બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / સ્પોર્ટસ / Cricket / MS Dhoni Net Worth more than thousand crore from multiple businesses
મહેન્દ્ર સિંહ ધોની દેશના સૌથી ધનિક ખેલાડીઓમાં સામેલ છે. હવે તેની નેટવર્થ 1040 કરોડને પાર કરી ગઈ છે. પરંતુ, જો તમે વિચારી રહ્યા હોવ કે તેણે આટલા પૈસા સ્પોર્ટ્સથી કમાયા છે, તો એવું બિલકુલ નથી. ધોની માત્ર સ્પોર્ટ્સથી જ નહીં પરંતુ અન્ય ઘણા પ્રકારના બિઝનેસથી પણ કમાણી કરે છે. ધોનીના ખેતીના વ્યવસાય વિશે તો દરેક જાણે છે, પરંતુ અન્ય ઘણા વ્યવસાયો છે જેના વિશે ભાગ્યે જ લોકો જાણતા હશે. તો આજે અમે તમને જણાવીશું કે ધોની કયા-કયા બિઝનેસ કરે છે જેનાથી કરોડો રૂપિયાની કમાણી થાય છે.
ADVERTISEMENT
If I keep going to the farm there won’t be any strawberry left for the market https://t.co/2AFuwOrmCA
— Mahendra Singh Dhoni (@msdhoni) January 8, 2021
ADVERTISEMENT
લગભગ બધા જાણે છે કે ધોનીએ ખેતીનો વ્યવસાય શરૂ કર્યો છે. આ સિવાય તે Seven નામની કપડાંની બ્રાન્ડ ચલાવે છે. એક સ્પોર્ટ્સ કંપની પણ છે, આ સિવાય કરોડોની એડ્સની ડીલ પણ તેની પાસે છે. ધોનીની કમાણી આટલેથી અટકતી નથી, તે બીજા ઘણા બિઝનેસ ચલાવે છે, જેનાથી તેને દર વર્ષે કરોડો રૂપિયા મળે છે.
ADVERTISEMENT
મહેન્દ્ર સિંહ ધોની પોતાની હોટલ પણ ચલાવે છે. ભલે આ કોઈ 5 સ્ટાર હોટલ નથી, પરંતુ લોકો અહીં રોકાવા માટે ઉત્સાહિત હોય છે. આ હોટલ રાંચીમાં આવેલી છે, જે ધોનીનું હોમટાઉન પણ છે. તેનું નામ હોટેલ માહી રેસીડેન્સી છે, જે તમામ ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. એટલે કે Airbnb, Oyo અને Make My Trip પરથી આ હોટેલમાં બુકિંગ કરાવી શકાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ધોનીએ માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા સાથે મળીને બેંગલુરુમાં એમએસ ધોની ગ્લોબલ સ્કૂલ ખોલી છે. આ અંગ્રેજી માધ્યમની શાળામાં સીબીએસઈ અભ્યાસક્રમ મુજબ અભ્યાસ કરાવવામાં આવે છે. અહીં નિષ્ણાતોની સલાહ અને માર્ગદર્શનના આધારે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓને સ્પર્ધામાં પાસ થવામાં સરળતા રહે છે.
વધુ વાંચો: VIDEO: 'એક જ દિલ કેટલી વાર જીતશે કોહલી', હાર્દિકની હુટિંગ જોઈ ન શક્યો વિરાટ, કર્યું આવું
મહેન્દ્ર સિંહ ધોનીએ ઘણી જગ્યાએ રોકાણ પણ કર્યું છે. તેમણે 7Ink Brewsમાં રોકાણ કર્યું છે, જે એક બેવરેજ બ્રાન્ડ છે. આ સિવાય તેણે એક ચોકલેટ કંપનીમાં પણ પૈસા રોક્યા છે, જે કોપ્ટર 7 નામથી માર્કેટમાં ચોકલેટ વેચે છે. આ ચોકલેટ બ્રાન્ડનું નામ ધોનીના પ્રખ્યાત હેલિકોપ્ટર શોટના નામ પરથી રાખવામાં આવ્યું છે. ધોની આ તમામ બિઝનેસમાંથી ઘણી કમાણી કરે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.