બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ભારત / Suchana Seth, CEO accused of killing son, shared his pic in her last Instagram post

CEOના હાથે પુત્ર હત્યા / મહિલા CEO ચાર વર્ષના સગા પુત્રને મારી જ નાખશે તે નક્કી હતું, આ એક તસવીરે ખોલ્યું રહસ્ય

Hiralal

Last Updated: 04:42 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગ્લુરુ સ્થિત મહિલા સીઈઓ સૂચના સેઠની પુત્રને લઈને કરેલી છેલ્લી ઈન્સ્ટા પોસ્ટ સામે આવી છે.

  • બેંગ્લુરુ સ્થિત મહિલા સીઈઓ સૂચના સેઠે ગોવામાં કરી 4 વર્ષના સગા પુત્રની હત્યા 
  • હત્યાના 3 મહિના પહેલા મૂકી હતી છેલ્લી ઈન્સ્ટા પોસ્ટ
  • માછલી સાથે રમતો પુત્રનો ફોટો મૂકીને લખ્યું હતું- 'હવે શું થશે' 

પોતાના ચાર વર્ષના પુત્રની હત્યા કરનાર બેંગ્લુરની મહિલા સીઈઓ માતા સૂચના સેઠે ત્રણ મહિના પહેલાં ઇન્સ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ મૂકી હતી. તેમાં તેણે એક્વિરીયમ (માછલી ઘર) સાથે રમતાં પોતાના પુત્રનો ફોટો શેર કર્યો હતો. ફોટો સાથે તેણે જે હેશટેગ જોડ્યું છે તે એકદમ ચોંકાવનારું છે. તેણે #whatwillhappen લખ્યું હતું, આ પોસ્ટ જોઈને ખબર પડતી કે તેમના મનમાં કંઈક ચાલી રહ્યું હતું. 

માછલી સાથે રમતો પુત્રનો ફોટો મૂકીને લખ્યું હતું- 'હવે શું થશે' 
હત્યારી માતા સૂચનાએ મર્ડરના 3 મહિના પહેલા 4 વર્ષના પુત્રનો માછલી સાથે રમતો ફોટો શેર કરીને લખ્યું હતું કે - 'હવે શું થશે'. તેણે આ પોસ્ટમાં સંકેત આપી દીધો હતો કે તેના પુત્ર સાથે કંઈક અઘટિત થવાનું છે. 

સૂચના સેઠે ગોવાની હોટલમાં તેના 4 વર્ષના પુત્રની હત્યા કરી

કર્ણાટકના બેંગ્લુરુની 39 વર્ષની મહિલા CEO સૂચના સેઠે ગોવાની હોટલમાં તેના સગા 4 વર્ષના પુત્રની હત્યા કરી નાખી હતી પછી લાશને બેગમાં પેક કરીને ટેક્સી દ્વારા બેંગલુરુ પહોંચી હતી. ગોવા પોલીસના એલર્ટ બાદ કર્ણાટક પોલીસે તેને પુત્રની લાશ સાથે ઝડપી પાડી હતી. સૂચના તેના 4 વર્ષના પુત્ર સાથે 6 જાન્યુઆરીના રોજ ગોવાની સોલ બનિયાન ગ્રાન્ડ હોટેલમાં આવી હતી અને દિવસ રહ્યાં બાદ 8 જાન્યુઆરીએ તે હોટલમાંથી નીકળી હતી એટલે સૂચના ખાસ પુત્રનું મર્ડર કરવા માટે જ ગોવા આવી હતી પરંતુ રહસ્ય એ પણ છે તેણે ગોવા આવીને જ પુત્રની હત્યા કેમ કરી? 

સૂચનાએ કેમ કરી 4 વર્ષના પુત્રની હત્યા 
સુચનાએ તેના પુત્રની હત્યા શા માટે કરી તેનું કારણ પોલીસે જણાવ્યું નથી, પરંતુ કહેવાઈ રહ્યું છે કે તેણે પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને બાળકની કસ્ટડી પોતાને મળી હતી. તેનો આ પૂર્વ પતિ ઈન્ડોનેશિયામાં રહેતો હતો અને તે પતિને પુત્ર સાથે મળવા દેવા માગતી નહોતી એટલે તેણે હત્યા કરી નાખી. 

4 વર્ષના બાળકની હત્યાનો મામલો કેવી રીતે સામે આવ્યો 
હોટલનો સ્ટાફ જ્યારે સફાઈ માટે આવ્યો ત્યારે રુમમાં લોહીના ડાઘ જોઈને હોટલ મેનેજમેન્ટને જાણ કરી હતી અને પછી ગોવા પોલીસને બોલાવાઈ હતી. સીસીટીવી ચેક કરતા પોલીસને મહિલા તેના પુત્ર સાથે હોટલમાં આવતી જોવા મળી હતી પરંતુ 8 જાન્યુઆરીએ તે બહાર નીકળી ત્યારે એકલી હતી અને તેના હાથમાં બેગ હતી. આ વાતને કારણે જ પોલીસનો શક ગહેરાયો હતો. 

કેવી રીતે પકડાઈ સૂચના
સૂચના સેઠ પુત્રની હત્યા કરીને લાશ બેગમાં મૂકીને હોટલની બહાર નીકળીને કેબ બૂક કરાવી હતી. આ બાજુ રુમમાં લોહીના ડાઘ જોયા બાદ સ્ટાફ દ્વારા પોલીસને બોલાવાઈ અને સીસીટીવી ફૂટેજને આધારે શંકા પડતાં પોલીસે કેબ ડ્રાઈવરને ટ્રેસ કર્યો હતો અને તેની સાથે તેની કોંકણી ભાષામાં વાત કરી હતી. સૂચના આ ભાષા સમજી શકી નહોતી. અને ત્યારે પોલીસે ડ્રાઈવર પાસે કેબમાં પોલીસ સ્ટેશનમાં લેવડાવી અને જ્યાં તેનો લગેજ ચેક કરતાં તેમાંથી પુત્રની ડેડબોડી મળી આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ