બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni got angry at the umpire in the middle of the match, Watch the video

IPL 2023 / ચાલુ મેચમાં અમ્પાયર્સ પર ગુસ્સે ભરાયો MS ધોની, જાણો કઈ વાત પર થઈ લાંબી માથાકૂટ

Megha

Last Updated: 10:53 AM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેચ દરમિયાન જ ધોનીનો મૂડ બહુ સારો ન હતો. જ્યારે CSK બોલિંગ કરી રહી હતી ત્યારે તે બોલરોને સતત ઠપકો આપી રહ્યો હતો એવામાં ધોનીએ ફિલ્ડ અમ્પાયર સાથે દલીલ પણ કરી

  • ચાલુ મેચે અમ્પાયરો સાથે દલીલ કરતો દેખાયો ધોની 
  • લાંબી ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
  • મેચ દરમિયાન જ ધોનીનો મૂડ બહુ સારો ન હતો

ધોનીને આમ તો બધા કેપ્ટન કૂલ કહે છે પણ ક્યારેક તેઓ પોતાના ગુસ્સા પર કાબૂ ગુમાવતા પણ જોવા મળ્યા છે. જણાવી દઈએ કે IPL માં તેના ગુસ્સે થવાની ઘણી ઘટનાઓ સામે આવી છે . અને આવું જ કંઈક 20 મેના રોજ દિલ્હીમાં થયું હતું, જ્યાં તે અમ્પાયરો સાથે દલીલ કરતો દેખાયો હતો. સવાલ એ છે કે શું થયું કે ધોનીની અમ્પાયરો સાથે ઝઘડો થયો. તેમની વચ્ચે લાંબી ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

જણાવી દઈએ કે મેચ દરમિયાન જ ધોનીનો મૂડ બહુ સારો ન હતો. ખાસ કરીને જ્યારે CSK બોલિંગ કરી રહી હતી. તે પોતાના બોલરોને સતત ઠપકો આપી રહ્યો હતો અને આ દરમિયાન, એવું દ્રશ્ય સર્જાયું હતું કે ધોનીએ ફિલ્ડ અમ્પાયર ક્રિસ ગેફની સાથે દલીલ કરી હતી.

એમએસ ધોનીને શું ગુસ્સો આવ્યો?
વાસ્તવમાં, ધોનીના અમ્પાયરો સાથે આ ઘટના ત્યારે બની જ્યારે દિલ્હીની ઇનિંગ્સની 14 ઓવર પૂરી થઈ ગઈ હતી અને તેણે સ્ટ્રેટજીક સમય સમાપ્ત કર્યો હતો. દરમિયાન ધોનીએ અમ્પાયરને બોલ બદલવાની માંગ કરી કારણ કે તેનો આકાર બગડી ગયો હતો. અમ્પાયરોએ CSK કેપ્ટનની વાત માની અને બોલ બદલ્યો પણ ધોની તેને આપવામાં આવેલ બીજા બોલથી ખુશ નહોતો.

ધોની અને અમ્પાયર બોલને લઈને દલીલ કરે છે
આ મામલે ધોની અને અમ્પાયર ક્રિસ ગેફની વચ્ચે દલીલો શરૂ થઈ હતી. વીડિયો જોઈને ખબર પડી કે ધોની બોલ પર જ ગુસ્સે છે. કારણ કે, તે અમ્પાયરને સતત બે બોલ બતાવી રહ્યો હતો. અમ્પાયરો દ્વારા આપવામાં આવેલો બીજો બોલ નવો દેખાઈ રહ્યો હતો. જ્યારે ધોનીને થોડો જૂનો બોલ જોઈતો હતો. ઓછામાં ઓછો એટલો જૂનો જેટલો તેણે અમ્પાયરોને આપ્યો હતો. 

આ પહેલીવાર નથી જ્યારે ધોની અને અમ્પાયરો વચ્ચે ઝઘડો થયો હોય. આ પહેલા IPL 2019માં રાજસ્થાન રોયલ્સ સામેની મેચ દરમિયાન ધોની અમ્પાયરો સાથે ઝઘડો થયો હતો. અહીં તે ધોનીના બોલને લઈને મક્કમ હતો અને ત્યાં તે નો બોલ ન આપવાના નિર્ણય પર દલીલ કરતો જોવા મળ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ