બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Morbi bridge collapse owner of OREVA Jaysukh Patel location trace

મોરબી દુર્ઘટના / તપાસનો ધમધમાટ: OREVAના માલિક જયસુખ પટેલનું લોકેશન ટ્રેસ, પરિવાર સાથે હરિદ્રારમાં હોવાની ચર્ચા

Dhruv

Last Updated: 01:04 PM, 4 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારના રોજ ઘટેલી મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના બાદ ગાયબ OREVA કંપનીના માલિક જયસુખ પટેલ પરિવાર સાથે હરિદ્વાર ગયાની ચર્ચા.

  • ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું લોકેશન હાથ લાગ્યું
    જયસુખ પટેલ પરિવાર સાથે હરિદ્વારમાં હોવાની ચર્ચા
    રવિવારની દુર્ઘટના બાદથી જયસુખ પટેલ છે ગાયબ

મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કર્યા બાદ હવે ઓરેવા (OREVA) કંપનીના માલિક જયસુખ પટેલનું લોકેશન સામે આવ્યું છે. ઓરેવાના જયસુખ પટેલનું લોકેશન હરિદ્વારમાં હોવાની ચર્ચા સામે આવી છે. જયસુખ પટેલ પરિવાર સાથે હરિદ્વારમાં હોવાની ચર્ચા થઇ રહી છે. મહત્વનું છે કે, જયસુખ પટેલનો હરિદ્વારમાં બંગલો છે. તમને જણાવી દઇએ કે, રવિવારની ઝુલતા પુલની દુર્ઘટના બાદ જયસુખ પટેલ ગાયબ છે. ત્યારે પરિવાર સાથે જયસુખ પટેલ હરિદ્વાર ગયાની શક્યતા સેવાઇ રહી છે.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને કરાયા સસ્પેન્ડ

તમને જણાવી દઇએ કે, હાલમાં જ મોરબીના ઝુલતા પુલની દુર્ધટનાને પગલે રાજ્યનો શહેરી વિકાસ વિભાગ એક્શનમાં આવ્યો છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવાયા છે.

મોરબીની ઘટનામાં ઓરેવા કંપની અને મોરબી પાલિકાને નોટિસ

બીજી બાજુ મોરબીની ઘટનામાં ઓરેવા કંપની અને મોરબી પાલિકાને વડોદરાની જાગૃત નાગરિક સંસ્થાએ નોટિસ પણ ફટકારી છે. મૃતકના પરિવારને રૂ. 1 કરોડ અને ઇજાગ્રસ્તને રૂ. 10 લાખ ચૂકવવા આ સંસ્થાએ નોટિસ ફટકારી છે. મોરબી જઈને પીડિત પરિવારને કાનૂની લડત માટે સંસ્થાના વડા મદદ કરશે.

ગઇકાલે રેસ્કયુ ઓપરેશન પૂર્ણ કરી દેવાયું

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સતત 5માં દિવસે મોરબીના ઝુલતા પુલની દુર્ધટનાને પગલે ચાલતું રેસ્કયુ ઓપરેશન પૂર્ણ થઇ ગયું હતું. આ અંગે રાહત કમિશનરે જાણ કરી હતી. તમને જણાવી દઇએ કે, મચ્છુ નદીમાં વિવિધ તપાસ ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં NDRF, SDRF, નેવી આર્મી સહિતની ટીમો કામે લાગી હતી. આ  દુર્ઘટનામાં 136 લોકોએ  ગુમાવ્યા જીવ હોવાનું સામે આવ્યું છે. જેને લઇને રાહત કમિશનરે આજે મોરબીની મુલાકાત લિધી હતી જ્યાં તમામ અધિકારીઓ અને કલેક્ટર સાથે બેઠક યોજી હતી.આ દરમિયાન રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ કરવા નિર્ણય લીધો હતો.આ દરમિયાન બચાવ કાર્યમાં સહયોગ આપનારા તમામ તેમજ પત્રકારોનો કલેક્ટરે આભાર માન્યો હતો.

મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધી 136 લોકોના મૃતદેહ મળ્યા

આપને જણાવી દઇએ કે, મોરબીમાં ઝુલતો પુલ તુટી પડવાની દુર્ઘટના ઘટી હતી. જેમાં અત્યાર સુધી 136 લોકોના મૃતદેહ મળ્યા છે. ત્યારે રેસ્ક્યુ ઑપરેશનમાં જોડાયેલા NDRFના અધિકારીએ જણાવ્યું કે, આખી રાત રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. 6 બોટ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી, જ્યારે 4 બોટને રિઝર્વમાં રખાઇ હતી. ત્યારબાદ આજે 5માં દિવસે મહામહેનતે રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ થયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

MORBI BRIDGE ACCIDENT Morbi bridge collapse bridge collapse in morbi મોરબી પુલ દુર્ઘટના Morbi bridge collapse
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ