બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
એમ.એસ ધોનીના નિવૃત્તિના સમાચારો પર મુખ્ય સિલેક્ટર એમ.એસ.કે પ્રસાદે કહ્યું કે, ધોનીના રિટાયરમેન્ટને લઇને કોઇ અપડેટ નથી. તેમની નિવૃત્તિ સાથે જાડાયેલ વાતો ખોટી છે.
MSK Prasad, Chief Selector: No update on MS Dhoni's retirement, the news is incorrect. pic.twitter.com/uLbzVdfmuf
— ANI (@ANI) September 12, 2019
ADVERTISEMENT
ત્યારે, ધોનીની પત્ની સાક્ષીએ પણ આ અટકળોને ફગાવી છે. જેમાં તેમણે કહ્યું કે, આ વાત અફવા છે.
ADVERTISEMENT
Its called rumours !
— Sakshi Singh 🇮🇳❤️ (@SaakshiSRawat) September 12, 2019
ADVERTISEMENT
વિરાટ કોહલીએ ટ્વીટ દ્વારા એક ફોટો કર્યો શેર
વિરાટ કોહલીએ ટ્વીટ કરતા એક ફોટો શેર કર્યો છે. જે ધોની સાથે 2016ના ટી-20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચનો છે. કોહલીએ આ સાથે જ એવું પણ લખ્યું છે કે, આ મેચ હું ક્યારેય નહીં ભૂલી શકું, ધોનીએ મને ફિટનેસ ટેસ્ટ ચાલતી હોય તેમ દોડાવ્યો હતો.
ADVERTISEMENT
A game I can never forget. Special night. This man, made me run like in a fitness test 😄 @msdhoni 🇮🇳 pic.twitter.com/pzkr5zn4pG
— Virat Kohli (@imVkohli) September 12, 2019
ADVERTISEMENT
સંન્યાસ પર નિર્ણય કરવો સમગ્ર રીતે મહેન્દ્રસિંહ ધોનીનો વિશેષાધિકાર : વિશ્વનાથ આનંદ
આ પહેલા જ્યારે ધોનીના રિટાયરમેન્ટને લઇને ચર્ચાઓ તેજ થઇ હતી ત્યારે મહાન ચેસના ખેલાડી વિશ્વનાથ આનંદે પણ કહ્યું કે સંન્યાસ પર નિર્ણય કરવો સમગ્ર રીતે મહેન્દ્રસિંહ ધોનીનો વિશેષાધિકાર છે. તેમણે કહ્યું કે, પોતાના કરિયરમાં બધુ મેળવ્યા બાદ આ પૂર્વ કેપ્ટન સંતુષ્ટ થઇને જશે.
આ વર્ષે આઇસીસી વિશ્વકપના સેમીફાઇનલમાં ભારતની હાર બાદ આ અનુભવી વિકેટકીપર બેટ્સમેનની નિવૃત્તિને લઇને અટકળો લગાવવામાં આવી રહી હતી પરંતુ ધોનીએ કોઇ પ્રતિક્રિયા નથી આપી અને ભારતીય સેનામાં પોતાના રેજીમેન્ટની સાથે કામ કરવા માટે બ્રેક લીધો હતો.
ધોનીને સાઉથ આફ્રિકા વિરૂદ્ધ 15 સપ્ટેમ્બરથી રમાનાર ટી20 સીરિઝ માટે ભારતીય ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યા.
સાઉથ આફ્રિકા વિરુદ્ઘ ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત
સાઉથ આફ્રિકા વિરુદ્ઘ 2 ઓક્ટોબરના શરૂ થયેલી 3 મેચની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. રાહુલને ખરાબ ફોર્મને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. જ્યારે શુભમન ગિલને ટીમમાં સ્થાન મળ્યું છે.
ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે (વાઇસકેપ્ટન), હુનમા વિહારી, રિષભ પંત (વિકેટકીપર), રિદ્ઘિમાન સાહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, શુભમન ગિલ
Indian Cricket Team for Paytm Freedom Series for Gandhi-Mandela Trophy announced #INDvSA
— BCCI (@BCCI) September 12, 2019
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Fifa World Cup 2026 / ટ્રૉફી તો બધાએ જોઇ છે..., પરંતુ આ વર્ષે ચેમ્પિયન્સને FIFA આપશે ગોલ્ડ 'Ring'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.