બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Mohammad Shami creates history in IPL 2023, becomes first bowler to take most wickets in Power Play

IPL 2023 / મોહમ્મદ શમીએ IPL 2023માં રચ્યો ઈતિહાસ, આવું કરનાર બન્યો પહેલો બોલર

Megha

Last Updated: 03:45 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્વોલિફાયર 2માં મુંબઈ સામેની મેચ દરમિયાન શમીએ પાવર પ્લે દરમિયાન નેહલ વાઢેરા અને રોહિત શર્માને આઉટ કર્યા હતા તેની સાથે જ ભારતીય બોલરે IPLમાં ઈતિહાસ રચી દીધો હતો.

  • મોહમ્મદ શમીએ IPL 2023માં ઈતિહાસ રચ્યો છે
  • પાવર પ્લે દરમિયાન સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો
  • શમીએ ટ્રેન્ટ બોલ્ટનો રેકોર્ડ તોડ્યો છે

IPL 2023 ની બીજી ક્વોલિફાયર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી અને આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 62 રનના મોટા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત ટાઈટન્સની જીત સાથે આઈપીએલ 2023ને તેની બંને ફાઈનલિસ્ટ ટીમ મળી ગઈ છે. ગઇકાલની એ મેચમાં મોહમ્મદ શમીએ IPL 2023માં ઈતિહાસ રચ્યો છે. 

વાત એમ છે કે શમી IPLની એક સિઝનમાં પાવર પ્લે દરમિયાન સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. આ લિસ્ટમાં શમીએ ટ્રેન્ટ બોલ્ટનો રેકોર્ડ તોડ્યો છે. જણાવી દઈએ કે  બોલ્ટે 2020 સીઝનમાં પાવર પ્લે દરમિયાન કુલ 16 વિકેટ લીધી હતી. 

હવે ગઇકાલની ક્વોલિફાયર 2માં મુંબઈ સામેની મેચ દરમિયાન શમીએ પાવર પ્લે દરમિયાન નેહલ વાઢેરા અને રોહિત શર્માને આઉટ કર્યા હતા અને શમીએ રોહિતને આઉટ કરતાની સાથે જ ભારતીય બોલરે IPLમાં ઈતિહાસ રચી દીધો હતો. શમીએ આ સિઝનમાં શાનદાર બોલિંગ કરી છે અને ફાઈનલ મેચ સુધી કુલ 28 વિકેટ લીધી છે, જેમાંથી 17 વિકેટ આ બોલરે પાવર પ્લેમાં લીધી છે.

IPL સિઝનમાં પાવર પ્લે દરમિયાન સૌથી વધુ વિકેટ લેનારા બોલરો
17 - મોહમ્મદ શમી (2023)
16 - ટ્રેન્ટ બોલ્ટ (2020)
16 - મિશેલ જોન્સન (2013)
15 - દીપક ચહર (2019)
15 - મોહિત શર્મા (2013)
14 - ધવલ કુલકર્ણી (2016)

આ સિઝનમાં શમીએ 28 વિકેટ લઈને પર્પલ કેપ હાંસલ કરવામાં સફળ રહ્યો છે. નોંધનીય છે કે રાશિદ ખાન શમીને સ્પર્ધા આપી રહ્યો છે. રાશિદે IPL 2023માં અત્યાર સુધી 27 વિકેટ લીધી છે. IPLની ફાઈનલ 28 મેના રોજ રમાશે. CSK સામેની ફાઈનલ મેચમાં જોવાનું રહેશે કે રાશિદ અને શમી વચ્ચે કોણ સૌથી સફળ બોલર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ