બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / morning bed tea could cause acidity problem know symptoms and treatment

તમારા કામનું / સવારની આ એક સામાન્ય ભૂલ જ તમારા માટે બને છે એસિડિટીનું કારણ, નહીં સુધારો તો આગળ જઈને બનશે મોટી મુશ્કેલી

Arohi

Last Updated: 04:47 PM, 6 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસિડિટીની સમસ્યા મોટાભાગે કંઈ પણ ખાઈ લેવાના કારણે થાય છે. માટે એ વાતનું ધ્યાન રાખો કે તમે સવારે એક આ ભૂલ ન કરો.

  • સવારની આ ભૂલ બને છે એસિડિટીનું કારણ 
  • આ ટેવ બદલી લેવામાં જ સમજદારી 
  • નહીં તો આગળ જઈને બની શકે મોટી મુશ્કેલી 

ભારતમાં ઘણા લોકો એસિડિટી અને પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન છે. જેના કારણે સામાન્ય પ્રવૃત્તિઓમાં પણ ઘણી સમસ્યાઓ થાય છે. આજની લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ફૂડની આદતોના કારણે આ સામાન્ય છે. આ માટે આપણે એવી આદત બદલવી પડશે જે સ્વાસ્થ્યને બગાડી શકે છે અને એસિડિટીનું મોટું કારણ બની જાય છે.

સવારે ઉઠીને ન કરો આ ભૂલો 
જો તમે ચાના શોખીન છો અને સવારની શરૂઆત ખાલી પેટ ચાથી કરવાનું પસંદ કરો છો. તો તેના કારણે એસિડિટી અને રિફ્લક્સની સમસ્યા ઉભી થાય છે. કદાચ તમને ખબર નહીં હોય કે ખાલી પેટે ચા પીવામાં આવે તો પિત્તના રસ પર નકારાત્મક અસર પડે છે. જેના કારણે એસિડિટી ઉપરાંત ઉબકા આવવાની ફરિયાદો પણ થાય છે.

આ વસ્તુઓથી પણ રહો દૂર
માત્ર ચા જ નહીં ઘણી એવી ખાદ્ય ચીજો છે જેનું સેવન સવારે ખાલી પેટ ન કરવું જોઈએ. આમાં મસાલેદાર વસ્તુઓ, ગરમ કોફી, વધુ તેલયુક્ત ખોરાક, ચોકલેટ વગેરેનો સમાવેશ થાય છે. આ વસ્તુઓથી દૂર રહેવું વધુ સારું છે.

એસિડિટીથી બચવા દરરોજ સવારે શું કરવું?

  • જો તમને સવારે ચા પીધા વગર નથી ચાલતુ, તો તમે ચામાં આદુ મિક્સ કરીને પી શકો છો. તેનાથી એસિડિટી થવાની શક્યતા ઓછી થઈ જશે.
  • સવારના નાસ્તામાં ઓટમીલનો સમાવેશ કરો. તેનાથી પેટમાં ગેસ નથી થતો અને પાચનતંત્ર પણ સારું રહે છે.
  • જો તમે સવારે બાફેલા ઈંડા ખાશો તો પેટની કોઈ સમસ્યા નહીં થાય.
  • લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે સારા છે. તેથી તમે તેને દરરોજ સવારે ખાઈ શકો છો, જો કે એસિડિટીથી બચવા માટે તેને વધારે તેલમાં ન પકાવો.
  • જમ્યા પછી સવારે વોક કરો, તેનાથી એસિડિટીનો ખતરો ઓછો થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Acidity Tea morning bed tea એસિડિટી TEA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ