બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / બિઝનેસ / More pension will have to be withdrawn from EPFO, this loss may happen, take decision wisely

સાવધાન / EPFO માંથી વધારે પેન્શન ઉપાડવું પડશે ભારે, થઈ શકે છે આ નુકસાન, સમજી વિચારને નિર્ણય લેજો

Vishal Khamar

Last Updated: 12:13 AM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો નોકરી દરમિયાન અથવા નિવૃત્તિ પછી મૃત્યુ થાય છે તો આ પૈસા નોમિનીને મળે છે. જો કે તેની રકમ અડધી હોય છે. EPFO સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેના ખાતાધારકોને વધુ પેન્શન મેળવવાની તક આપી છે.

  • ઈપીએફ એકાઉન્ટમાં જમા પૈસા પેન્શન ફંડમાં ટ્રાન્સફર થઈ જશે
  • એક જ વારમાં તમે બધા જ પૈસા નહીં ઉપાડી શકો
  • પીએફમાં જમા કરવામાં આવેલા પૈસા પર વાર્ષિક 8.10% વ્યાજ મળી રહ્યું છે

નોકરી કરતા લોકોના પગારમાંથી અમુક પૈસા કાપી કંપનીઓ પ્રોવિડન્ટ ફંડ (EPFO) માટે પૈસા કાપે છે. જે તેમને નિવૃત્તિ પછી એકસાથે મળે છે. પરંતુ કદાચ જ લોકો જાણતા હશે કે આ સ્કીમમાં પ્રોવિડન્ટ ફંડની સાથે તેમની નોકરી પછીનું પેન્શન પણ સામેલ કરી શકાય છે. જો નોકરી દરમિયાન અથવા નિવૃત્તિ પછી મૃત્યુ થાય છે તો આ પૈસા નોમિનીને મળે છે. જો કે તેની   રકમ અડધી હોય છે. EPFO   સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેના ખાતાધારકોને વધુ પેન્શન મેળવવાની તક આપી છે. પરંતુ   તે લેતા પહેલા તમારે તેના ફાયદા અને ગેરફાયદાને જાણવાની જરૂર છે. જ્યાં એક તરફ આ યોજનાના ઘણા ફાયદા છે તો બીજી તરફ આ યોજનાના ઘણા ગેરફાયદા પણ છે.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જે કર્મચારીઓએ 1 સપ્ટેમ્બર 2014 પહેલા ઈપીએફ ખાતું ખોલાવ્યું છે તેમને હાયર પેન્શન માટે વધુ યોગદાનનો વિકલ્પ આપવામાં આવશે.  એક્સપર્ટના મુજબ   હાયર પેન્શન પસંદ કરનારા પીએફ ખાતા ધારકોને 5 મોટા નુકસાન સહન કરવા પડી શકે છે.  તો આવો તમને જણાવીએ કે શું નુકસાન થઈ શકે છે.

ટ્રાન્સફર થઈ જશે પૂરા પૈસા 
તમારા ઈપીએફ એકાઉન્ટમાં જમા પૈસા પેન્શન ફંડમાં ટ્રાન્સફર થઈ જશે. જેથી તમારા પીએફ એકાઉન્ટ પર મળનારુ કંપાઉન્ડ બેનિફિટ સમાપ્ત થઈ જશે. હાયર પેન્શનના નિયમો હેઠળ એમ્પ્લોયર તરફથી મોટી રકમનું યોગદાન પેન્શન યોજનામાં મૂકવું પડે છે. તેનો મતલબ થયો કે અત્યાર સુધી પીએફ ખાતામાં જમા થયેલી રકમનો મોટો હિસ્સો ઉપાડીને EPSમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

એક વખતમાં પૈસા નહીં નિકળે 
કર્મચારી પેન્શન સ્કીમ (EPS)માંથી એક જ વારમાં તમે બધા જ પૈસા નહીં ઉપાડી શકો.   તમે ઇચ્છો તો અન્ય સરકારી   પેન્શન યોજના (NPS)માં રોકાણ કરી શકો છો.   તમને બજારમાં ચાલતું વળતર મળે છે અને તમે એકસાથે પૈસા ઉપાડી શકશો. આ સિવાય તેમાં કરવામાં આવેલા રોકાણ પર તમને 80C હેઠળ 1.5 લાખ રૂપિયાની છૂટ સિવાય   50 હજારનો વધુ ટેક્સમાં છૂટ મળે છે.

નથી થઈ શકતા વહેલા નિવૃત્ત
EPS માં હાયર પેન્શનનો વિકલ્પ પસંદ કરનારા તેઓ વહેલા નિવૃત્તિનો વિકલ્પ પસંદ કરી શકતા નથી. ઈપીએસ યોજનાનો લાભ ત્યારે જ મળે છે, જ્યારે કર્મચારી 58 વર્ષની ઉંમર સુધી કામ કરી નિવૃત થાય અથવા   10 વર્ષ સુધીની સર્વિસ પૂર્ણ કરી હોય. 

ઓછા વ્યાજથી વધુ નુકસાન
ઈપીએસ સ્કીમમાં તમને ઓછું વ્યાજ મળે છે. તેમ છતાં તમને તમારા પીએફ એકાઉન્ટ પર વધુ વ્યાજ મળે છે. હાલમાં પીએફમાં જમા કરવામાં આવેલા પૈસા પર વાર્ષિક 8.10% વ્યાજ મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ