Mobiles and TVs will be cheaper the government has reduced the custom duty
Budget 2023 /
ફોન લેવો હોય કે પછી ગાડી! મોદી સરકારે બજેટમાં આપ્યા સૌથી મોટા ગુડ ન્યૂઝ
Team VTV03:13 PM, 01 Feb 23
| Updated: 04:44 PM, 01 Feb 23
બજેટ 2023માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે મોબાઈલ ફોનના સ્પેરપાર્ટ્સ અને ઓટોમોબાઈલ પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી.
નાણામંત્રીએ કેન્દ્રીય બજેટ 2023-24 કર્યું રજૂ
કસ્ટમ ડ્યુટી ઘટાડવાની કરી મોટી જાહેરાત
દેશમાં ફોન મેન્યુફેક્ચરિંગને વેગ મળશે
કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરી દેવામાં આવ્યું છે. આ બજેટમાં સરકારે ટેક્સ સ્લેબમાં ફેરફારથી લઈને કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા સુધીની ઘણી મોટી જાહેરાતો કરી છે. જેનો લાભ ગ્રાહકોને મળશે. સરકારે મોબાઈલ ફોનમાં વપરાતા પાર્ટસ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધી છે. તેનાથી દેશમાં ફોન મેન્યુફેક્ચરિંગને વેગ મળશે. સાથે જ બજેટ 2023માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓટોમોબાઈલ પાર્ટ્સ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટી દર ઘટાડવાની જાહેરાત કરી છે.
લિથિયમ આયન બેટરી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી
બજેટ 2023માં કેન્દ્ર સરકારે મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગને લઈને મોટી જાહેરાત કરી છે. બજેટ 2023ના અમલ બાદ દેશમાં મોબાઈલ ફોન સસ્તા થઈ શકે છે. સરકારે મોબાઈલ ફોનમાં ઉપયોગમાં લેવાતા કેટલાક ભાગો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે. આ સિવાય સરકારે મોબાઈલ ફોનને પાવર આપતી લિથિયમ આયન બેટરી પરની કસ્ટમ ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો છે.
ટીવીના કેટલાક પાર્ટ્સ પર ઘટાડી કસ્ટમ ડ્યુટી
નાણામંત્રીએ મોબાઈલ ફોન અને ટીવીના કેટલાક પાર્ટ્સ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, જેથી દેશમાં આ ઉપકરણોનું મેન્યુફેક્ચરીંગ વધી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે કેમેરા લેન્સ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 2.5% કરવામાં આવી છે.
મોબાઈલ ફોન સસ્તા થશે?
લિથિયમ આયન બેટરી પરની કસ્ટમ ડ્યુટી પણ ઘટાડવામાં આવી છે. આ સિવાય ઓપન સેલ LED ટીવી પેનલ પર કસ્ટમ ડ્યૂટી પણ ઘટાડીને 2.5 ટકા કરી દેવામાં આવી છે. મતલબ કે સ્માર્ટફોન અને ટીવી સસ્તા થશે. સરકારે મંગળવારે આર્થિક સર્વે 2022-23 રજૂ કર્યો હતો. આ સર્વે અનુસાર દેશમાં મોબાઈલ ફોનના ઉત્પાદનમાં મોટો વધારો થયો છે. જ્યાં વર્ષ 2014-15માં દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન 60 મિલિયન યુનિટ હતું. તો આ સંખ્યા 2021-22માં વધીને 31 કરોડ થઈ ગઈ છે. Apple અને Xiaomi જેવી બ્રાન્ડ ભારતમાં મોટી સંખ્યામાં તેમના સ્માર્ટફોનનું ઉત્પાદન કરી રહી છે.
I propose to reduce the number of basic custom duty rates on goods other than textiles and agriculture, from 21 to 13. As a result, there are minor changes in the basic custom duties, cesses & surcharges on some items including toys, bicycles, automobiles: FM Nirmala Sitharaman pic.twitter.com/K5RFjacWlJ
કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત
છેલ્લા કેટલાક સમયથી વિવિધ કારણોસર વાહનોના ભાવમાં વધારો થયો છે. આ વર્ષની શરૂઆતમાં લગભગ તમામ વાહન નિર્માતા કંપનીઓએ તેમના વાહનોની કિંમતો વધારવાની જાહેરાત પણ કરી છે. આ પહેલા ગયા વર્ષે પણ ઘણી વખત કંપનીઓ વાહનોની કિંમતોમાં વધારો કરી ચૂકી છે. પરંતુ, હવે વાહનોના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે. વાસ્તવમાં બજેટ 2023માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓટોમોબાઈલ ગુડ્સ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટી દરને ઘટાડવાની જાહેરાત કરી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ભાષણમાં જણાવ્યું હતું કે, “હું કાપડ અને કૃષિ સિવાય અન્ય સામાનો પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીના દરોની સંખ્યાને 21થી ઘટાડીને 13 કરવાનો પ્રસ્તાવ મૂકું છું. પરિણામે – રમકડાં, સાયકલ, ઓટોમોબાઈલ સહિતની અમુક વસ્તુઓ પર મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી, ડ્યુટી, સેસ અને સરચાર્જમાં સામાન્ય ફેરફારો થશે."