બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Much respect to US for PM Modi, President Biden will stay in this guest house with 35 bathrooms

વિદેશપ્રવાસ / PM મોદી માટે USને ખૂબ માન, પ્રેસિડન્ટ બાયડન 35 બાથરૂમવાળા આ ગેસ્ટ હાઉસમાં આપશે ઉતારો, અદ્દભુત ઈતિહાસ

Priyakant

Last Updated: 03:23 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In America News: PM મોદી બીજા એવા ભારતીય વડાપ્રધાન છે જેમને વ્હાઇટ હાઉસથી રાજકીય યાત્રાનું આમંત્રણ મળ્યું, વ્હાઇટ હાઉસથી માત્ર 3 મિનિટ દૂર છે આ ગેસ્ટ હાઉસ

  • ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જશે અમેરિકાના પ્રવાસે  
  • PM મોદીના સ્વાગતને લઈ  રાષ્ટ્રપતિ જો બિડેન અને પ્રશાસન તૈયાર 
  • PM મોદી વ્હાઇટ હાઉસના બ્લેયર હાઉસમાં રોકાશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે જવાના છે. આ દરમિયાન હવે PM મોદીના સ્વાગતને લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને પ્રશાસન તૈયાર છે. PM મોદી બીજા એવા ભારતીય વડાપ્રધાન છે જેમને વ્હાઇટ હાઉસથી રાજકીય યાત્રાનું આમંત્રણ મળ્યું છે. આ દરમિયાન PM મોદી વ્હાઇટ હાઉસના બ્લેયર હાઉસમાં રોકાશે. 

વ્હાઇટ હાઉસથી માત્ર 3 મિનિટ દૂર છે બ્લેયર હાઉસ
બ્લેયર હાઉસ એ કોઈ પણ અમેરિકી રાષ્ટ્રપતિના અધિકારવાળું ગેસ્ટ હાઉસ છે જ્યાં તેમના વિદેશી મહેમાનોનું રોકાણ હોય છે. આ ગેસ્ટ હાઉસ એ વ્હાઇટ હાઉસથી માત્ર ત્રણ મિનિટના અંતરે છે. 

undefined
Photo: Wikipedia

ઐતિહાસિક છે આ બ્લેયર હાઉસ
બ્લેયર હાઉસ 190 વર્ષોથી અમેરિકાની રાજનીતિ, કૂટનીતિ અને સાંસ્કૃતિક ઇતિહાસનું સાક્ષી છે. આ જગ્યા પર પૂર્વ રાષ્ટ્રપતિ એન્ડ્ર્યુ જૈકશને પોતાના કિચન કેબિનેટ પર ચર્ચા કરી તો અહી જ અબ્રાહમ લિંકને પોતાની જિંદગીની કેટલી અંગત વાતો શેર કરી હતી.  

યુધ્ધની રણનીતિઓ પર ચર્ચા 
બીજુ વિશ્વ યુદ્ધ પૂર્ણ થયા બાદ બ્લેયર હાઉસમાં જ અમેરિકાના 33માં રાષ્ટ્રપતિ રહેલા હૈરી એસ ટ્રૂમૈને કેટલીક અહમ રણનીતિઓ પર ચર્ચા કરી હતી.  સન 1821 સુધી બ્લેયર હાઉસ એક પ્રાઇવેટ ઘર હતું. પરંતુ સન 1942માં તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રેન્કલીનની આગેવાની હેઠળ સરકારે તે ખરીદી લીધું હતું. અને ત્યારથી જ આ જગ્યા અમેરિકા સરકારની વિદેશ નીતિનો અહમ હિસ્સો બની ગઈ છે. 

undefined
Photo: Wikipedia

જાણો કઈ રીતે નામ પડ્યું બ્લેયર હાઉસ? 
સન 1824માં બ્લેયર હાઉસનું નિર્માણ અમેરિકા સેનાના આઠમાં સર્જન જનરલ જોસેફ લોવેલના ઘર તરીકે તૈયાર થયું હતું. સન 1836માં તેને અમેરિકાનાઅ સાતમાં રાષ્ટ્રપતિ એન્ડ્ર્યુ જૈકશનના સલાહકાર અને તેમના નજીકના ફ્રેન્સિસ બ્લેયરએ ખરીદી લીધું હતું. ત્યારથી જ તેને બ્લેયર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. 

જાણો કેવું છે બ્લેયર હાઉસ ? 
બ્લેયર હાઉસ વ્હાઇટ હાઉસથી કઈ પણ ઓછું નથી. અહીં કેટલાય કોન્ફરન્સ રૂમ અને સિટિંગ રૂમ છે. આ સિવાય નવ સ્ટાફ બેડરૂમ, 4 ડાઈનિંગ રૂમ, 14 ગેસ્ટ બેડરૂમ, 35 બાથરૂમ, રસોડુ, લૉન્ડ્રી, કસરત કરવા માટે એક રૂમ અને એક હેર સલૂન પણ છે. જ્યારે કોઈ વિદેશી મહેમાન અહીં રોકાય છે ત્યારે તે દેશનો ધ્વજ અહીં ફરકાવવામાં આવે છે. મતલબ કે મહેમાનના રોકાણ સુધી, બ્લેર હાઉસ તે મહેમાનનું ઘર બની ગયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ