બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / Mukesh Ambani becomes worlds 4th richest person

બિઝનેસ / મુકેશ અંબાણી આ દિગ્ગજોને પછાડીને ચોથા સૌથી અમીર બન્યા, યાદીમાં એશિયાના એકમાત્ર

Shalin

Last Updated: 05:18 PM, 8 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુકેશ અંબાણીની સંપત્તિ યુરોપના સૌથી ધનવાન વ્યક્તિ કરતા પણ વધી ગઈ છે. તેઓ આ સાથે જ વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિ હવે 80.6 અબજ ડોલર થઇ ગઈ છે. તેમની સંપત્તિમાં આ વર્ષે અધધ 22 અબજ ડોલરનો વધારો થયો છે. તેમની સંપત્તિનું મૂલ્ય ફ્રાન્સના બર્નાર્ડ અરનોલ્ટ કરતા વધી ગયું છે. નોંધનીય છે કે બર્નાર્ડ ફેશન કંપની લુઇ વિટોનના CEO છે. આ કંપની કોરોનાને કારણે આ વર્ષે ઘણું નુકશાન ભોગવી ચુકી છે.  

Source : https://www.bloomberg.com/billionaires/

ભારતના સૌથી ધનિક વ્યક્તિ તરીકે મુકેશ અંબાણી વિશ્વના ભલભલા ધનિકોથી આગળ નીકળી ગયા છે. આ માલેતુજારોમાં ટેસ્લાના સ્થાપક ઈલોન મસ્ક, ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટના સર્ગે બ્રિન અને લેરી પેજ અને બિઝનેસ ટાયકૂન વોરન બફેટનો સમાવેશ થાય છે. 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એનર્જી સેક્ટરમાં કોવિડ 19ના કારણે માંગમાં ઘટાડો નોંધાતા મોટો ફટકો પડ્યો હતો આમ છતાં રિલાયન્સ જીઓમાં ફેસબુક અને ગૂગલ સહિતની કંપનીઓના ઇન્વેસ્ટમેન્ટના પગલે તેના શેરનો ભાવ ઉછળ્યો હતો. 

અંબાણી તેમનું ધ્યાન હવે ઈ કોમર્સ ક્ષેત્રમાં કેન્દ્રિત કરી રહ્યા છે. ગૂગલે ગયા મહિને જાહેરાત કરી હતી કે તેઓ આવનારા વર્ષોમાં ભારતમાં 10 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત લુઇ વિટોનના શેરના ભાવમાં ઘટાડો થતા બર્નાર્ડ વિશ્વમાં સૌથી વધુ સંપત્તિ ગુમાવનારની યાદીમાં ટોચ ઉપર આવી ગયા છે. આ વર્ષે તેમણે તેમની 25 અબજ ડોલર જેટલી સંપત્તિ ગુમાવી છે.

બર્નાર્ડ અર્નોલ્ટ

 

સંકળાયેલા મુદ્દાઓ

Billionaires Mukesh Ambani ધનિક મુકેશ અંબાણી business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ