બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / Mini Pavagadh is located here in Gujarat, stone bell on Sheila, Mataji has given two signs.

દેવદર્શન / ગુજરાતમાં અહીં આવેલું છે મિની પાવાગઢ, શીલા ઉપર પથ્થર ટકરાતા ઘંટારવ, માતાજીએ આપી છે બે નિશાનીઓ

Vishal Khamar

Last Updated: 07:18 AM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાકાળી માતાજીની પૂજાનું વિશેષ મહત્વ છે. સાબરકાંઠા જીલ્લાના સાબલીમાં મહાકાલી માતાજીના મંદિરે આસ્થાનો એક પથ્થર છે. જે પથ્થર પર બીજા પથ્થરથી પ્રહાર કરીએ તો ઘંટારવ જેવો ધ્વનિ ઉત્પન્ન થાય છે. દુખિયાના દુઃખ દૂર કરતા સાબલીમાં બિરાજમાન મહાકાળી માતાજીના મંદિરે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે. અને માતાજી દરેક ભાવિકો પર આશીર્વાદ વરસાવે છે.

  • અરવલ્લીની ગિરિમાળાઓમાં સાબલી ગામે બિરાજમાન મહાકાલી માં 
  • સાબલીમાં માતાજીએ વિસામો કર્યો હોવાની દંતકથા 
  • માતાજીના વિસામા વખતની બે નિશાનીઓ 

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખેડૂત રસિયા રોડ પર અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે હિંમતનગરથી 28 કિલોમીટર દૂર ઇડર તાલુકામાં પ્રતાપગઢ સાબલી ગામે મહાકાલી માતાજી ડુંગર પર બિરાજમાન છે. પાવાગઢનો 1000 વર્ષ પહેલાનો ઇતિહાસ છે કહેવાય છે કે જ્યારે પાવાગઢમાં પતાઇ રાજાએ માતાજીને કૃદષ્ટિથી જોતા માતાજી ત્યાંથી નીકળી ગયા ત્યારે પ્રતાપગઢ સાબલીમાં ડુંગર પર વિસામો કર્યો હોવાની દંતકથા પ્રચલિત છે.  માતાજીના વિસામા વખતની બે નિશાનીઓ છે. એક પથ્થરમાંથી બે ભાગ કરવામાં આવ્યા છે જેમાં એક પથ્થરમાં ઘંટરાવ ઝાલરનો અવાજ આવે છે. અને બીજી નિશાની.. ગુફાની અંદર માતાજીની મૂર્તિ પાછળ માતાજીની ચક્ષુ વાળો પત્થર છે. 

માતાજીના મંદિરે રવિવાર,મંગળવાર અને પૂનમ ભરવાથી લોકોને માનતાઓ પૂરી થવાની માન્યતા છે. મહાકાલી માના મંદિરની ટોચ પર ચમત્કારિક પથ્થરની શીલાને બીજા પથ્થરથી ખખડાવીએ ત્યારે તેમાંથી મંદિરના ઘંટનાદ જેવો રણકાર થાય છે. ભાવિકો મંદિરે દર્શન કર્યા બાદ શીલા પર બીજા પથ્થરથી ટકરાવ કરી ચમત્કારીક રણકાર સાંભળી ધન્ય થાય છે. બીજી એક દંતકથા એવી છે કે ઈડરના રાજાના દીકરા પ્રતાપસિંહના નામથી પ્રતાપગઢ વસેલું છે અને એ વખતે માતાજી પ્રગટ થયેલા છે. કહેવાય છે કે માતાજી પાસે પ્રમાણ માંગતા માતાજીએ પથ્થરમાંથી ઘંટ ઝાલરનો અવાજ સંભળાવ્યો હતો.

મંદિરે આવતા દર્શનાર્થીઓના માતાજીના દર્શન માત્ર કરવાથી દુઃખ દૂર થાય છે. પુનમ, મંગળવાર અને રવિવાર ભરવાથી ભાવિકોની અનેક મનોકામના પૂર્ણ થાય છે. માતાજીએ ઘણા નિસંતાનોને ઘરે પારણા બાંધ્યા છે.  ભાવિકો પોતાની મનોકામના પૂર્ણ થાય ત્યારે માતાજીનો છતર ચડાવે છે. જેમના ઘરે પારણુ બંધાય તેવા દંપતિ પેંડા, ગોળ, ફ્રુટ અને સાકરમાં પોતાના સંતાનને તોલી પોતાની માનતા પૂર્ણ કરે છે. 

માતાજી ડુંગર પર બિરાજમાન છે અને પગથિયાથી ઉપર આવીને નીચે આવેલી ગુફામાં મહાકાલી માં બિરાજમાન છે. માતાજીની બાજુમાં ભૈરવદાદાની મૂર્તિ સ્થાપિત છે. ગુજરાત અને ગુજરાત બહારથી હજારોની સંખ્યામાં ભક્તો માતાજીની માનતાઓ પૂર્ણ કરવા મંદિરે આવે છે.  અરવલ્લીની ગિરિમાળાઓની ઉપરથી ગુહાઈ ડેમનો સુંદર રમણીય નજારો દ્રશ્યમાન થાય છે. ડુંગર પર અરવલ્લીની ગિરિમાળાના શિખરે બિરાજમાન મહાકાલી માં અને નીચે ગુફામાં માતાજીનું તેજોમય સ્વરૂપ શ્રધ્ધાળુઓને દર્શન આપે છે. 

શીલામાંથી માત્ર બે જ શીલામાં રણકાર આવતો હોવાની વાત પ્રસરતા શ્રદ્ધાળુઓનો પ્રવાહ ચાલુ થયો 
ભાવિકો માતાજીના મંદિરે પશુ માટે પણ બાધા રાખતા હોય છે. પશુઓ બીમાર પડે ત્યારે માતાજીની બાધા રાખવાથી પશુઓ સાજા થાય છે. ભાવિકો પોતાના દુઃખ દર્દ અને અન્ય સમસ્યાના હલ માટે માતાજીની આરાધના અને દર્શન કરી પોતાના સમાધાન મેળવી ધન્ય થાય છે. સાબલી ગામના ડુંગર પર મોટી મોટી અનેક પથ્થરની શીલાઓ આવેલી છે. બધી શીલામાંથી માત્ર બે જ શીલામાં રણકાર આવતો હોવાની વાત પ્રસરતા શ્રદ્ધાળુઓનો પ્રવાહ ચાલુ થયો અને તે અવિરત ચાલુ જ છે. 

ખેડૂતો પણ પોતાની ખેતીના દરેક કામ કરતા પહેલા માતાજીના ચરણે આવી આશીર્વાદ મેળવે 
મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરનો વિકાસ કરાયો અને ધીરે ધીરે મંદિરનો વિકાસ પણ થઈ રહ્યો છે. અનેક શ્રદ્ધાળુઓ મંદિરે દર્શનાર્થે આવે છે. રવિવાર મંગળવાર અને પૂનમે ભાવિકો માતાજી ધામ સાવલીમાં દર્શન કરવાનું ચૂકતા નથી. માતાજીમાં અતૂટ શ્રદ્ધા રાખતા ખેડૂતો પણ પોતાની ખેતીના દરેક કામ કરતા પહેલા માતાજીના ચરણે આવી આશીર્વાદ મેળવે છે. અને માતાજી દરેક ભાવિકો પર પોતાના આશીર્વાદ વરસાવતા રહે છે. 

કાળી ચૌદશે માતાજીના દર્શનનું ખૂબ મહાત્મ્ય
છેલ્લા ચાર વર્ષમાં મંદિરના ટ્રસ્ટ દ્વારા રોડ અને લાઈટની વ્યવસ્થા કરી .ડુંગર પર ચડવા માટે રેલીંગ પણ બનાવવામાં આવી છે. દૂરથી આવતા શ્રદ્ધાળુઓના રાત્રી રોકાણ માટે ધર્મશાળા બનાવવાનુ કામ પણ ચાલુ છે. માતાજીને સુખડીનો પ્રસાદ વિશેષ પ્રિય છે એટલે મોટી સંખ્યામાં ભાઈ ભક્તો માતાજીને સુખડીની પ્રસાદી ધરાવે છે. કાળી ચૌદશે માતાજીના દર્શનનું ખૂબ મહાત્મ્ય છે..મંદિરે થતા હોમ હવનના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. ભાવિકો પૂનમના દિવસે મહાપ્રસાદના ભોજનનો ખાસ લ્હાવો લે છે. 

સંતાન પ્રાપ્તિ માટે ભક્તોની આસ્થામાં વધારો થઈ રહ્યો છે
મીની પાવાગઢ મહાકાલી માના દર્શન કરી ભાવિકો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. સંતાન પ્રાપ્તિ માટે ભક્તોની આસ્થામાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ મહાકાલી માં પોતાના પરચાઓ મંદિરની બાજુમાં આવેલી વિરાટ પથ્થરની શીલાઓમાંથી પણ આપી રહ્યા છે. સાબલી ધામમાં દિનપ્રતિદીન ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે અને માતાજીનો મહિમા પણ અપરંપાર છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ