બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / ભારત / અમદાવાદ / More than 500 CISF personnel will be deployed at Ahmedabad airport from now on

લોકસભા ચૂંટણી 2024 / હવેથી અમદાવાદ એરપોર્ટ પર તૈનાત રહેશે CISFના 500થી વધુ જવાનો, જાણો કારણ

Ajit Jadeja

Last Updated: 09:29 AM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણી જાહેરાત થઇ ચુકી છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

લોકસભા ચૂંટણીને લઈને અમદાવાદ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરાશે. CISFના 500થી વધુ જવાનો એરપોર્ટ પર સુરક્ષામાં તૈનાત રહેશે. હાલ એરપોર્ટ પર 1 હજાર જવાનો ફરજ પર છે.

લોકસભાની ચૂંટણી જાહેરાત થઇ ચુકી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ઘસારો વધુ રહેશે. પ્રચાર માટે અમદાવાદ અને ગુજરાતમાં રાજકીય પક્ષોના નેતાઓ આવી શકે છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રચાર માટે ગુજરાતમાં સેલીબ્રીટીઓનો જમાવડો પણ રહેશે. આ તમામ લોકો ફ્લાઇટમાં અમદાવાદ આવી શકે છે. જેને ધ્યાને લઈને અમદાવાદના એરપોર્ટની સુરક્ષામાં વધારો કરાશે. હાલ એરપોર્ટ પર 1 હજાર જવાનો તૈનાત છે. ત્યારે CISFના 500થી વધુ જવાનો એરપોર્ટ પર સુરક્ષામાં રહેશે. ચૂંટણી પહેલા આ પ્રક્રિયા કરવામાં આવશે.

ઉચ્ચ સ્તરીય બેઠક પણ મળી

અમદાવાદમાં લોકસભા ચૂંટણીને લઈ એરપોર્ટ સિક્યોરિટીમાં વધારો કરવામાં આવશે.જ્યાં CISFના વધારાના 500 થી વધુ જવાનો ગોઠવવાની વિચારણા ચાલી રહી છે.જે અંગે ઉચ્ચ સ્તરીય બેઠક પણ મળી હતી.ચૂંટણી પહેલા આ પ્રક્રિયા કરવામાં આવી શકે છે. હાલ એરપોર્ટ પર 1 હજાર જવાનો ફરજ બજાવી રહ્યા છે.જ્યાં નવો સ્ટાફ આવતા ચૂંટણી સંદર્ભે નવા જવાનો ઉમેરાતા કાળા નાણાં..નાણાં કે અન્ય વસ્તુની હેરફેર સહિતની બાબતો પર સીધી નજર રહેશે.

આ પણ વાંચોઃ ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, 7000 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હેલમેટ

અમદાવાદ એરપોર્ટ પર વર્ષ 2023 માં 1.01 કરોડ મુસાફરની અવર જવર

અમદાવાદ એરપોર્ટનાં સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટ નાણાંકીય વર્ષમાં 8 ફેબ્રુઆરી 2024 સુધી 10 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી છે. ત્યારે આ નોંધપાત્ર સિદ્ધિ બદલ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 29 માર્ચ 2023 ના રોજ મુસાફરોની સંખ્યા 10 મિલિયને પહોંચવા પામી છે. એરપોર્ટ પર 240 થી વધુ દૈનિક ફ્લાઈટનું આવન જાવન થાય છે.  તેમજ બે ટર્મિનલ 32000 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને સેવા પૂરી પાડે છે. 20 નવેમ્બરે 2023 નાં રોજ એરપોર્ટ પર એક જ દિવસમાં કુલ 42224 મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો. જ્યારે 19 નવેમ્બરનાં રોજ 40801 મુસાફરો, 18 નવેમ્બર 38723, 19 નવેમ્બરે 359 ફ્લાઈટની આવન જાવન રેકોર્ડ કરવામાં આવી હતી.  અમદાવાદ એરપોર્ટ પર 42 સ્થાનિક સ્થળોને સાત એરલાઈન્સ સાથે અને 15 ઈન્ટરનેશનલ સ્થળોને 18 એરલાઈન્સ સાથે જોડે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ