બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અંબાબાલ પટેલના વર્તારા, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આ દિવસથી ભારે વરસાદ, ગ્રહ વક્રી જવાબદાર

photo-story

7 ફોટો ગેલેરી

વરસાદની આગાહી / અંબાબાલ પટેલના વર્તારા, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આ દિવસથી ભારે વરસાદ, ગ્રહ વક્રી જવાબદાર

Last Updated: 02:11 PM, 19 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈ મોટી આગાહી કરી છે, જેમાં તેઓએ ગ્રહોની ચલાચલના આધારે જુલાઈના અંતમાં ધમાકેદાર વરસાદની શક્યતા દર્શાવી છે.

1/7

photoStories-logo

1. અત્યાર સુધી સરેરાશ 50 ટકા જેટલો વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 50 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. આજે ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને કેટલીક જગ્યાએ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે, જુલાઈના અંત સુધીમાં ફરી એકવાર ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે, જેમાં મુશળધાર વરસાદ પડવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. આજે બુધ ગ્રહ વક્રી સ્થિતિમાં હોવાથી વરસાદી ઝાપટાની સંભાવના

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આજે બુધ ગ્રહ વક્રી સ્થિતિમાં હોવાથી વરસાદી ઝાપટાની સંભાવના છે. તદુપરાંત, આ સમયગાળામાં નક્ષત્રોમાં ફેરફાર થઈ રહ્યો છે. સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ થવાથી આ વરસાદ કૃષિ માટે અનુકૂળ ગણાય છે. આ પરિસ્થિતિમાં હાલનો વરસાદ પાકના ઉગાવા માટે લાભદાયી સાબિત થશે. જો આગામી દિવસોમાં વધુ વરસાદ થાય તો ખેડૂતોએ વરાપ કર્યા પછી આંતર ખેડ કરવી જોઈએ, જે પાકની વૃદ્ધિ માટે ઉત્તમ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. 23 તારીખે બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા

23 તારીખે બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા છે. તેના પરિણામે બંગાળના ઉપસાગરમાંથી છત્તીસગઢ અને પૂર્વ મધ્ય પ્રદેશ સુધી વરસાદી પ્રવાહ વિસરણ પામશે, જે આગળ જઈને પૂર્વ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદનું કારણ બનશે. આ ઉપરાંત, તારીખ 21 થી 23 જુલાઈ દરમિયાન સમગ્ર વિસ્તારમાં હવામાનમાં મહત્વપૂર્ણ પલટો જોવા મળશે. આ અવધિ દરમિયાન ગરમીમાં ઘટાડો અને વાતાવરણમાં ભેજના પ્રમાણમાં વધારો થવાને કારણે વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. 26 જુલાઈથી 29 જુલાઈ વચ્ચે ભારે વરસાદની સંભાવના

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરના પ્રભાવથી સમગ્ર પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં 26 જુલાઈથી 29 જુલાઈ વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળામાં મુશળધાર વરસાદ પણ પડી શકે છે, જે જનજીવનને અસર કરી શકે છે. વાવાઝોડાની અસરથી હવામાનમાં તીવ્ર બદલાવ થવાની સંભાવના છે, તેથી લોકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠાની શક્યતા

ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠાની શક્યતા રહેલી છે. ખાસ કરીને સાબરકાંઠા, પંચમહાલ અને આસપાસના વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. બીજી બાજુ, કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે. આવા સમયે ખેડૂતો માટે અતિ જરૂરી છે કે તેઓ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાકનું સંરક્ષણ કરે અને જરૂરી પગલાં વહેલાં લઇ લે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. દક્ષિણ ચીન સાગરથી બીજું નવું વાવાઝોડું ઊભું થઈ રહ્યું

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ ચીન સાગરથી બીજું નવું વાવાઝોડું ઊભું થઈ રહ્યું છે. આ વાવાઝોડું જેમ જેમ આગળ વધશે, તેમ તેમ તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં પ્રવેશ કરશે. આવતાં દિવસોમાં આ અવશેષો વધુ સક્રિય બની શકે છે, જેના કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ સતત નિરીક્ષણ હેઠળ રાખી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. 6 થી 10 ઓગસ્ટ દરમ્યાન વરસાદનો રાઉન્ડ જોવા મળશે

ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 6 થી 10 ઓગસ્ટ દરમ્યાન વરસાદનો રાઉન્ડ જોવા મળશે. આ સમયગાળામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે, જે ખેડૂતો અને પાણીના સંચય માટે લાભદાયક સાબિત થઈ શકે છે. 15 થી 17 ઓગસ્ટના દરમિયાન પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે, જેના કારણે ગામડાં અને શહેરોમાં પાણી ભરાવા અને પ્રવાહ વધવાની સંભાવના રહેશે. ત્યાર બાદ 19 ઓગસ્ટે વધુ એક મઝબૂત વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.23 ઓગસ્ટ પછી પર્વતાકૃતિ વાળા મેઘ ચડશે, જેના કારણે વિશાળ વિસ્તારમાં વરસાદ થશે અને વાતાવરણ ઠંડકિયાળ રહેશે. આ આગાહીઓને ધ્યાનમાં રાખીને લોકો એતેદયાન રહેવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Surya Pushpa Nakshatra Weather expert Ambalal Patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ