બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / mount everest 360 degree camera view from its top interestingfacts

ખગૌળીય ઘટના / VIDEO : માઉન્ટ એવરેસ્ટની ટોચ પરથી ભમરડાંની જેમ ફરતી દેખાઈ પૃથ્વી, જોતા જ રહી જશો મનમોહક નજારો

Hiralal

Last Updated: 10:41 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાના સૌથી ઊંચા પહાડ માઉન્ટ એવરેસ્ટની ટોચ પરથી શુટ કરાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

  • માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પર્વતારોહીઓએ બનાવ્યો વીડિયો
  • 360 ડિગ્રી એન્ગલથી વીડિયો કર્યો શુટિંગ
  • માઉન્ટ એવરેસ્ટ પરથી ફરતી પૃથ્વી પણ દેખાઈ

માઉન્ટ એવરેસ્ટ પૃથ્વી પરનો ચોથો ઊંચા પહાડ છે. માઉન્ટ એવરેસ્ટ ચીન અને નેપાળ વચ્ચે આવેલો છે. અત્યાર સુધીમાં 4000થી વધુ લોકોએ 9000થી વધુ વખત માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે. ભયાનક શિયાળા અને ઓછા ઓક્સિજનને કારણે માઉન્ટ એવરેસ્ટ વિશ્વના સૌથી ખતરનાક પર્વતોમાંનો એક છે.

માઉન્ટ એવરેસ્ટની ટોચ પરથી 360 ડિગ્રી એન્ગલમાં શુટ કરાયો વીડિયો
કેટલાક પર્વતારોહીઓએ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડીને 360 ડિગ્રી એન્ગલમાં વીડિયો શુટ કર્યો હતો જે ટ્વિટર પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં પૃથ્વી ફરી રહેલી પણ દેખાય છે. 

માઉન્ટ એવરેસ્ટને નોએલ ઓડેલે 1924માં શોધ્યો હતો 
માઉન્ટ એવરેસ્ટ પરનો પ્રથમ દરિયાઇ અશ્મિભૂત નોએલ ઓડેલે 1924માં શોધી કાઢયો હતો. જેનાથી ખબર પડી કે આ મહાકાય પર્વત લગભગ 60 મિલિયન વર્ષ જૂનો છે. તેની ટોચ પર મળી આવેલા ચૂનાના પત્થર અને રેતીના પત્થર લગભગ 45 મિલિયન વર્ષ પહેલાં સમુદ્રની નીચે હતા. માઉન્ટ એવરેસ્ટ દર સદીમાં 40 સેન્ટીમીટર વધે છે. હિમાલયની રચના યુરેશિયન પ્લેટ પર ભારતીય પ્લેટના આઘાતને કારણે થઈ હતી. તે દર વર્ષે 4 મિલિમીટર અને સદીમાં કુલ 40 સેન્ટીમીટર વધે છે. માઉન્ટ એવરેસ્ટ પૃથ્વીના કેન્દ્રથી બહુ દૂર નથી. જો પૃથ્વીના મધ્યભાગથી એક સૌથી ઊંચો પર્વત હોય તો તે દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરનો માઉન્ટ ચિમ્બોરાઝો છે. તેની ઊંચાઈ 6310 મીટર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ