બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પતંગ રસિકોમાં ગડમથલ, હવામાન વિભાગ અને અંબાલાલની આગાહીમાં વિરોધાભાસ
Last Updated: 12:12 PM, 10 January 2025
હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. આગામી સમયમાં ફરીથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટતા ઠંડીનો અનુભવ થશે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે તાપમાન વધશે.
ADVERTISEMENT
ઉત્તરાયણના દિવસે ઠંડીનો થશે અનુભવ
તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેશે. રાજ્યમાં પવનની ગતિ 5 થી 10 કિમી આસપાસની રહેશે. તેમજ ઉત્તરાયણનાં દિવસે ઠંડીનો અનુભવ થશે. તેમજ 14 જાન્યુઆરીનાં પ્રતિ કલાકે 10 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું આગાહી કરી
ADVERTISEMENT
જાન્યુઆરી મહિનામાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આ દરમિયાન હવામાનમાં મોટો પલટો આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી હતી. આગાહી દિવસોની આગાહીને લઇ અંબાલાલે જણાવ્યું હતું કે ઉતરીય પર્વતીય પ્રદેશમાં ઠંડા પવન ફૂંકાતા ઠંડી વધશે. જેમાં પંજાબ, હરિયાણા રાજસ્થાનમાં ઠંડી હવા ફૂંકાશે જેના કારણે પવનના તોફાનો, કરા પડવા સહિતનો અનુભવ થઇ શકે છે.

ADVERTISEMENT
ઉત્તરાયણમાં હવામાનની સ્થિતી
ઉત્તરાયણના તહેવારને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 12 થી 18 જાન્યુઆરી રાજ્યના કેટલાક ભાગોમાં કમાસમી વરસાદ પડી શકે છે. જેમાં તહેવારના બે દિવસોમાં માવઠાની આગાહી તેઓએ કરી હતી. તેઓના કહ્યા મુજબ પૌષ મહિનાની આસપાસ ઉત્તરાયણ આવે છે. એટલે મકરસંક્રાંતિ સવાઈ આવે તો સારું કહેવાય. વદના બીજા દિવસે આવતી હોવાથી સારું રહે. મકરસંક્રાંતિ દિવસે સવારે અમુક વિસ્તારમાં પવનની ગતિ મધ્યમ અથવા મધ્યમથી થોડી વધુ રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ મહેસૂલ વિભાગનો યુટર્ન, આઉટસોર્સિંગથી ક્લાર્કની ભરતીનો આદેશ રદ
ઠંડીથી બચવા શું કરવું ?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.