બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / MoU for investment of Rs 1 lakh 54 thousand crore for semiconductor and display manufacturing in Gujarat

MoU / અમેરિકા, તાઇવાનની જેમ ગુજરાતમાં પણ આ વસ્તુનું થશે પ્રોડક્શન, 1 લાખ યુવાનોને મળશે રોજગારી, થશે સૌથી મોટું રોકાણ

Vishnu

Last Updated: 05:10 PM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે નિર્માણ માટે રૂપિયા ૧ લાખ ૫૪ હજાર કરોડના મૂડીરોકાણ માટેના એમ.ઓ.યુ.CM અને કેન્દ્રિય મંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન

  • આત્મનિર્ભર બનાવવા કરેલો સંકલ્પ સાકાર કરવાની દિશામાં ગુજરાતની મહત્વપૂર્ણ પહેલ
  • સેમીકન્ડક્ટર નિર્માણ ક્ષેત્રે દેશના કોઇ રાજ્યમાં કરવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ ગુજરાતમાં થશે 
  • વેદાંતા-ફોક્સકોન ગ્રુપ ના આ MoU ના પરિણામે રાજ્યમાં ૧ લાખ જેટલા યુવાઓને રોજગારી અવસર મળશે

આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરતાં ગુજરાતમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે નિર્માણ માટે રૂપિયા ૧ લાખ ૫૪ હજાર કરોડના મૂડીરોકાણ માટેના એમ.ઓ.યુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય સાયન્સ ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. ભારતના કોઈ એક રાજ્યમાં કરવામાં આવેલું અત્યાર સુધીનું આ સૌથી મોટું મૂડીરોકાણ આ એમ.ઓ.યુ. અંતર્ગત ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ દ્વારા ગુજરાતમાં કરવામાં આવશે. ગુજરાત સરકારે તાજેતરમાં ઘડેલી સેમીકન્ડક્ટર પોલિસીને પરિણામે સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે નિર્માણ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ ગુજરાત તરફ આકર્ષાઈ છે. આ એમ.ઓ.યુ.થી આગામી દિવસોમાં રાજ્યના ૧ લાખ જેટલા યુવાઓને રોજગારી મળવાની દિશા ખૂલી છે.

ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ: CM ભૂપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું છે, તેને વધુ ગતિ આપતી ડેડિકેટેડ સેમીકન્ડક્ટર પોલિસી સાથે 'સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન' પણ  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાર્યરત કરાયું છે. આ મિશન પણ પ્રોજેક્ટની સફળતા માટે સહાયતા પૂરી પાડશે.  ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ છે તથા દેશ-વિદેશના રોકાણકારો માટે પસંદગીનું શ્રેષ્ઠ સ્થળ બન્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટને રાજ્ય સરકારના સહયોગની ખાતરી આપી હતી.

૩૦૦ બિલિયન ડોલર સુધી ઇકોનોમી લઈ જવાનો લક્ષ્ય
કેન્દ્રીય IT મંત્રી  અશ્વિની વૈષ્ણવે ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલને તેમની સરકારના સફળતાના એક વર્ષ નિમિત્તે અભિનંદન આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ૭ વર્ષ પહેલા ડિજિટલ ઇન્ડિયા અભિયાન લોન્ચ કરીને ટેકનોલોજી ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાનો નવો રાહ ચીંધ્યો હતો. ભારતમાં સ્ટાર્ટઅપ, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા થકી ભારત આજે વિશ્વમાં બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ બન્યો છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં તૈયાર થયેલી ટેકનોલોજી ક્ષેત્રે ઇકો સિસ્ટમના પરિણામે દેશમાં અંદાજે ૨૫ લાખ રોજગારી ઊભી થઈ છે. આગામી સમયમાં ઈલેક્ટ્રોનિક ઉત્પાદનમાં ૧ કરોડ રોજગારી ઉપલબ્ધ કરાવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. આ ક્ષેત્રે ભારતમાં હાલની ૮૦ બિલિયન ડોલરની ઇકોનોમી ૩૦૦ બિલિયન ડોલર સુધી લઈ જવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંકલ્પ કરાયો છે. તેમાં આજે ગુજરાતમાં સેમિ કન્ડકટર ચિપ્સ ઉત્પાદન ક્ષેત્રે થયેલાં MOUs ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આગામી સમયમાં વધુ ૧૦ કંપનીઓ રોકાણ માટે આવશે: અશ્વિની વૈષ્ણવ
વૈષ્ણવે કહ્યું હતું કે કોઈપણ ઈલેક્ટ્રીક સાધન જેવી કે મોબાઈલ, ટીવી, લેપટોપ, કાર વગેરેમાં ‘સેમિ કન્ડક્ટર’ મગજની ભૂમિકા ભજવે છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ડિસેમ્બર-૨૦૨૧માં સેમિ કન્ડકટર નીતિને મંજૂરી અપાઈ છે. આ નીતિનું જાન્યુઆરી-૨૦૨૨માં ખૂબ જ ટૂંકા સમયમાં અમલીકરણ કરીને ભારતે વિશ્વમાં નવી મિશાલ રજૂ કરી છે. ગુજરાત સરકાર અને વેદાંતા-ફોક્સકોન ગ્રુપ વચ્ચે સેમિ કન્ડક્ટરના ઉત્પાદન માટે થયેલા MOUના પરિણામે નવી ૧ લાખ રોજગારી ઉપલબ્ધ થશે. આ તો એકમાત્ર શરૂઆત છે આગામી સમયમાં વધુ ૧૦ કંપનીઓ રોકાણ માટે આવશે. જેનાથી લાખો યુવાનોને રોજગારી ઉપલબ્ધ થશે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં આગામી સમયમાં વધુ હજારોની સંખ્યામાં વિવિધ યુનિવર્સિટીના માધ્યમથી સેમિ કન્ડક્ટર પ્રોફેશનલ્સ તૈયાર કરવામાં આવનાર છે.મંત્રી  વૈષ્ણવે આજના આ ઐતિહાસિક રોકાણ માટે મુખ્યમંત્રી, વેદાંતા અને ફોક્સકોન ગ્રુપને અભિનંદન આપ્યા હતા. 

રૂ.૧.૫૪ લાખ કરોડનું રોકાણ ગુજરાતમાં થશે: વાઘાણી
સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સેમિ કન્ડક્ટર નિર્માણ ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં નક્કર આયોજનો સાથે આ ક્ષેત્રમાં ડેડીકેટેડ પોલીસી તૈયાર કરવામાં આવી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ વિઝનને સફળ બનાવવાની દિશામાં આજે મહત્વપૂર્ણ પહેલ કરી ગુજરાતે બાજી મારી છે. ડિજિટલ ક્રાંતિ માટે અતિ મહત્વના ગણાતા ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે સૌથી અગત્યનું રો-મટીરીયલ સેમિ કન્ડક્ટર છે. ગુજરાતમાં આ પ્રકારના ઉત્પાદનો શરૂ થાય અને માત્ર દેશને જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વને સેમિ કન્ડક્ટર પૂરા પાડી શકાય તે ઉદ્દેશ સાથે રાજ્યમાં અમલી બનાવાયેલી સેમિ કન્ડક્ટર પોલિસી આ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આજે વેદાંતા-ફોકસકોન ગ્રુપ સાથે ગુજરાત સરકારે એમ. ઓ.યુ કર્યા છે જેનાથી રૂ.૧.૫૪ લાખ કરોડનું રોકાણ ગુજરાતમાં થશે અને તેના થકી એક લાખથી વધુ રોજગારીનું સર્જન થશે. સેમિ કન્ડક્ટર ક્ષેત્રમાં સૌથી મોટા રોકાણ સાથે આજનો દિવસ માત્ર ગુજરાત માટે જ નહિ, સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ છે.

આજે થયેલાં MOU થકી રોજગારી સર્જનની તકો વધશે: CS પંકજકુમાર
મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને વેદાંતા-ફોક્સકોન ગ્રુપ વચ્ચે સેમિકેંડકટર ઉત્પાદન ક્ષેત્રે થયેલાં MOUએ ગુજરાત માટે ઐતિહાસિક દિવસ છે. મુખ્યમંત્રીના નેતૃત્વવાળી સરકારે આજે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે તે બદલ અભિનંદન આપતાં તેમણે કહ્યું હતું કે, આજે થયેલાં MOU થકી ગુજરાતમાં અનેકવિધ ક્ષેત્રે નવી રોજગારીનું સર્જન થશે. 

કોણ કોણ હતું હાજર?
વેદાંતા ગ્રુપના ચેરમેન  અનિલ અગ્રવાલે સેમિકન્ડકટરની અગત્યતા વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, ટેકનોલોજીના યુગમાં સેમિ કન્ડકટર ચીપ્સ એ વિશ્વની સૌથી મોંઘી અને અત્યંત જરૂરી પાર્ટસમાંની એક છે. આ માટે છેલ્લાં ઘણા વર્ષોથી અમેરિકા, ચીન અને તાઈવાન વચ્ચે સ્પર્ધા યોજાઈ છે પરંતુ તાઈવાન ક્ષેત્રે મોનોપોલી ધરાવે છે. તાઈવાનના ફોક્સકોન ગ્રુપે ગુજરાત સરકાર સાથે આજે સેમિ કન્ડકટર બનાવવા MOU કર્યાં છે. જેનો માત્ર ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર દેશને ટેકનોલોજી ક્ષેત્રે લાભ મળશે. આ MOU પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  પંકજ જોશી, તાઈવાન સ્થિત ફોક્સકોન ગ્રુપના વાઈસ પ્રેસિડેન્ટ  બ્રાયન હોપ, વેદાંતા ગ્રુપના  આકાશ હેબર સહિત સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ GILના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.          
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat News Vedanta Foxconn Group cm bhupendra patel display manufacturing semiconductor chip ગુજરાત ન્યૂઝ ભૂપેન્દ્ર પટેલ વેદાંતા ફોક્સકોન ગ્રુપ સેમીકન્ડક્ટર ચીપ semiconductor MoU in gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ