બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Military rulers commit genocide in Myanmar fire kills 29 civilians

હત્યાકાંડ / મ્યાનમારમાં સૈન્ય શાસકોએ કર્યો નરસંહાર, બૌદ્ધ મઠ પર ફાયરિંગ કરી 29 નાગરિકોને મારી નાખ્યા, માથાના ભાગે મારી ગોળીઓ

Vikram Mehta

Last Updated: 04:12 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મ્યાનમારમાં વિદ્રોહી સમૂહ અને સેના સમર્થિતોએ એકબીજા પર નરસંહાર કરવાના આરોપ મુક્યા છે. મઠમાં ત્રણ ભિક્ષુકો સહિત 29 લોકોના મૃત્યુ થયા છે.

  • મઠમાં ત્રણ ભિક્ષુકો સહિત 29 લોકોના મૃત્યુ.
  • વિદ્રોહી સમૂહ અને સેના સમર્થિતોએ એકબીજા પર આરોપ મુક્યા.
  • સુધીમાં કુલ 22 મૃતદેહ જપ્ત કરવામાં આવ્યા છે.

મ્યાનમારના દક્ષિણ શાન રાજ્યમાં શનિવારના રોજ એક મઠમાં ત્રણ ભિક્ષુકો સહિત 29 લોકોના મૃત્યુ થયા છે. ફોટોઝમાં જોવા મળી રહ્યું છે કે, ગામના મઠના પ્રવેશ દ્વાર પાસે લોહીથી લથપથ બે શબ પડ્યા છે, જેમાં ત્રણ ભિક્ષુક છે. મઠની સામે પણ ગોળીઓના નિશાન હતા. વિદ્રોહી સમૂહ અને સેના સમર્થિતોએ એકબીજા પર નરસંહાર કરવાના આરોપ મુક્યા છે. 

સરકાર વિરોધી KNDFએ ફોટોઝનું વેરિફિકેશન કર્યું

મ્યાનમાર નાઉના રિપોર્ટ અનુસાર આ મહિનાની શરૂઆતમાં સાગૈંગ ક્ષેત્રના મ્યિનમુ ટાઉનશીપમાં જૂન્ટા સૈનિકોએ 17 ગ્રામજનોની હત્યા કરી તેના થોડા સપ્તાહ બાદ આ ઘટના થઈ છે. શનિવારના રોજ નત્રેઈન્ટ ગામમાં આ ઘટના સર્જાઈ છે. આ ફોટોઝમાં પીડિતોના શરીર પર બંદૂકની ગોળીના નિશાન જોવા મળી રહ્યા છે. 

KNDFના પ્રવક્તા અનુસાર અત્યાર સુધીમાં કુલ 22 મૃતદેહ જપ્ત કરવામાં આવ્યા છે તથા ઘટનાસ્થળ પર અન્ય 7 લોકોના મૃતદેહ હોઈ શકે છે. સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, મઠની પાછળ સાત મૃતદેહ છે, જે જપ્ત કરવામાં આવ્યા નથી. 

સૈન્ય નેતા મિન આંગ હલિંગ સત્તા પર કબ્જો કર્યો ત્યારબાદથી મ્યાનમારમાં રાજનૈતિક હિંસા થઈ રહી છે. આ કારણોસર કાર્યશીલ લોકતંત્ર બનવાની સંભાવના જોવા મળી રહી નથી. 

મ્યાનમારમાં ક્રૂર સૈન્ય કાર્યવાહી

સત્તાપલટ પછી લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ક્રૂર સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં નાગરિકોને રસ્તાઓ પર ગોળીઓ મારવામાં આવી રહી છે. મ્યાનમારના જૂન્ટા પ્રવક્તા મેજર જનરલ જૉ મિન તુને આરોપોને નકારી દીધા છે અને જણાવ્યું છે કે, તે સેનાની જવાબદારી હતી. 

મ્યાનમારના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ લાઈટમાં જણાવવામાં આવ્યું છે કે, આતંકવાદી સમૂહને કારણે કરેન નેશનલ પોલીસ ફોર્સ, પીપલ્સ ડિફેન્સ ફોર્સ અને કરેની નેશનલ પ્રોગ્રેસિવે મઠમાં હિંસક કાર્યવાહી કરી છે. 

કેએનપીપી જાતીય સમૂહોને એકજૂથ કરનાર તંત્ર એડવોકેસી ગૃપ આસિસ્ટન્સ એસોસિએશન પોર પોલિટિકલ પ્રિઝનર્સ (AAPP) અનુસાર સત્તાપલટ બાદ મ્યાનમારમાં જૂન્ટા સૈનિકોએ ઓછામાં ઓછા 2,900 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે અને 17,500થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

સત્તાપલટના પરિણામસ્વરૂપે મ્યાનમારમાં લાંબા સમયથી જાતીય મિલિશિયા સાથે સંબંધિત સેના અને વિરોધી સમૂહો વચ્ચેની લડાઈમાં વધારો થયો છે, દાયકાઓથી આ પ્રકારે ચાલી રહ્યું છે. વિરોધી સમૂહોએ મ્યાનમારની સેના પર સામૂહિક હત્યાઓ, હવાઈ હુમલા અને નાગરિકો સામે યુદ્ધ અપરાધને અંજામ આપવાનો આરોપ મુક્યો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

29 people killed Beggar Death Myanmar Myanmar Militry myanmaar Crime News massacre
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ