બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / model divya pahuja shot in head from point blank range reveals post mortem report opnm
Last Updated: 11:03 PM, 14 January 2024
ADVERTISEMENT
ગુરુગ્રામમાં દિવ્યા પાહુજા મર્ડર કેસમાં નવો ખુલાસો થયો છે. હિસારની અગ્રોહા મેડિકલ કોલેજમાં મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ જાણવા મળ્યું કે, મોડલને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારવામાં આવી હતી. ડોક્ટરોની ટીમને દિવ્યાના માથામાંથી એક ગોળી મળી છે. પોસ્ટમોર્ટમ પછી વિસરા સાચવવામાં આવ્યો છે. જેને પરીક્ષણ માટે મધુબન લેબમાં મોકલવામાં આવશે. મૃતકની બહેન અને ભાઈ સાથે ગુરુગ્રામ અને ટોહાના પોલીસ હોસ્પિટલમાં હાજર રહી હતી. પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનો મૃતદેહને ગુરુગ્રામ લઈ ગયા હતાં.
પાપ્ત માહિતી મુજબ શનિવારે હરિયાણાના ફતેહાબાદના ટોહનામાં નહેરમાંથી દિવ્યા પહુજાનો મૃતદેહ મળી આવ્યા હતો. જે બાદ તેને પોસ્ટમોર્ટમ માટે હિસાર મોકલવામાં આવ્યો હતો. રવિવારે અગ્રોહા મેડિકલ કોલેજના વરિષ્ઠ ડૉક્ટર મોહન સિંહના નિર્દેશનમાં ચાર ડૉક્ટરોની ટીમે પોસ્ટમોર્ટમ કર્યું હતું. આ ટીમમાં બે મહિલા ડોક્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહી બાદ દિવ્યાનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. તેઓ મૃતદેહને ગુરુગ્રામ લઈ ગયા છે. જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ADVERTISEMENT
11 દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો હતો
દિવ્યાના મૃતદેહને શોધવો ગુરુગ્રામ પોલીસ માટે મોટો પડકાર હતો. કારણ કે આ હત્યાની ઘટનાના બીજા જ દિવસે ત્રણ મુખ્ય આરોપીઓ હોટેલ માલિક અભિજીત સિંહ, તેના કર્મચારી હેમરાજ અને ઓમ પ્રકાશની ધરપકડ કર્યા બાદ પણ મોડલની લાશ મળી શકી ન હતી. આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરાઈ હતી. પરંતુ 11 દિવસ બાદ મૃતદેહ મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
પોલીસ સામે પડકાર હતો
મોડલ દિવ્યા પાહુજા મર્ડર કેસ ગુરુગ્રામ પોલીસ પર સવાલો ઉભા થયા હતા. વિશ્વસનીયતા કલંકિત થાય તે પહેલા પોલીસે મોડલનો મૃતદેહ શોધી નીકાળ્યો હતો. આ સર્ચ ઓપરેશનને ત્યારે યોગ્ય દિશા મળી જ્યારે પોલીસે મૃતદેહનો નિકાલ કરવાના આરોપીઓમાંના એક બલરાજ ગિલની કોલકાતાથી ધરપકડ કરી હતી. તે વિદેશ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ પોલીસની સતર્કતાને કારણે તે કંઈ કરે તે પહેલા જ ઝડપાઈ ગયો હતો.
ADVERTISEMENT
વાંચવા જેવું: 5 એક્ટર, 3 એક્ટ્રેસ... રૂ. 200 કરોડમાં બનેલી આ ફિલ્મ 2024માં મચાવશે ધમાલ, નામ ચોંકાવનારું
ટેટૂથી ઓળખ થઈ
દિવ્યાની માતા ટેટૂ વિશે જાણતી હતી. માતાએ ટેટૂ જોતાની સાથે જ તે જોર જોરથી રડવા લાગી હતી. તેમની સામે તેમની પુત્રીની લાશ પડી હતી. જેની 11 દિવસથી શોધ ચાલી રહી હતી. આ સાથે ગુરુગ્રામ પોલીસે શનિવારે રોહતકના રહેવાસી પ્રદેશ નામના વ્યક્તિની પણ ધરપકડ કરી છે. આરોપ છે કે તેણે અભિજીત સિંહને હથિયાર પૂરા પાડ્યા હતા. પોલીસે અભિજીતના ઠેકાણામાંથી 2 ગેરકાયદેસર પિસ્તોલ અને 40 જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.