બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Meastro Rashid khan died at the age of 55 due to cancer

દુ:ખદ / શાસ્ત્રીયસંગીતનો એક 'સૂર'જ આથમ્યો: ખ્યાતનામ સંગીતકાર રાશિદ ખાનનું નિધન, આ બીમારી સામે જંગ હાર્યા

Vaidehi

Last Updated: 05:19 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંગીત જગતનાં પ્રસિદ્ધ લોકપ્રિય ગાયક રાશિદ ખાન કેન્સર સામેની જંગ હારી ગયાં. 55 વર્ષની ઉંમરમાં થયું નિંધન.

  • સંગીત જગતમાં શોકની લહેર
  • લોકપ્રિય ગાયક રાશિદ ખાનનું નિધન
  • લાંબા સમયથી કેન્સરથી પીડિત હતાં

સંગીત જગતમાં દુખની લહેર જોવા મળી રહી છે. ફેમસ સિંગર રાશિદ ખાનનું આજે નિધન થયું છે. ઘણાં લાંબા સમયથી તેઓ કેન્સરથી પીડિત હતાં. તેઓ કોલકત્તાની એક હોસ્પિટલમાં દાખલ હતાં અને ઓક્સીજન સપોર્ટ પર હતાં. હિન્દુસ્તાની ક્લાસિકલ સંગીતમાં તેમનું ઘણું મોટું નામ હતું અને તેમણે પોતાનું અભૂતપૂર્વ યોગદાન પણ આપ્યું છે.

રિપોર્ટસ્ અનુસાર તેઓ ઘણાં સમયથી બીમાર હતાં અને ગત મહિને જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. તેઓ ધીરે-ધીરે રિકવર કરી રહ્યાં હતાં અને પોઝિટિવ રિસ્પોન્ડ પણ કરી રહ્યાં હતાં.  પણ આખરે તેઓ આ જંગ હારી ગયાં. રાશિદ ખાનનો જન્મ ઉત્તરપ્રદેશમાં થયો હતો અને તેમણે સંગીતની શરૂઆતી શિક્ષા પોતાના નાના ઉસ્તાદ નાસિર હુસૈન ખાન પાસેથી લીધી હતી. તેઓ ગુલાબ મુસ્તફા ખાનનાં ભત્રીજા હતાં. મુસ્તફા ખાને જ તેમનાં ટેલેન્ટને સૌથી પહેલા પારખ્યું હતું. તેમના સંગીની આગળની તાલીમ મુંબઈમાં થઈ હતી.

વધુ વાંચો: મહિલા CEO ચાર વર્ષના સગા પુત્રને મારી જ નાખશે તે નક્કી હતું, આ એક તસવીરે ખોલ્યું રહસ્ય

બોલિવુડનાં અનેક ગીતોમાં આપ્યો પોતાનો અવાજ
ઉસ્તાદ રાશિદ ખાને બોલિવુડનાં ઘણાં ફેમસ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેમાં આઓગે જબ તુમ સાજના, રિશ્તે નાતે,  ઈશ્ક કા રંગ, ભરા બદ્રા વગેરે મુખ્ય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ