બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Meet Viren Merchant, father of Mukesh Ambani's youngest 'bahu' Radhika Merchant, his business is...
ADVERTISEMENT
ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તો દેશ-દુનિયાનું જાણીતું નામ છે પરંતુ તેમના બીજા વેવાઈ બની રહેલા વિરેન મર્ચન્ટ પણ અંબાણીની જેમ બિઝનેસમેન છે. તેમની બંને પુત્રીઓ રાધિકા અને અંજલિ મર્ચન્ટે પણ આ વ્યવસાયમાં એક અલગ નામ કમાવ્યું છે.
The card included a handwritten note shared by Mukesh Ambani and Nita Ambani, which revealed that they have chosen Jamnagar, Gujarat, as the destination because this place is extremely close to their heart.#AnantAmbani #RadhikaMerchant #MukeshAmbani #NitaAmbani #JioCinema pic.twitter.com/OU0UQtO7yn
— Manoranjan Media (@Manoranjan43227) January 13, 2024
ADVERTISEMENT
કોણ છે વિરેન મર્ચન્ટ?
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના સસરા વિરેન મર્ચન્ટ એન્કોર હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ છે. આ ઉપરાંત તેઓ અનેક કંપનીઓના ડાયરેક્ટર પણ છે. તેમાં એન્કોર પોલિફ્રેક્ચર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, એન્કોર બિઝનેસ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ, એન્કોર નેચરલ પોલિમર પ્રાઇવેટ લિમિટેડ, ઝેડવાયડી ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને સૈદન બિઝનેસ સેન્ટર્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
વિરેન મર્ચન્ટની નેટવર્થ 755 કરોડ રૂપિયા
વિરેન મર્ચન્ટને લાઈમલાઈટમાં રહેવું પસંદ નથી. તેઓ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને સમાચારોમાં લાવવા માંગતા નથી. તેમની નેટવર્થ 755 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. વિરેનની પુત્રી અંજલિ મર્ચન્ટ ડ્રાયફિક્સની સહ-સ્થાપક છે, જ્યારે રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડની ડાયરેક્ટર છે.
ADVERTISEMENT
મુકેશ અંબાણીની નેટવર્થ 7 લાખ કરોડથી વધુ
ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીની નેટવર્થ 7 લાખ કરોડથી વધુ છે જ્યારે તેમના વેવાઈ વિરેન મરચન્ટની નેટવર્થ ખાલી 750 કરોડ જ છે. નેટવર્થમાં તો બન્ને વેવાઈઓ વચ્ચે જમીન-આસમાનનો ફર્ક છે પરંતુ છોકરા-છોકરીના પ્રેમથી બન્ને વેવાઈ બની ગયા છે.
ADVERTISEMENT
અનંત અંબાણીના લગ્નની કંકોત્રી વાયરલ
અનંત અંબાણીના લગ્નની કંકોત્રી વાયરલ થઈ છે. બન્નેનો લગ્ન પહેલાનો કાર્યક્રમ ગુજરાતના જામનગરમાં 1 માર્ચે ગોઠવાયો છે.
જામનગરમાં યોજાશે પ્રિ-વેડિંગ ફંક્શન
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ થોડા જ દિવસોમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. મુકેશ અંબાણીના હોમટાઉન જામનગરમાં પ્રિ-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રી-વેડિંગ ફંક્શન 1 માર્ચથી શરૂ થશે, જે 3 માર્ચ સુધી ચાલશે. અનંત અને રાધિકાએ ગયા વર્ષે સગાઈ કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.