બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / mixture of basil or tulsi and cloves will keep the lungs healthy oxygen level will improve

ઘરેલૂ ઉપાય / કોરોનામાં ઓક્સીજન લેવલ મેન્ટેન કરવાની સાથે ફેફસાને મજબૂત કરશે આ ઘરેલૂ ઉપાય, જાણો બનાવવાની રીત પણ

Bhushita

Last Updated: 10:22 AM, 10 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેફસાના ખરાબ થવાથી શરીરમાં ઓક્સીજનની ખામી રહે છે. જો તમે તુલસી અને લવિંગનું ખાસ મિશ્રણ બનાવી લેશો તો તમને કોરોનામાં અનેક ફાયદા થશે.

  • કોરોનામાં ઘરે કરી લો આ ખાસ ઉપાય
  • તુલસી અને લવિંગનું ખાસ મિશ્રણ
  • ઓક્સીજન લેવલ અને ફેફસાને રાખશે સારા
     

કોરોનાની બીજી લહેરે અનેક લોકોને ઝપેટમાં લીધા છે. કોરોના પીડિત લોકોના શરીરમાં ઓક્સીજનની ખામી જોવા મળી રહી છે. કોરોના ફેફસાને ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત કરે છે અને તેનાથી તે નબળા પડે છે. એવામાં ઇમ્યુનિટી મજબૂત હોવાની સાથે ફેફસાને સ્ટ્રોન્ગ પણ રાખવાનું જરૂરી છે. સ્વસ્થ ફેફસા અનેક બીમારીથી બચાવીને રાખે છે. હેલ્ધી ફેફસા હાર્ટને પણ સ્વસ્થ રાખે છે. સ્વસ્થ ફેફસા માટે તમે ઘરેલૂ ઉપાયો અપનાવી શકે છે. આ ઉપાયોમાં તમે તુલસી અને લવિંગનું મિશ્રણ ઉપયોગમાં લઈ શકો છો અને તેનાથી તમને આરામ મળી શકે છે. 


 
ફેફસાને હેલ્ધી રાખવાનું જરૂરી છે
કોરોનાના નવા સ્ટ્રેન ફેફસા પર એટેક કરી રહ્યા છે અને તેને પ્રભાવિત પણ કરી રહ્યા છે. ફેફસાના ખરાબ થવાથી શરીરમાં ઓક્સીજનની ખામી રહે છે. શરીરમાં ઓક્સીજનની ખામી હોવાથી જીવ પણ જઈ શકે છે. ફેફસાને હેલ્ધી રાખવાનું જરૂરી છે. કેટલાક ઘરેલૂ ઉપાયોની મદદથી તમે ફેફસાને સરળતાથી સારા રાખી શકો છો. 
 
આ રીતે બનાવી લો મિશ્રણ
ફેફસાને મજબૂત બનાવવા માટે તમે થોડી મૂલેઠી, કાળા મરી અને લવિંગને શેકી લો અને તેને 4-5 તુલસીના પાન, મિસરી અને થોડા તજની સાથે મોઢામાં નાંખીને ચાવી લો. તમે રોજ આવું કરી શકો છો. આ પ્રક્રિયાથી અસ્થમાના રોગીને પણ ફાયદો મળે છે. 
 

કેવી રીતે કરે છે ફાયદો
મુલેઠી

ઔષધિય ગુણોથી ભરપૂર મુલેઠીમાં વિટામિન બી અને ઈની સાથે ફોસ્ફરસ, કેલ્શિયમ, કોલીન, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, સિલિકોન, પ્રોટીન, ગ્લિસરાઈઝિક એસિડ અને એન્ટી ઓક્સીડન્ટ, એન્ટી બાયોટિક ગુણ હોય છે. જે શરદી અને ખાંસી તથા તાવને કંટ્રોલમાં કરે છે અને ફેફસાને મજબૂત કરવામાં મદદ કરે છે. મુલેઠીનું સેવન 5 ગ્રામ પાઉડરના રૂપમાં કરવું, તેની તાસીર ઠંડી હોય છે. 
 
તુલસી
તુલસીના પાનમાં પોટેશિયમ, આયર્ન, ક્લોરોફિલ મેગ્નેશિયમ, કૈરીટિન અને વિટામિન સી મળે છે. જે ફેફસાને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. રોજ સવારે 4-5 તુલસીના પાન ચાવી લેવાથી ફાયદો થાય છે. 
 
લવિંગ
લવિંગ અનેક ગુણોથી ભરપૂર હોય છે. લવિંગમાં યુઝિનોલ નામનું તત્વ હોય છે. તેના કારણે સ્ટ્રેસ, પેટ સંબંધી સમસ્યા, પાર્કિંસસ, શરીર દુઃખવું જેવી સમસ્યાઓમાં લાભ આપે છે. લવિંગમાં એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી બેક્ટેરિયલ ગુણો સિવાય વિટામીન ઈ, વિટામીન સી, ફોલેટ, રાઈબોફ્લેવિન, વિટામિન એ, થાયમિન અને વિટામિન ડી, ઓમેગા 3 ફેટી એસિડ જેવા તત્વો મળે છે. આ હાર્ટ, ફેફસા અને લિવરને મજબૂત કરવાની સાથે પાચનને પણ સારું રાખે છે. 
 
તજ
ફેફસાને મજબૂત કરનારા તજને પણ તમે સામેલ કરી શકો છો. તજમાં ભરપૂર પ્રમાણમાં થાઈમીન, ફોસ્ફરસ, પ્રોટીન, સોડિયમ, વિટામીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, નિઆસીન, કાર્બોહાઈડ્રેટ મળે છે. આ સિવાય આ એન્ટી ઓક્સીડન્ટનો પણ સારો સોર્સ છે. જે ફેફસાને હેલ્ધી રાખવાની સાથે હાર્ટને પણ સ્વસ્થ રાખે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Health News Home Remedies Oxygen clove lungs tulsi ઓક્સીજન લેવલ ઘરેલૂ ઉપાય તુલસી ફેફસા લવિંગ Health News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ