બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / more two dozen ddo and collector level officer transfer soon in gujarat

ગાંધીનગર / EXCLUSIVE : આગામી 2-3 દિવસમાં હવે ગુજરાતમાં જિલ્લા સ્તરે બે ડઝન જેટલા અધિકારીઓની બદલીની શક્યતા

Shyam

Last Updated: 09:39 PM, 10 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ અધિકારીઓની મોટાપાયે બદલી, આગામી 2-3 દિવસમાં ગુજરાતના વહીવટીતંત્રમાં જિલ્લા સ્તરે મોટાપાયે બદલી થવાની શક્યતા

  • ગુજરાતના વહીવટીતંત્રમાં વધુ એક મોટા પાયે બદલી થવાની શક્યતા
  • 20થી 25 જેટલા DDO અને જિલ્લા કલેક્ટરોની બદલી થઈ શકે
  • મહેસાણા, વડોદરા અને ખેડા કલેક્ટરની જગ્યા ખાલી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ અધિકારીઓની મોટાપાયે બદલી અને બઢતી જોવા મળી રહી છે. તો 9 જૂનના દિવસે 26 જેટલા ગુજરાતના IAS કક્ષાના અધિકારીઓની બદલી અને બઢતી કરાઈ હતી. તો હવે આગામી 2-3 દિવસમાં ગુજરાતના વહીવટીતંત્રમાં જિલ્લા સ્તરે મોટાપાયે બદલી થવાની શક્યતા છે. જેમાં આશરે 20 જેટલાં જિલ્લાઓમાં DDO અને કલેક્ટર લેવલના IAS અધિકારીઓની બદલીના સૂર સંભળાઈ રહ્યાં છે.

પ્રતિકાત્મક તસ્વીર

હવે કયા અધિકારીઓની થઈ શકે છે બદલી

ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી અગાઉ વહીવટીતંત્રમાં મોટા પ્રમાણમાં બદલી અને બઢતી થઈ રહી છે. હવે એવું સંભળાઈ રહ્યું છે કે 20થી 25 જેટલા DDO અને જિલ્લા કલેક્ટરોની બદલી થઈ શકે છે. મોટાભાગના જિલ્લા કલેક્ટરો અઢીથી ત્રણ વર્ષની સેવા પૂર્ણ કરી ચૂક્યાં છે. જેના કારણે પણ બદલી થવાની સંભાવના છે. 

મહત્વનું છે કે મહેસાણા, વડોદરા અને ખેડામાં કલેક્ટરની જગ્યા હાલ ખાલી છે. જેથી આ જગ્યા પર બદલી સાથે નવી નિયુક્તી થઈ શકે છે. 

મહેસાણાના કલેક્ટર એચ.કે.પટેલને ગઈકાલે ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગમાં ખસેડયા છે જેથી અહીં જગ્યા ખાલી પડી છે. તો આ તરફ વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે. આ બંને અધિકારીઓ 1995 બૅચના છે જેમને પ્રમોશન અપાયું છે. જ્યારે ખેડાની વાત કરીએ તો કલેક્ટર I K પટેલ નિવૃત્ત થતાં હાલમાં ખેડા DDO કે.એલ બચાણીને કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કે.એલ.બચાણી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગાંધીનગરમાં જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર હતા.

ઉલ્લેખનીય છે કે જિલ્લા સ્તરે આ બદલીઓ પહેલા જ થવાની હતી પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે લંબાવી દેવામાં આવી હતી. આવામાં હવે રાજ્યમાં કોરોના લગભગ કાબૂમાં આવી ગયો છે અને પરિસ્થિતિ સામાન્ય બની રહી છે ત્યારે આગામી દિવસોમાં આ બદલીઓની સત્તાવાર જાહેરાત કરાઈ શકે છે. 

ગઈ કાલે જ 26 સિનિયર IAS અધિકારીઓની બદલી-બઢતી કરાઈ

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બ્યૂરોક્રેસીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એકી સાથે ગુજરાતના 26 IASની બદલી કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતાની સાથે જ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. VTV ન્યૂઝના અગાઉના એક્સક્લુઝિવ અહેવાલ  પ્રમાણે સરકારે 18 અધિકારીઓની બદલી કરી છે જ્યારે 8 અધિકારીઓને પ્રમોશન સાથે બદલી આપવામાં આવી છે. ફરી વખત VTVની ખબર પર સરકારની મહોર લાગી હતી.

ક્યા 26 IAS અધિકારીની બદલી ક્યા થઈ?

(1) પંકજ કુમારને રેવન્યૂ વિભાગમાંથી બદલી કરીને ગૃહવિભાગમાં અગ્ર સચિવ બનાવવામાં આવ્યા
(2) વિપુલ મિત્રા, શ્રમ વિભાગમાંથી ખસેડીને પંચાયત વિભાગમા મૂકાયા
(3) ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તા, વનવિભાગમાંથી ખસેડીને ઉદ્યોગ વિભાગમા મૂકાયા
(4) અમરેન્દર કુમાર રાકેશ, પંચાયત વિભાગમાંથી ખસેડીને સામાન્ય વહિવટ વિભાગમાં મૂકાયા
(5) સુનૈના તોમર, ઊર્જા વિભાગમાંથી ખસેડીને સામાજિક ન્યાય વિભાગમા મૂકાયા
(6) કમલ દયાણી, સામાન્ય વિભાગમાંથી ખસેડીને મહેસૂલ વિભાગમાં મૂકાયા
(7) મનોજ કુમાર દાસ, ચીફ મિનિસ્ટરના એડિશનલ ચીફ સેક્રેટરી પદેથી ખસેડીને પરિવહન વિભાગમા મૂકાયા
(8) મનોજ અગ્રવાલ, સામાજિક વિભાગમાંથી ખસેડીને આરોગ્ય વિભાગમા મૂકાયા
(9) અરુણકુમાર એમ.સોલંકી, જીએમડીસીના એમડી પદેથી ખસેડીને વન વિભાગમાં મૂકાયા
(10) મમતા વર્મા, ઉદ્યોગ વિભાગમાંથી ખસેડીને ઊર્જા વિભાગમાં મૂકાયા
(11) સોનલ મિશ્રા, જળ પુરવઠા વિભાગમાંથી ખસેડીને ગ્રામીણ વિકાસ વિભાગમાં મૂકાયા
(12) રમેશચંદ મીણા, જમીન સુધારણા વિભાગમાંથી ખસેડીને સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ વિભાગમા મૂકાયા
(13) હરીત શુક્લા, વિજ્ઞાન વિભાગમાંથી ખસેડીને ઉદ્યોગ વિભાગમાં મૂકાયા
(14) વિજય નહેરા, ગ્રામીણ વિભાગમાંથી ખસેડીને વિજ્ઞાન વિભાગમાં મૂકાયા
(15) જયપ્રકાશ શિવહરે, આરોગ્ય કમિશનર તરીકે કામ કરશે
(16) શ્રી રુપવંત સિંહ, નાણા વિભાગમાંથી ખસેડીને જીઓલોજી,માઈનિગ વિભાગમાં મૂકાયા
(17) સ્વરુપ પી.મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરામાંથી ખસેડીને મહેસૂલ વિભાગમાં મૂકાયા
(18) મનિષા ચંદ્રા, મહિલા બાળ વિકાસ વિભાગમાંથી ખસેડીને નાણા વિભાગમાં મૂકાયા
(19) બંસા નિધિ પાણી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ખસેડીને શહેર વિકાસ વિભાગ,સુરતમાં મૂકાયા
(20) હર્ષદકુમાર રતિલાલ પટેલ, મહેસુલ વિભાગમાંથી ખસેડીને શ્રમ રોજગાર વિભાગમાં ખસેડાયા
(21) પોન્ગુમટલા ભારથી, સર્વ શિક્ષા અભિયાનમાંથી ખસેડીને સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર, સર્વ શિક્ષા અભિયાનમાં કામ કરશે.
(22) રણજીત કુમાર, માઈક્રો,સ્મોલ વિભાગમાંથી ખસેડીને ઉદ્યોગ,ખાણ ખનીજ વિભાગમાં ખસેડાયા.
(23) શાલિની અગ્રવાલ, વડોદરા કલેક્ટર પદેથી ખસેડીને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા
(24) શ્રી કે કે નિરાલા, ગૃહ વિભાગમાંથી ખસેડીને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ખસેડાયા
(25) એચ.કે.પટેલ, મહેસાણાના કલેક્ટરને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગમાં ખસેડાયા. 
(26) એસ.એ.પટેલ, જામનગરના મ્યુનિસિપલ કમિશનર પદેથી ખસેડીને મધ્યાહન ભોજન યોજના વિભાગમાં ખસેડાયા. 

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટાપાયે બદલી કરી દેવાઈ છે. એક સાથે 18 IASની બદલી કરી દેવાઈ છે. જેમાં સૌથી વધુ ચર્ચિત અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. જેમાં જયંતી રવિ, પંકજ કુમાર, રાજીવ ગુપ્તા, વિજય નહેરા, સુનૈના તોમર, કમલ દયાણી સહિતના 26 IASની બદલી અને બઢતી કરાઈ છે. 

IAS રાજીવ ગુપ્તાની બદલી
રાજીવ ગુપ્તાની ગાંધીનગર ખાતે બદલી કરી દેવાઈ છે. ગુજરાતમાં ચર્ચીત IAS રાજીવ ગુપ્તાને ગાંધીનગર ખાતે ઇન્ડસ્ટ્રીઝ અને માઇન્સ વિભાગની જવાબદારી સોંપાઈ છે. જે અગાઉ વન વિભાગની જવાબદારી નિભાવી રહ્યા હતા. આ દરમિયાન તેમનું એક ટ્વીટ બહુ ચર્ચામાં આવ્યું હતું. આફ્રિકાના સિંહોનો વીડિયો પોસ્ટ કરીને ગીરના સિંહો હોવાનું દર્શાવ્યું હતું. જેને લઈ આ વીડિયો ફેક હોવાથી લોકોએ ખૂબ ટ્રોલ કર્યા હતો. રાજીવ ગુપ્તાને જે માઇન્સ વિભાગની જવાબદારી આપી છે તે જગ્યા પર અગાઉ મનોજ કુમાર દાસને વધારાનો ચાર્જ સોંપાયો હતો. 

અમદાવાદ માટે રાહતના સમાચાર, ડબલિંગ રેટ 9 દિવસ થવાથી 15 મે સુધી આટલા કેસની  થવાની શક્યતા : નેહરા | AMC commissioner Vijay Nehra said 15000 positive  cases reported till 15th May

IAS વિજય નેહરાની પણ બદલી
IAS વિજય નેહરાની પણ બદલી કરવામાં આવી છે. વિજય નહેરાને ગાંધીનગર ગ્રામીણ વિભાગમાંથી ખસેડીને વિજ્ઞાન વિભાગમાં મૂકાયા છે. તો વિજ્ઞાન વિભાગમાંથી હરીત શુક્લાને ખસેડીને ઉદ્યોગ વિભાગમાં મૂકાયા છે. વિજય નેહરા અમદાવાદમાં લોકો વચ્ચે જે IASની છબી બની હતી. એ વિજય નેહરા પણ કોરોનાકાળ દરમિયાન ચર્ચામાં રહ્યા હતા. અમદાવાદ મનપાના કમિશનર વિજય નેહરાની કામગીરીને લઈ તેઓ સતત ચર્ચામાં રહેતા હતા. પરંતુ વિજય નેહરાના એક નિવેદન પછી તેની મુશ્કેલી પણ વધી હતી. વિજય નેહરાનું નિવેદન નેશનલ લેવલે ગાજ્યું હતું જેમાં તેમણે અમદાવાદમાં 15 મે 2020 સુધી 50,000 કોરોનાના કેસ થવાની શક્યતા દર્શાવી હતી. કહેવાય છે કે આ નિવેદનથી  અને તેમની કામગીરીમાં પણ કોઈ સુધારો ન દેખાતા રૂપાણી સરકાર નારાજ થઈ હતી.

કોરોનાના નવા 112 કેસ સાથે રાજ્યમાં કુલ આંક 2178, જાણો અમદાવાદમાં આજે કેટલા  નોંધાયા કેસ | Gujarat health secretary Jayanti Ravi press conference 21  April 2020

જયંતિ રવિએ કેન્દ્ર સરકારને અરજી કરી હતી
ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીમાં ગુજરાતમાં સૌથી વધારે ચર્ચામાં રહેનાર અધિકારીઓમાં જયંતી રવિનું નામ સૌથી ઉપર આવે છે. ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ હોવાના નાતે સ્વાસ્થ્યની જવાબદારીઑ તેમના શિરે હતી. જોકે મહામારીમાં રૂપાણી સરકાર તેમનાથી નારાજ થઈ હોવાનું પણ વચ્ચે સામે આવ્યું હતું ત્યારે મૂળ તમિળનાડુના IAS અધિકારીએ પ્રતિનયુક્તિ માંગી હતી.

જયંતી રવિ દ્વારા કરવામાં આવેલ માંગ બાદ કેન્દ્ર દ્વારા પ્રતિનયુક્તિ પર આદેશ આપી દેવામાં આવ્યા છે. 1991ની બેચના IAS જયંતી રવિની હવે ગુજરાતમાંથી તમિલનાડુમાં બદલી કરવામાં આવી છે. જયંતી રવિને હવે એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે વિખ્યાત ઓરોવિલા ફાઉન્ડેશન મહર્ષિ અને આઝાદીના લડવૈયા મહર્ષિ અરવિદ દ્વારા સ્થપાયેલા ઐતિહાસિક આશ્રમનું સંચાલન કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

DDO Transfer IAS Transfer Vtv Exclusive gandhinagar ગાંધીનગર ટ્રાન્સફર ડીડીઓ ટ્રાન્સફર Vtv Exclusive
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ