ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારતનાં 'મીની સ્વિટ્ઝર્લેન્ડ' તરીકે કહેવાતા ખજિયાર (Khajjiar) ડલહૌઝી પાસે એક નાનું શહેર છે કે જે પ્રવાસીઓને જંગલો, ઝીલો અને પ્રાકૃતિક સુંદરતાનું એક અદભુત સંયોજન પ્રદાન કરે છે. આ સ્થળની સુંદરતાએ રાજપૂતો અને મુઘલો સહિત અનેક સામ્રાજ્યોને ખૂબ પ્રભાવિત કરે છે. 6,500 ફીટની ઉંચાઇ પર સ્થિત ખાજિયાર એ હરિયાળી અને આહલાદક વાતાવરણ માટે ખૂબ જ સુપ્રસિદ્ધ છે.
અહીં બારે માસ તેની સુંદરતાને નિહાળવા માટે પર્યટકોની ભીડ લાગી રહેતી હોય છે. બરફની સફેદ ચાદર ઓઢેલા પહાડો પર સૂર્યોદયથી લઈ સુર્યાસ્તનો નજારો અહીં અદભુત જોવાલાયક હોય છે.
ADVERTISEMENT

ખજિયાર ઝીલઃ
લીલાછમ દેવદારનાં જંગલોથી ઘેરાયેલ ખજિયાર ઝીલ એક પ્રાકૃતિક ભવ્યતાથી પરિપૂર્ણ છે. જે 1920 મીટરની ઉંચાઇ પર આવેલ છે. હિમાચલ પ્રદેશમાં ફરવા માટેની સૌથી સુંદર જગ્યાઓમાંની આ એક જગ્યા છે. અહીં આવતાની સાથે મનને પણ એક અનોખી શાંતિ મળે છે.
ADVERTISEMENT

પંચ પાંડવ વૃક્ષઃ
ખજિયાર તળાવની આજુબાજુના ઘટાદાર જંગલોની અંદર, પંચ પાંડવ વૃક્ષ જોવા માટેનું એક વિશિષ્ટ સ્થાન છે. આ ઝાડમાં 6 ડાળીઓ છે અને સ્થાનિકો એવું માને છે કે તે 5 પાંડવો અને દ્રૌપદીનું પ્રતિનિધિત્વ કરે છે. પંચ પાંડવ વૃક્ષ એક ગેસ્ટ હાઉસની નજીક સ્થિત છે, જે દૂરનાં ગામો તરફ છે.
ADVERTISEMENT
સુભાષ બાઓલીઃ
ડલહૌઝીથી માત્ર 1 કિમી અને ખજિયારથી આશરે 32 કિમી દૂર સુભાષ બાઓલી ઉંચા દેવદારના વૃક્ષો વચ્ચે એક સુંદર સ્થળ છે. તેનું નામ પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝના નામ પર રાખવામાં આવ્યું છે. બરફથી ઢંકાયેલ હિમાલય અને અન્ય પર્વતમાળાઓના મનોહર દૃશ્યોને અહીં આપ અદભુત રીતે નિહાળી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો