બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / money saving tips these six step will control your over spending know how to save income

સેવિંગ ટિપ્સ / નકામા ખર્ચાઓ પર કરવા માંગો છો નિયંત્રણ! તો આજથી જ અપનાવો આ 6 સારી આદતો; આવક પણ વધશે

Premal

Last Updated: 02:05 PM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા ખોટા ખર્ચાઓ છે, જેને તમે ઘટાડી ન માત્ર તમારી આવક બચાવી શકશો, પરંતુ ફાયનાન્સિયલ પ્લાનિંગ કરીને પૈસા પર સારુ રિટર્ન મેળવી શકો છો.

  • મહિનાનું બજેટ બનાવો અને તે અનુસાર પૈસાનો ખર્ચ કરો
  • સમજદારીપૂર્વક પૈસાનો ઉપયોગ કરી મોંઘી વસ્તુઓ લેવાથી બચો 
  • ખોટા ખર્ચ કરવાનુ ટાળો અને બચત કરો

લોકો ઘણીવાર ખોટાખર્ચના ચક્કરમાં વધારે ખર્ચ કરી નાખે છે. જેના કારણે તેમના મહિનાનું બજેટ બગડી જાય છે. ઘણા ખોટા ખર્ચાઓ છે, જેને તમે ઘટાડી ન માત્ર તમારી આવક બચાવી શકશો, પરંતુ ફાયનાન્સિયલ પ્લાનિંગ કરીને પૈસા પર સારુ રિટર્ન મેળવી શકો છો. મિત્રોને પાર્ટી આપવાથી લઈને કોઈ સ્પેશ્યલ દિવસની ઉજવણી સુધી આદતોમાં બદલાવ કરવાની જરુર છે. જેથી તમારું મહિનાનું બજેટ બગડે નહીં અને તમે આ આવકનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી શકો.

અહીં કેટલીક રીત આપવામાં આવી છે, જેની મદદથી તમે તમારા ખોટા ખર્ચને નિયંત્રણ કરી શકો છો. ચાલો જાણીએ તે 6 રીત વિશે, જેને અપનાવી તમે પૈસાની બચત કરી શકાય છે.

તમારા ખર્ચનું બજેટ બનાવો

ઘણા લોકો એવા હોય છે જે તેમના મહિનાના ખર્ચને મેનેજ નથી કરી શક્તા અને પોતાની સેવિંગ જ્યાં ત્યાં ખર્ચ કરી નાખે છે. જેના કારણે તેમનું બજેટ મહિના પહેલા જ ખતમ થઈ જાય છે. આ સ્થિતિમાં તમારે એક મહિના માટે બજેટ તૈયાર કરવું પડશે અને પછી તે અનુસાર પૈસાને ખર્ચ કરવા જોઈએ. 

ફ્રી હોય તે સમયે ખરીદી કરવી જોઈએ

લોકોએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તેઓ ખરીદી કરવા જઈ રહ્યા હોય ત્યારે તેમની પાસે સમય હોવો જોઈએ. જેથી કરીને તેઓ સમજદારીપૂર્વક પૈસાનો ઉપયોગ કરી શકે અને વધુ મોંઘી વસ્તુઓ લેવાથી બચી શકે.

પૈસાની બચત કરવાની આદત રાખો

જો તમને બચત કરવાની આદત નથી તો તમારે બચત કરવા અંગે વિચારવું જોઈએ. કારણ કે તેનાથી તમારા પૈસાની બચત થશે અને આ પૈસાને યોગ્ય જગ્યાએ રોકાણ કરશો તો તમારી આવકમાં પણ વધારો થશે. તમે તમારી આવક મ્યુચ્યુઅલ ફંડ, બેંક એફડી અને સરકારી સ્કીમમાં જમા કરાવી શકો છો.

સ્માર્ટ ખરીદી કરો

જો તમે ઘરનો સામાન અથવા મહિનાના બજેટની ખરીદી કરી રહ્યા છો તો તમારે આ વસ્તુઓ જથ્થાબંધ ખરીદી કરવી જોઈએ. કારણ કે જે તમારા ખર્ચમાં ઘટાડો કરશે. આ સાથે તમારે ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન દુકાનની કિંમતની પણ સરખામણી કરવી જોઈએ.

શોપિંગ એપ્સને વારંવાર ચેક ન કરો

ઓનલાઈન શોપિંગ એપ્સ પર વારંવાર ખરીદી કરવાનું ટાળવું જોઈએ અને તેને વારંવાર ચેક કરવાનું બંધ કરવું જોઈએ.   કારણ કે તે તમારા ઉપયોગને જોઈ ડિસ્કાઉન્ટમાં ઘટાડો કરી નાખે છે.

તણાવના કારણે પણ વધારે ખર્ચ થઈ શકે છે

ઘણા લોકો એવા હોય છે જે તણાવ કે કોઈ પારિવારિક સમસ્યાના કારણે વધારે ખર્ચ કરતા હોય છે. આવા સમયે તમારે વસ્તુઓ પર વધુ ખર્ચ કરવાથી બચવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ