બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
પોતાના વિશિષ્ટ અંદાજમાં રામકથાનુ રસપાન કરાવનારા અને દેશ-વિદેશના લાખો લોકોને જીવનદર્શનનો સાચો માર્ગ બતાવનારા સંત મોરારી બાપુએ સાંબરકાંઠાના બામણા ખાતે એક મહત્વનું નિવેદન આપ્યું છે. મોરારી બાપુએ કહ્યું હતું કે, તેઓ આજથી કોઈ કાર્યક્રમમાં હાજરી નહીં આપી શકે. તેમણે તમામ પ્રસંગોનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, તે આજથી કોઈ કાર્યક્રમમાં હાજરી નહીં આપે તેમજ કોઈ પ્રસંગમાં તેમને હાજરી આપી આશીર્વાદ આપવા માટે ઉપલબ્ધ રહેવા આગ્રહ ન કરવો.
તેમણે ઉમેર્યું હતું કે જે વચન તેઓએ આપ્યા છે એ તેઓ પુરા કરશે અને સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક, ઉદ્દઘાટન જેવા કાર્યક્રમમાં હવે તેઓ હાજરી નહીં આપી શકે.
ADVERTISEMENT
રામના જીવન વિશે તો બધા જ જાણે છે. પરંતુ ખબર નહી કેમ બાપુની વાણીમાં એવો કયો જાદુ છે જે શ્રોતાઓ અને દર્શકોને બાંધી શકે છે. તેઓ કથાના માધ્યમથી માનવ જાતિનો સદ્દકાર્યો કરવા પ્રેરિત કરે છે.
1966માં મોરારી બાપુએ 9 દિવસની રામકથાની શરૂઆત નાગબાઈના પવિત્ર સ્થળ ગોઠિયામાં રમફલકદાસજી જેવા ભિક્ષા માંગનાર સંતની સાથે કરી. તે દિવસોમાં બાપુ ફક્ત સવારે કથાનો પાઠ કરતા હતા અને બપોરે ભોજનની વ્યવસ્થામાં લાગી જતા.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રના એક ગામમાં બાપુએ હરિજનો અને મુસલમાનોને મહેમાન બનાવીને રામકથાનો પાઠ કર્યો. તેઓ બતાવવા માંગતા હતા કે રામકથાના હકદાર મુસલમાન અને હરિજન પણ છે.
મોરારી બાપુના ખભા પર રહેનારી ‘કાળી શાલ’ને વિશે અનેક ધારણાઓ પ્રચલિત છે. એક ધારણા એ પણ છે કે કાળી કમલી હનુમાનજીએ પોતે પ્રગટ થઈને ભેટ ધરી છે. કેટલાક લોકોનુ માનવુ છે કે આ કાળી શાલ જૂનાગઢના એક સંતે તેમને આપી છે. પરંતુ મોરારી બાપુનુ કહેવુ છે કે આ કાળી શાલની પાછળ કોઈ રહસ્ય નથી કે ન તો કોઈ ચમત્કાર છે. મને બાળપણથી કાળા રંગથી ખાસ પ્રેમ રહ્યો છે. તે રંગ મને ગમે છે તેથી જ હું આ શાલને ખભા પર રાખું છું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.