બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / MG Muthoot, chairman of the country's renowned NBFC Muthoot Finance Group

અવસાન / દેશની જાણીતી NBFC મુથૂટ ફાઇનાન્સ ગ્રુપના અધ્યક્ષ એમ.જી મુથુટનું નિધન, 71 વર્ષે લીધા અંતિમ શ્વાસ

Published By: Shyam

Last Updated: 12:21 AM, 6 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય બહુરાષ્ટ્રીય મુથૂટ જૂથના અધ્યક્ષ એમ.જી. જ્યોર્જ મુથૂટનું શુક્રવારે દિલ્હીમાં 71 વર્ષની વયે અવસાન થયું હતું.

  • મુથૂટ ફાઇનાન્સના અધ્યક્ષનું અવસાન 
  • MG મુથૂટનું દિલ્હીમાં નિવાસસ્થાને સીડી પરથી પડી જતાં અવસાન 
  • ૭૧ વર્ષની ઉંમરે થયું નિધન

મહત્વનું છે કે મુથૂટ ફાઇનાન્સ દેશમાં ફાઇનાન્સ ક્ષેત્રે મોટું નામ ધરાવે છે, અને આ ગ્રૂપના અધ્યક્ષ જ્યોર્જનું નામ દેશના જાણીતા બિઝનેસ ટાયકૂનમાંનું એક માનવામાં આવતું હતું. મળતી માહિતી મુજબ તે મકાનની સીડી પરથી નીચે પડી ગયા હતા. જે બાદ તેને દિલ્હીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો.

મુથૂટ ફાઇનાન્સ પ્રમુખ NBFCમાં નામના ધરાવે છે

કેરળમાં 2 માર્ચ 1949 ના રોજ જન્મેલા, જ્યોર્જની આગેવાની હેઠળના મુથૂટ ગ્રુપની મુખ્ય કંપની મુથૂટ ફાઇનાન્સ લિમિટેડ, એનબીએફસીમાં દેશની સૌથી મોટી ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપની બની ગઈ હતી. આજે ભારતના સંખ્યાબદ્ધ શહેરો અને ગામડાઓમાં આ કંપની તેની વ્યાપક પહોંચ બનાવી ચૂકી છે અને આ ક્ષેત્રની NBFCમાં એક પ્રમુખનું સ્થાન મેળવી ચૂકી છે. 2020 માં, જ્યોર્જને ફોર્બ્સ એશિયા મેગેઝિનમાં 26 મા સૌથી ધનિક વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવ્યા અને તેને દેશના સૌથી ધનિક મલયાલી વ્યક્તિ તરીકેનો ખિતાબ પણ મેળવી ચૂક્યા હતા.

મહત્વનું છે કે એમ.જી.જ્યોર્જ મુથૂટ મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ હતા. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ઘણા એક્ઝિક્યુટિવ મેનેજમેન્ટ અભ્યાસક્રમોમાં હાજરી આપી હતી. તે નાની ઉંમરે કૌટુંબિક વ્યવસાય મુથૂટ જૂથમાં જોડાયા અને 1979 માં તેના મેનેજિંગ ડિરેક્ટર બન્યા. 1993 માં, તેમણે જૂથના અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

MG Muthoot george Muthoot finance એમ.જી મુથુટ muthoot

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ