ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / mohammed shami arrest warrant indian fast bowler shami kolkata court

વિવાદ / ટીમ ઈન્ડિયાના શમીની ધરપકડ થવાના ભણકારા, મામલો વધુ બગડ્યો

Published By: Kavan

Last Updated: 11:01 PM, 2 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સામે ધરપકડનું વોરંટ જાહેર કરાયું છે. પશ્ચિમ બંગાળની અલીપુર કોર્ટે મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં દ્વારા દાખલ કરવામાં આવેલ ઘરેલુ હિંસા કેસ મામલે ધરપકડનું વોરંટ જાહેર કર્યું છે. કોર્ટ દ્વારા મોહમ્મદ શમી અને તેના ભાઈ હસિદ અહેમદને 15 દિવસની અંદર શરણાગતિ કરવાનું કહ્યું છે.

ADVERTISEMENT

શમી હાલ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે

ઉલ્લેખનીય છે કે, કોલકત્તા કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે, જો 15 દિવસની અંદર મોહમ્મદ શમી કોર્ટમાં હાજર ન થાય તો તેની ધરપકડ કરવામાં આવે. અત્રે જણાવી દઇએ કે, શમી ભારતીય ક્રિકેટ ટીમની સાથે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગયેલ છે, જ્યાં તે જમૈકામાં બીજી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. 

પાકિસ્તાની યુવતી સાથે શમીને અફેર : હસીન જહાં
 
ગયા વર્ષે હસીન જહાંએ શમી પર ઘરેલું હિંસા કરવાનો આરોપ લગાવ્યો હતો, લગ્ન બાદ અફેરને લઈને મેચ ફિક્સિંગ સુધીના આરોપ લગાવ્યા હતા. હસીને એમ પણ કહ્યું હતું કે શમીનું એક પાકિસ્તાની યુવતી સાથે અફેર છે, જે તેને પૈસા આપી રહી છે. મેચ ફિક્સિંગના આરોપમાં બીસીસીઆઈ દ્વારા શમીને નિર્દોષ માન્યો હતો. નિર્દોષ સાબિત થયા બાદ તેને ભારતીય ટીમનો નવો કોન્ટ્રક્ટ સોંપાયો હતો.

શમી માટે ખરાબ સમાચાર, પત્નીએ એવી તસવીરો શેર કરી અને કહ્યું 'લફંગો છે'

મોહમ્મદ શમી વિરૂદ્ધ પત્નીએ દાખલ કરી ચાર્જશીટ

ગત માર્ચ 2018 માં, મોહમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંના આરોપોના આધારે દહેજ કેસ (Dowry Case)અને જાતીય સતામણી(Sexual Harrasment Case) ના કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તેના પર IPCની કલમ 498-A (દહેજ માટે પજવણી) અને 354-A (જાતીય સતામણી) નો આરોપ મૂકાયો હતો.

શમીના પરિવારજનો પર પણ લગાવ્યા આરોપ

હસીન જહાંએ આરોપ લગાવ્યો હતો કે, ગત વર્ષે તેણી પોતાના સાસરે ગઇ હતી ત્યારે શમીના મોટા ભાઇએ તેના પર બળાત્કાર કર્યો. હસીન જહાએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે, શમી અને તેના પરિવારના સભ્યોએ તેને અનેક યાતના આપી અને જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો. 

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નીની થઈ ધરપકડ, જાણો કારણ

શમી વિરૂદ્ધ IPC ની સાત કલમ હેઠળ નોંધાઇ ફરિયાદ

ગત વર્ષે કોલકત્તા પોલીસે હસીન જહાંની ફરિયાદ બાદ શમી વિરૂદ્ધ IPC ની સાત કલમ હેઠળ મામલો નોંધવામાં આવ્યો હતો. હસીન જહાંએ શમી અને તેના ભાઇ વિરૂધ્ધ કેસ દાખલ કર્યો હતો. શમી વિરૂદ્ધ IPCની કલમ 498-A (દહેજ માટે પજવણી) અને અને 354-A (જાતીય સતામણી)નો મામલો નોંધાયો હતો, જ્યારે તેના ભાઇ હાસિદ અહમદ પર કલમ 354 (જાતીય સતામણી)નો મામલો નોંધાયો હતો. હસીન જહાંએ પોતાના પતિ અને ક્રિકેટર મહોમ્મદ શમી પર શારીરિક શોષણ કરવાનો અને તેને દગો દેવાનો આરોપ લગાવ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Hasin Jahan Indian fast bowler Kolkata court Mohammed Shami arrest warrant ગુજરાતી ન્યૂઝ controversy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ