બ્રેકિંગ ન્યુઝ
VTV / morth makes 58 rto services online based on aadhaar authentication latest news update
Pravin
Last Updated: 08:04 AM, 18 September 2022
ADVERTISEMENT
ડ્રાઈવિંગ લાયસન્સ, વાહન રજીસ્ટ્રેશન અને માલિકી ટ્રાંસફર જેવી સુવિધાઓ માટે સરકાર રાહત આપી છે. કહેવાય છે કે, 58 એવી સુવિધાઓ સાથે જોડાયેલા કામો માટે હવે તમારે આરટીઓના ધક્કા ખાવા પડશે નહીં. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તેના માટે લીલી ઝંડી આપી દીધી છે. મંત્રાલયે સ્વૈચ્છિક રીતે આધાર વેરિફિકેશન દ્વારા 58 સેવાઓને સંપૂર્ણપણે ઓનલાઈન કરી દીધી છે. મંત્રાલયે શનિવારે તેના માટે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે.
નોટિફિકેશન અનુસાર, આ સેવાઓ સંપર્ક રહિત અને ફેસલેસ રીતે આપવામાં આવશે. તેનાથી લોકોનો સમય બચશે અને તેનો બોઝ ઓછો થશે. સાથે જ આરટીઓની ઓફિસોમાં ભીડ ઓછી થશે. તેનાથી સરકારી કામમાં સુધારો પણ આવશે.
ADVERTISEMENT
આ સેવાઓનો લાભ મળશે
ઓનલાઈન મળતી સેવાઓમાં લર્નિગ લાયસન્સ માટે અરજી, લર્નિંગ લાયસન્સમાં સરનામું, નામ, ફોટો, ફોટો બદલવો, ડુપ્લીકેટ લર્નિંગ લાયસન્સ, લર્નિંગ લાયસન્સ કાઢવાની જોગવાઈઓ વગેરે સામેલ. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ લાયસન્સ પરમિટ આપવા, કંડક્ટર લાયસન્સમાં સરનામા બદલવા જેવા કામો માટે પણ હવે આરટીઓ ઓફિસે જવાની જરુર નહીં પડે.
આધાર નહીં હોવાની સ્થિતિમાં શુ કરશો
નોટિફિકેશન અનુસાર, જો કોઈ વ્યક્તિ પાસે આધાર નંબર નથી, તો તે પણ દસ્તાવેજી ફોર્મ ભરીને આ સેવાઓનો ફાયદો ઉઠાવી શકશે. તેના માટે સીએમવીઆર, 1989 અંતર્ગત વૈકલ્પિક દસ્તાવેજો જમા કરાવાના રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.