બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Mineral mafias out of control in Gujarat, must be brought under control at the earliest, otherwise they will eat up the earth and nature.

મહામંથન / ગુજરાતમાં ખનિજ માફિયાઓ આઉટ ઓફ કન્ટ્રોલ, વહેલી તકે કાબુમાં લઈ લેવા જરુરી, નહીંતર કોરી ખાશે ધરતી અને પ્રકૃતિને

Vishal Khamar

Last Updated: 09:48 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા સમયથી ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. ત્યારે સરકાર દ્વારા ખનીજ માફિયાઓને અંકુશમાં લાવવા કાર્યવાહિ થાય છે. તેમજ કરોડોનો દંડ ફટકારવામાં આવે છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખનીજ માફિયાઓ બેફામ છે. નિરંકુશ ખનીજ માફિયા ઉપર અંકુશ લગાવવાના અનેક પ્રયાસ થાય છે, સંનિષ્ઠ પ્રયાસ પણ થાય છે પરંતુ કોણ જાણે કેમ તેમની દાદાગીરી ડગલે ને પગલે આપણી સામે આવી જ જાય છે. ખનીજ માફિયા વિરુદ્ધ રેડ પડે છે કાર્યવાહી થાય છે, લાખો કરોડોનો દંડ ફટકારાય છે પછી થોડા દિવસ પછી ફરી મીડિયામાં અહેવાલો પ્રસારીત થાય છે કે આ જગ્યાએ આટલી રેતી ચોરી ઝડપાઈ, આ જગ્યાએ ફરી ખનન ઝડપાયું. સ્થિતિ એવી આવીને ઉભી છે કે ખનીજ માફિયાઓને કારણે સરકારની રોયલ્ટીને તો નુકસાન થાય જ છે પરંતુ હવે સ્થાનિકો, તેમના ઘર, પ્રાચીન વિરાસતો પણ ખનીજ માફિયાઓથી સુરક્ષીત નથી. તાજેતરમાં સૂરજદેવળ પાસે ખનીજ માફિયાઓનું ગેરકાયદે ખોદકામ કે પછી ગોમા નદી પાસે થઈ રહેલું ગેરકાયદે ખોદકામ તેના તાજા ઉદાહરણ છે.. થોડા સમય પહેલા ખેડાના દનાદરામાં ગેરકાયદે બ્લાસ્ટિંગથી સ્થાનિકોના મકાનને કેટલું  નુકસાન પહોંચ્યું તે કોઈનાથી અજાણ નથી. આટલી હદ સુધીની નુકસાનીની ભરપાઈ કોણ કરશે. નિરંકુશ ખનિજ માફિયાઓની બેફામ દાદાગીરી આખરે અટકે તો કેવી રીતે અટકે.

  • રાજ્યમાં ખનીજ માફિયાઓ નિરંકુશ થઈ રહ્યા છે?
  • ગેરકાયદે ખનન સામે રોકટોક નથી રહી
  • ખનીજ માફિયાઓથી હવે સ્થાનિકોને પણ પરેશાની થવા લાગી છે

રાજ્યમાં ખનીજ માફિયાઓ નિરંકુશ થઈ રહ્યા છે? ગેરકાયદે ખનન સામે રોકટોક રહી નથી. ખનીજ માફિયાઓથી હવે સ્થાનિકોને પણ પરેશાની થવા લાગી છે. ગેરકાયદે ખનન એટલું વધ્યું છે કે આપણો પ્રાચીન વારસો પણ સલામત નથી.  હેરીટેજ સાઈટ પણ ખનને કારણે સલામત રહી નથી. ગેરકાયદે બ્લાસ્ટિંગથી સ્થાનિકોના ઘરને નુકસાન પહોંચ્યાના બનાવ બને છે. ખનીજ માફિયાઓ બાતમી આપનારા ઉપર હુમલો પણ કરે છે. અધિકારીઓની રેડની માહિતી પણ ખનીજ માફિયા સુધી પહોંચી જાય છે. મોટેભાગે દાખલારૂપ દંડનીય કાર્યવાહી થતી નથી.

  • જૂના સૂરજદેવળ મંદિર પાસે બેરોકટોક ખનન થઈ રહ્યું છે
  • આ મંદિર પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત છે
  • જે જગ્યા પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત હોય ત્યાં ચોક્કસ માર્ગદર્શિકા હોય છે

સૂરજદેવળ પાસે શું થઈ રહ્યું છે?

જૂના સૂરજદેવળ મંદિર પાસે બેરોકટોક ખનન થઈ રહ્યું છે. આ મંદિર પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત છે. જે જગ્યા પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત હોય ત્યાં ચોક્કસ માર્ગદર્શિકા હોય છે. માર્ગદર્શિકા મુજબ 500 મીટરના વિસ્તારમાં બાંધકામ કે ખોદકામ ન થઈ શકે. ખનીજ માફિયા મંદિર પાસે જ મોટાપાયે બ્લાસ્ટ કરી રહ્યા છે. ખનન નહીં અટકે તો મંદિરને ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે. અનેક રજૂઆત છતા ખનન માફિયા વિરુદ્ધ કાર્યવાહી થતી નથી.

  • થોડા સમય પહેલા ખેડાના દનાદરામાં ખનન માફિયાનો ત્રાસ સામે આવ્યો
  • દનાદરા અને થોડવાડ વિસ્તારમાં ગેરકાયદે ખનન થતું હતું
  • R&Bના રિપોર્ટમાં વેગન બ્લાસ્ટથી સ્થાનિકોના મકાનને નુકસાન થયાનો દાવો
  • VTV NEWSના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું

ખેડામાં ખનન માફિયાનો ત્રાસ

થોડા સમય પહેલા ખેડાના દનાદરામાં ખનન માફિયાનો ત્રાસ સામે આવ્યો છે.  દનાદરા અને થોડવાડ વિસ્તારમાં ગેરકાયદે ખનન થતું હતું. R&Bના રિપોર્ટમાં વેગન બ્લાસ્ટથી સ્થાનિકોના મકાનને નુકસાન થયાનો દાવો કરાયો છે. આસપાસની ખેતીને પણ ડસ્ટને કારણે નુકસાન થઈ રહ્યું છે. GPCBએ તત્કાલિન સમયે કોઈ જ દાખલારૂપ કાર્યવાહી કરી નથી. VTV NEWSના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું.

  • ખનન માટે સરકાર કાયદેસર લીઝ આપે છે
  • કાયદેસર લીઝ હોય તેની સરકારને આવક થાય છે
  • ગેરકાયદે ખનનથી સરકાર સુધી આવકનો યોગ્ય સ્ત્રોત પહોંચતો નથી

નુકસાનીની ભરપાઈ કેવી રીતે થશે?

ખનન માટે સરકાર કાયદેસર લીઝ આપે છે. કાયદેસર લીઝ હોય તેની સરકારને આવક થાય છે. ગેરકાયદે ખનનથી સરકાર સુધી આવકનો યોગ્ય સ્ત્રોત પહોંચતો નથી. ખનન ગેરકાયદે હોય એટલે આસપાસની જમીનને નુકસાન પહોંચે છે. ખેડાના દનાદરામાં ગેરકાયદે બ્લાસ્ટિંગથી મકાનોને નુકસાન થયું. થાનગઢમાં જૂના સૂરજદેવળ મંદિર ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું છે. ઓરસંગ નદીમાં ગેરકાયદે ખનનથી નદી 20 ફૂટ ઊંડી થઈ ગઈ છે. નદીના તળ નીચે જતા આસપાસના કૂવા અને બોર નિષ્ફળ ગયા છે. થોડા વર્ષ પહેલા કામરેજ પાસે તાપી નદીમાં ગેરકાયદે ખનન થતું હતું. તાપી નદી પાસેના ખનનથી આસપાસની જમીનનું ધોવાણ થયું. ખોલેશ્વર વિસ્તારમાં ફાઈબર બોટથી માછીમારોની જાળને પણ નુકસાન થયું. કાલોલ પાસે ગોમા નદીમાં ગેરકાયદે ખનન થઈ રહ્યું છે. ગોમા નદી પાસેના ખનનથી નજીકના સ્મશાનગૃહ ઉપર જોખમ છે. ગોમા નદી પાસે આવેલા મંદિર ઉપર પણ જોખમ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ