ન્યૂઝ અપડેટ્સ
VTV / Fashion & Beauty / mint leaves and rose water hacks for dry skin
ADVERTISEMENT
ધીરે ધીરે સિઝન બદલાવવા લાગી છે. પરંતુ યાદ રાખો સિઝન કોઇ પણ સિઝનમાં સ્કીનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે દરેક સિઝનમાં સ્કીનની અલગ સમસ્યા હોય છે. સ્કીનમાં ડ્રાયનેસની સમસ્યા કેટલાક લોકોને ગરમી અને ઠંડી બંનેમાં થાય છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી દૂર રહેવા ઇચ્છો તો તમારે માત્ર 3 ચીજોનો ઉપયોગ કરવાનો છે. એનો ઉપયોગ કરવાથી માત્ર ઠંડીની સિઝનમાં નહીં પરંતુ કોઇ પણ સિઝનમાં ડ્રાય થશે નહીં અને ડેડ સ્કિન સેલ્સની સમસ્યાથી બચેલા રહેશો.
ADVERTISEMENT

તમારી સ્કીનને ડ્રાયનેસથી દૂર રાખવા માટે ફુદીનાનાન લીલા પાન, ગ્લિસરીન અને ગુલાબજળની જરૂર છે. ગ્લિસરીન અને ગુલાબજળ દરેકના ઘરમાં આરામથી મળે છે.
ADVERTISEMENT

સ્કીનને ડ્રાયનેસથી દૂર રાખવા માટે અને ગ્લોઇંગ સ્કીન માટે ફુદીનાના લીલા પાનને ધોઇને પીસી લો. પીસેલા ફુદીનામાં ગુલાબજળ મિક્સ કરો. હવે તૈયાર પેસ્ટમાં બે ટીપાં ગ્લિસરીન મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 30 મીનિટ બાદ ધોઇ નાંખો. જો તમે નિયમિત રૂપથી આ પેકનો ઉપયોગ કરશો તો તમારા ખીલની સમસ્યા, ડેડ અને ડ્રાય સ્કીન સેલ્સની પરેશાની થશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો