બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / MI vs KKR: Venkatesh Iyer's smash at Wankhede, fastest century of IPL 2023 against Mumbai

ઐયરનો ધડાકો / ટીમ ઈન્ડીયામાંથી કપાયું પત્તું, KKRએ છોડ્યો સાથ, ફટકારી IPLની સૌથી ઝડપી સદી, ટીકાકારોનું કર્યું મોં બંધ

Pravin Joshi

Last Updated: 05:55 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023માં બીજી સદી ફટકારવામાં આવી છે. હેરી બ્રુક બાદ હવે કોલકાતાના બેટ્સમેન વેંકટેશ ઐયરે IPL 2023માં મુંબઈ સામે સદી ફટકારી છે. વાનખેડેના ઐતિહાસિક મેદાન પર અય્યરે આ યાદગાર ઇનિંગ રમી હતી.

  • વાનખેડેમાં વેંકટેશ ઐયરની શાનદાર બેટિંગ
  • મુંબઈ સામે IPL 2023 ની સૌથી ઝડપી સદી ફટકારી
  • વેંકટેશ ઐયરે માત્ર 49 બોલમાં પૂરી કરી સદી

મુંબઈના ઐતિહાસિક વાનખેડે મેદાન પર કોલકાતા અને મુંબઈ વચ્ચે રમાઈ રહેલી મેચમાં વેંકટેશ અય્યરે શાનદાર સદી ફટકારી છે. તેણે આ સદી માત્ર 49 બોલમાં પૂરી કરી હતી. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. આ તેની IPL કારકિર્દીની પ્રથમ સદી છે, IPL 2023ની વાત કરીએ તો તે બીજી સદી છે. આ પહેલા હેરી બ્રુકે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સદી ફટકારી હતી.

IPL 2023 ની સૌથી ઝડપી સદી

IPL 2023ની આ સૌથી ઝડપી સદી છે. વેંકટેશે માત્ર 49 બોલમાં 100 રન પૂરા કર્યા અને તેણે આ સિઝનમાં સૌથી ઝડપી સદી ફટકારવાના હેરી બ્રુકના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો. બ્રુકે 100 રન માટે 55 બોલનો સામનો કર્યો હતો. અય્યર 51 બોલમાં 104 રનની તોફાની ઇનિંગ રમીને આઉટ થયો હતો. તે 18મી ઓવરમાં જેન્સનના હાથે રિલે મેરેડિથના હાથે કેચ આઉટ થયો હતો.

વેંકટેશ શાનદાર ફોર્મમાં

IPL 2023 વિશે વાત કરીએ તો, વેંકટેશ અય્યર ખૂબ જ ટચમાં જોવા મળી રહ્યો છે. તેણે 5 મેચની 5 ઇનિંગ્સમાં 46.80ની એવરેજ અને 170.80ની શાનદાર સ્ટ્રાઇક સાથે બેટિંગ કરીને 234 રન બનાવ્યા છે. આ સાથે તેણે શિખર ધવનના 233 રનને પાછળ છોડીને ઓરેન્જ કેપ કબજે કરી લીધી છે. મેચની વાત કરીએ તો ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ કોલકાતાની શરૂઆત સારી રહી ન હતી અને માત્ર 11 રનમાં તેની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ તે પછી બેટિંગ કરવા ઉતરેલા વેંકટેશ અય્યરે ગુરબાજ સાથે મળીને 46 રન જોડ્યા અને કોલકાતાને વાપસી કરાવી. જો કે, કોલકાતા નિયમિત અંતરે વિકેટ ગુમાવી રહ્યું હતું, પરંતુ વેંકટેશ અય્યરે બીજા છેડેથી શાનદાર સદી ફટકારી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ