બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Millions of rupees showered on Mohammed Shami before the final match of the World Cup, know the whole matter

World Cup 2023 / વર્લ્ડકપની ફાઇનલ મેચ પહેલાં જ મોહમ્મદ શમી પર કરોડો રૂપિયાનો વરસાદ, જાણૉ સમગ્ર મામલો

Megha

Last Updated: 09:44 AM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપમાં શમીના આ પ્રદર્શનને કારણે ઘણી કંપનીઓએ તેને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઈન કરવાની ઓફર કરી છે. એવામાં શમીએ તેની એન્ડોર્સમેન્ટ ફી વધારી દીધી છે.

  • આજે અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાશે
  • બોલર મોહમ્મદ શમી પર ફાઈનલ પહેલા જ પૈસાનો વરસાદ થઈ રહ્યો છે
  • શમીએ તેની એન્ડોર્સમેન્ટ ફી વધારી દીધી છે

વર્લ્ડ કપ 2023નો અંતિમ તબક્કો આવી ગયો છે. આજે અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાશે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં એક પણ મેચ હારી નથી અને તેની પાછળનું એક મહત્વનું કારણ છે મોહમ્મદ શમી. શમીએ શાનદાર બોલિંગ કરીને માત્ર 6 મેચમાં 23 વિકેટ લીધી છે. આ વર્લ્ડ કપમાં મહત્તમ વિકેટ લેવાની બાબતમાં શમી અગ્રેસર છે. હવે તેની આ જ શાનદાર રમતના કારણે શમી પર ફાઈનલ પહેલા જ પૈસાનો વરસાદ થઈ રહ્યો છે.

શમીએ તેની એન્ડોર્સમેન્ટ ફી વધારી દીધી છે
વર્લ્ડ કપમાં શમીના આ પ્રદર્શનને કારણે ઘણી કંપનીઓએ તેને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઈન કરવાની ઓફર કરી છે. એવામાં શમીએ તેની એન્ડોર્સમેન્ટ ફી પણ વધારી દીધી છે. પહેલા શમી  ડીલ દીઠ રૂ. 40-50 લાખ હતી, પરંતુ વર્લ્ડ કપ પછી તે બમણી થઇને રૂ. 1 કરોડ થઇ ગઇ છે. શમીના પહેલાથી જ PUMA, Hero MotoCorp, Byju's અને CEAT સહિતની ઘણી કંપનીઓ સાથે કરાર છે.

કંપનીઓની લાઈન લાગી 
શમીએ વર્લ્ડ કપ 2023 પહેલા બે કંપનીઓ સાથે કરાર કર્યા હતા, જેમાં એનર્જી ડ્રિંક્સની સાથે હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ પણ સામેલ હતી. હવે સ્થિતિ એવી છે કે શમીએ વિચારવું પડશે કે કઈ એડ સાઈન કરવી.

વિશ્વ કપમાં શમીનું શાનદાર પ્રદર્શન તેની એન્ડોર્સમેન્ટ ફી વધારવામાં મુખ્ય ભૂમિકા ધરાવે છે. તેઓએ ટુર્નામેન્ટમાં ઘણા મોટા નામોને પેવેલિયનમાં મોકલ્યા, જેમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ, ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર અને દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાનો સમાવેશ થાય છે.

શમીની એન્ડોર્સમેન્ટ ફીમાં વધારા સાથે ભારતીય ક્રિકેટરોની એન્ડોર્સમેન્ટ ફીમાં પણ વધારો થવાની ધારણા છે. શમી પછી અન્ય ભારતીય ક્રિકેટરો માટે પણ કંપનીઓ વચ્ચે ટક્કર થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ