ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / mpassport-seva-mobile-app-here-how-to-apply-online-passport

NULL / આ STEPSને ફૉલો કરીને ઘરે બેઠાં-બેઠાં બનાવો PASSPORT થશે હોમ ડિલીવરી

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

નોકરી માટે વિદેશ જવાનું હોય કે પછી ફરવા માટે વિદેશ જવા માટે પાસપોર્ટની જરૂર પડે છે. પાસપોર્ટ બનાવવા માટે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે કેમકે તેની પ્રોસેસ ખૂબ જ લાંબી હોય છે પરંતુ હવે એવું કંઇ નહીં થાય. હવે તમે ઘરે બેઠાં-બેઠાં પાસપોર્ટ માટે એપ્લાઇ કરી શકો છો. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ માટે મોટો નિર્ણય લીધો છે.

સુષ્મા સ્વરાજે કહ્યુ કે હવે એમ.પાસપોર્ટ સેવા એપના માધ્યમથી લોકો દેશના કોઇપણ ખૂણામાંથી સરળતાથી પાસપોર્ટ માટે અરજી કરી શકે છે. પોલિસ વેરિફિકેશન એપ પર આપવામાં આવેલા એડ્રેસ પર જ કરવામાં આવશે અને પાસપોર્ટની પણ ત્યાં જ ડિલીવરી કરવામાં આવશે. હવે આ એપને વર્ષ 2013માં લોન્ચ કરવામાં આવી હતી. અત્યાર સુધી આ એપને પ્લે સ્ટોર પર લગભગ 10 લાખ લોકોએ ડાઉનલોડ કરી લીધી છે. 

પાસપોર્ટની અરજી કરવા માટે એમ.પાસપોર્ટ એપ તમે વિન્ડોઝ iOS અને એન્ડ્રોઇડ જેવા તમામ પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકો છો. જોકે પ્લે સ્ટોર પર ઘણા ફર્જી એપ છે આ માટે Consular Passport and Visa દ્વારા જારી કરવામાં આવેલા એપને જ ડાઉનલોડ કરો. 

આ એપની મદદથી તમે ઓનલાઇન પાસપોર્ટ માટે અરજી કરી શકો છે. તમને જણાવી દઇએ કે પાસપોર્ટની વેબસાઇટની જેમ એમ.પાસપોર્ટ સેવા એપ પર પણ પાસપોર્ટ માટે અરજી કરી શકાશે.

પાસપોર્ટ માટે એપ્લિકેશન કરવાની રીત:

- ન્યૂ યૂઝર રજિસ્ટ્રશેન પર ટેપ કરો.

- પાસપોર્ટ ઑફિસનું સિલેક્ટ કરો. ધ્યાન રહે કે આ જગ્યાની ઑફિસ પસંદ કરો જે તમારા વેરિફાઇડ ડૉક્યૂમેન્ટ્સ પર હોય.

- તમારું નામ ઇમેલ એડ્રેસ જન્મતિથિ અને અન્ય જાણકારીઓ ભરો.

- તમારું યૂઝર નેમ ક્રિએટ કરવું પડશે અને તેના માટે એક પાસવર્ડ નાખવો પડશે. ધ્યાન રહે કે એપની ખોલવા માટે આ જ પાસવર્ડ અને યૂઝરનેમની જરૂર પડશે.

- પાસવર્ડ ભૂલવાની સ્થિતિમાં સિક્યોરિટીના સવાલ અને જવાબ નાખો. 

- કેપ્ચા કોડ નાખીને સબમિટ કરો.

- એપથી બહાર આવી અને મેલ બોક્સમાં જાઓ જ્યાં તમને વેરિફિકેશન લિંક સેન્ડ કરવામાં આવી હશે. હવે લિંક પર ક્લિક કરતા તમે પાસપોર્ટ પેજ પર પહોંચી જશો જ્યાં તમે તમારું યૂઝરનેમ અને પાસવર્ડ નાખવાનો રહેશે.

- વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી કર્યા પછી એમ પાસપોર્ટ સેવા એપ ખોલો અને એક્સિસ્ટિંગ યૂઝરના વિકલ્પ જાઓ.

- તમારું લોગઇન યૂઝરનેમ અને પાસવર્ડ નાખો અને કેપ્ચા નાખો.

- નવો પાસપોર્ટ એપ્લાઇ કરવા માટે ક્લિક કરો અને તમારી સ્કીન પર આવી રહેલા તમામ ઇન્સ્ટ્રક્શનનો ફૉલો કરો.

આ પ્રક્રિયામાં તમારે તમારું પૂરું નામ ભરવાનું રહેશે જે આધાર વોટર ID કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પર હોય. પ્રક્રિયા પૂરી કર્યા ફછી તમે ડિટેલ્સ સબમિટ કરો અને તમને તમારું એપ્લિકેશન ટ્રેક કરવા માટે એક કોડ મળશે. જેની મદદથી તમે એપ્લિકેશન સ્ટેટ્સને ટ્રેક કરી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ