તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના ઉચ્ચ અધિકારીએ કરેલા ખુલાસા પ્રમાણે 11 જૂન પછી અત્યાર સુધીમાં મંદિરના કુલ 743 કર્મચારીઓને કોરોના પોજીટીવ નોંધવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધી 3ના મોત થઈ ચૂક્યા છે, 402 ઠીક થઈ ચૂક્યા છે જ્યારે 338 લોકો અલગ અલગ જગ્યાએ ઈલાજ હેઠળ છે.
તિરૂપતિ મંદિરના 743 કર્મચારીઓને થયો કોરોના, 3ના મોત
11 જૂન પછી આવ્યા છે આટલા બધા કેસો, મંદિર અધિકારીઓનો દાવો
તબલીઘી જમાત સાથે કરવામાં આવી રહી છે સરખામણી
દેશમાં મહામારીની જેમ વકરેલો કોરોના વાયરસ અત્યાર સુધી હજારો લોકોની જિંદગીને ભરખી ચૂક્યો છે. આ સંકટમાં દેશનું સૌથી ધનવાન પૈકીનું એક ગણાતું તિરૂપતિ મંદીર પણ બચવા પામ્યું નથી. આ મંદિરના અત્યાર સુધીમાં કુલ 743 કર્મચારીને કોરોના સંક્રમણ લાગી ચૂક્યું છે.
શું કહ્યું મંદિરના આધિકારીએ?
મંદિરના કાર્યકારી અધિકારી અનિલ કુમાર સિંઘલે સૂત્રોને જણાવ્યું હતું કે 11 જૂન બાદ ત્યાર સુધીમાં મંદિરના કુલ 743 કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. જેમાંથી 3ના મોત થયા છે જ્યારે 402 સાજા થઈ પરત ફર્યા છે અને 338 કર્મીઓની હજી સારવાર ચાલી રહી છે.
સોશિયલ મીડિયામાં આવી રહી છે પ્રતિક્રિયાઓ
આને લઈને સોશિયલ મીડિયામાં ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા જેમાં એક યુજરે લખ્યું હતું કે આ વખતે તિરૂપતિમાં 743 લોકો સંક્રમિત થાય અને અમે તબલીઘી જમાત સાથે ગુનેગારોની જેમ વલણ કરી રહ્યા હતા. એક અન્ય યુજરે વળી લખ્યું હતું કે તિરૂપતિમાં 743 કોરોના કેસો આવ્યા ને 3 ના મોત થઈ ચૂક્યા છે, જો કે 11 જૂને મંદિરના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. હવે આગળ શું કાર્યવાહી થશે તે તો મીડિયા જાણે, પરંતુ અમને તો એટલી ખબર છે કે NSA જમાતીયા માટે બની છે, જ્યારે ભક્તો માટે તો ફૂલો ઉગાડવામાં આવે છે.
11 જૂને ખૂલ્યું હતું મંદિર
કોરોના મહામારીના લીધે મંદિર જો કે અઢી મહિના સુધી બંધ રહ્યું હતું અને 11 જૂન સામાન્ય દર્શનાર્થીઓ માટે તેના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. મંદિરના અધિકારીઓએ કહ્યુંહતું કે શ્રદ્ધાળુઓના આગ્રહને વશ આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને કોરોનાને લગતા તમામ જરૂરી નિયમોના પાલન બાદ જ મંદિર પ્રવેશની અનુમતિ આપવામાં આવતી હતી.