આવી સ્થિતિમાં તેમની આત્મહત્યા લોકોમાં ચર્ચાનો વિષય બની છે.
ADVERTISEMENT
વધુ વાંચો: મની લોન્ડરિંગ એક્ટની એ કલમ..., જેના લીધે AAP સાંસદ સંજય સિંહ તિહાડ જેલમાંથી બહાર આવ્યાં
ધારાસભ્ય ગોપાલ ખંડેલવાલે શોક વ્યક્ત કર્યો
માંડલગઢના ધારાસભ્ય ગોપાલ ખંડેલવાલે વિવેક ધાકડના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે, આ ખૂબ જ દુઃખદ સમાચાર છે અને તેના કારણે મારા સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છે. તેમણે કહ્યું કે, અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે પરિવારને આ દુઃખદ સમયમાં આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. આ તરફ હવે પૂર્વ ધારાસભ્યના આપઘાત કેસમાં પારિવારિક વિખવાદનો મામલો પણ સામે આવી રહ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.