ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat politics Meeting of Koli samaj leaders with BJP president today

રાજકારણ / ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલના એંધાણ! કોળી સમાજના આ દિગ્ગજ નેતા નારાજ, ગુજરાત ભાજપનું વધ્યું ટૅન્શન

Published By: Kiran

Last Updated: 02:10 PM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિભાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપનું ટૅન્શન વધ્યું છે કેમ કે કોળી સમાજના આ દિગ્ગજ નેતા નારાજ થયા છે. આજે કોળી સમાજના અગ્રણીઓની ભાજપ અધ્યક્ષ સાથે મળશે બેઠક

ADVERTISEMENT

  • સૌરાષ્ટ્ર કોળી સમાજની નારાજગીનો મામલો
  • દેવજી ફતેપરાને બેઠક માટે ન બોલાવાતા નારાજ
  • પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ વ્યક્ત કરી નારાજગી

પાટીદાર સમાજ બાદ, કોળી સમાજ,ઠાકોર સમાજ. દલિત સમુદાયનાં સામાજિક સંમેલન મળી ચુક્યા છે. રાજકોટમાં કુંવરજી બાવળીયા, દેવજી ફતેપરાએ અગાઉ શિયાળાની કડકડતી ઠંડીમાં 'તાપણું' કરી સમાજમાં અંદર ધધકતી આગને ચૂંટણી સુધી એવી જ રાખવા પ્રયત્ન કર્યો છે. જેને લઈને રાજકોટમાં આવું જ એક વધુ સંમેલન કોળી સમાજનું મળ્યું હતું. પરતું આ કોળી સમાજની બેઠકમાં દેવજી ફતેપરાને બેઠક માટે ન બોલાવાતા નારાજગીનો દોર શરૂ થયો છે. 


 

દેવજી ફતેપરાને બેઠક માટે ન બોલાવાતા નારાજ

મહત્વનું છે કે ગુજરાતમાં સત્તા પરિવર્તન થતા કુંવરજી બાવળિયાને મંત્ર પદ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે કુંવરજી બાવળિયાની નારાજગી જોવા મળે છે, આજે કોળી સમાજના અગ્રણીઓની ભાજપ અધ્યક્ષ સાથે બેઠક મળનાર છે, જેમાં કુંવરજી બાવળિયા સહિત અગ્રણીઓ ભાજપ અધ્યક્ષ સાથે બેઠક કરશે, પરતું સૌરાષ્ટ્રમાં 2 જાન્યુઆરીએ કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી જેમાં દેવજી ફતેપરાને બેઠક માટે ન બોલાવાતા દેવજી ફતેપરાએ નારાજગી દર્શાવી હતી અને કહ્યું હતું કે મને એકલો પાડી દેવાનો પ્રયાસ કરવામાં થઈ રહ્યો છે. જે બાદ દેવજી ફતેપરા અલગથી ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને અલગથી મળવા જશે તેવું નિવેદન આપ્યું છે. પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે  કોળી સમાજને પ્રભુત્વ મળે તે માટે બેઠક મળી હતી. બેઠક બાદ ભાજપે કોળી સમાજના નેતાઓને બેઠક માટે બોલાવ્યા હતા. ભાજપ સાથેની બેઠકમાં કુંવરજી બાવળિયા અને તેમના જૂથના અગ્રણીઓ જ જવાના હોવાથી ફતેપરાએ નારાજગી દર્શાવી છે. 



 

કોળી સમાજને પ્રભુત્વ મળે તે માટે મળી હતી બેઠક

વિધાનસભા-2022ની ચૂંટણીનાં સંદર્ભમાં સમાજની સીડીએ ચઢીને ફરી 'ખુરશી ગ્રહણ'નો તખ્તો છેલ્લા બે મહિનાથી જુદા-જુદા સમાજના આગેવાનો ઘડી રહ્યા છે. રાજકોટમાં આવું જ એક વધુ સંમેલન કોળી સમાજનું મળ્યું હતું . રાજ્યના પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા,પૂર્વ સાંસદ દેવજી ફતેપરા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે,મહિના અગાઉ કુંવરજી બાવળીયાએ અમરેલીના જાફરાબાદમાં પણ સમાજનું સંમેલન બોલાવ્યું હતું.આ સંમેલન બાદ તુરત જ કોળી સમાજના મોભી મનાતા,ભાજપના દિગ્ગજ 'સોલંકી' બંધુઓએ પણ રાજુલા-જાફરા બાદનો 'લાકડીયો' પ્રવાસ ગોઠવી નાખ્યો હતો. પ્રવર્તમાન પરિસ્થિતિઓ અને ભાજપના નેતાઓના સમાજ સંપર્ક એ ઇશારા તરફ મજબૂરી અને મજબૂતીથી દોરી જાય છે કે, ચૂંટણી સમય કરતા વહેલી આવી રહી છે.  

 

પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ વ્યક્ત કરી નારાજગી

સૌરાષ્ટ્રમાં સામાજિક સંમેલન થવા નવી વાત નથી,પણ ચૂંટણીનાં મહિનાઓ પહેલા સંમેલનો યોજાવા પાછળ ઘણા ગણિત હોય છે. ખોડલધામમાં પાંચ વર્ષ પહેલા નિર્માણ પામેલા આસ્થાના ધામ માં ખોડલ ધામથી સમાજિક યાત્રાના મંડાણ થયા છે. ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલથી થયા છે. નરેશ પટેલે 2022માં થનારી ચૂંટણીમાં ભાજપ પાસે પાટીદાર મુખ્યમંત્રીની માંગ કરી,ગુજરાતની સ્થિર રાજનીતિના  બે મહિનામાં જ રાજ્યની સરકારનાં 'ચહેરા' અને 'મહોરા' બદલાઈ ગયા. 

કોળી સમાજનું બીજું સંમેલન 

ભાજપના જ પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ પાર્ટી પર નિશાન સાધતા સારા જાહેર કહ્યું કે, ,અમને એ દેખાય છે કે ભાજપ અમને અન્યાય કરે છે. ભાજપ અને કોંગ્રેસ બંને  જાણે છે કે કુંવરજીભાઇ અને દેવજીભાઈ ફતેપરાની  તાકાત શી છે ? આજના સામાજિક વધુ અને બિન રાજકીય એવા સંમેલનમાં નગરસેવક બાબુભાઇ ઉધરેજા, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ નગરસેવકો અને સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને  કોંગ્રેસ-ભાજપના સમાજના  આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.  એક તરફ  ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રનું ખેડાણ કરી, પાર્ટીનો પાયો મજબૂત કરવા કવાયત કરી રહ્યા છે.તો બીજી બાજુ ફતેપરાના નિવેદનથી કમસે કમ સૌરાષ્ટ્રમાં બધું બરાબરનાં હોવાના સંકેત મળી રહ્યા છે. 

વહેલી ચૂંટણીનો ચકરાવો છે સામાજિક સંમેલન ?

ભાજપ.અને પ્રદેશ અધ્યક્ષ પાટીલ ભલે, રાજ્યની અલગ-અલગ સભાઓમાં કહે કે, ચૂંટણી સમયસર થશે. પરંતુ સરકારની ગતિવિધિઓનો ઈશારો અને સામાજિક સંમેલનોથી રાજ્યની જનતાને 'હવામાન'થોડું એ રીતે 'અકળ'લાગે છે કે 'વરતારો'જુદો હશે. દરેક સમાજના  દરેક નેતા અત્યારે જે પક્ષમાં છે તેમાં સામાજિક સંમેલનથી 'એડી-ચોટીનું જોર' લગાવે છે. જો બધું સમુ-સુતરું પાર ઉતરે, તો ઠીક છે, નહિ તો પછી પવન પ્રમાણે પીઠ ફેરવવાની 'સાધ્ય' કલા તો હસ્તગત છે જ. ટૂંક સમયમાં જ આવા વાતાવરણનાં એંધાણ મળશે તેમ પણ લોકમુખે ચર્ચાય છે.   
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Politics Koli samaj leaders Meeting bjp president કોળી સમાજ ગુજરાત ભાજપ ગુજરાત રાજકાણ ભાજપ અધ્યક્ષ Gujarat politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ