બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / meaning of seeing rats lizard black ants cats and moles on day of diwali

ધર્મ / કીડી, કાળી બિલાડી, ગરોળી...: દિવાળીના દિવસે દેખાઈ આ 5 કોઈ એક જીવ, તો સમજી જજો, પરિવાર પર થઈ ગઈ લક્ષ્મીજીની કૃપા

Arohi

Last Updated: 02:56 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diwali 2023 Goddess Lakshmi: વાસ્તુ અનુસાર અમુક જીવોનું દેખાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામાન્ય દિવસોમાં તેનું દેખાવવું ખૂબ જ સામાન્ય છે પરંતુ દિવાળીના દિવસે તેના દેખાવવાનો મતલબ છે કે તમારૂ ભાગ્ય ઉદય થવાનું છે.

  • દિવાળીના દિવસે આ વસ્તુ દેખાવવી છે શુભ 
  • ખુલી જશે કિસ્મતના દ્વાર
  • દરિદ્રતા થશે દૂર 

અમુક વસ્તુઓ જીવનમાં પ્રગતિના દ્વાર ખોલી દે છે. ઉંદર, છછૂંદર, કાળી કિડીઓ અને બિલાડી વગેરે તેમાંથી એક છે. કહેવાય છે કે ઘરમાં દિવાળીના દિવસે તેનું દેખાવવું એ વાતનો સંકેત છે કે લક્ષ્મીનું ઘરમાં આગમન થઈ ચુક્યું છે. આજ કારણ છે કે ઘરમાં વૃદ્ધ હંમેશા દિવાળીના દિવસે સાંજના સમયે દરવાજો ખુલ્લો રાખવાની સલાહ આપે છે.

છછૂંદર
દિવાળીના દિવસે છછૂંદરને જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે દિવાળીના દિવસે છછૂંદરના દર્શનથી ધનના દેવતા કુબેર પ્રસન્ન થાય છે અને તેનાથી જાતકો પર ધનની વર્ષા કરે છે. તેના ઉપરાંત જીવનના દરેક કષ્ટ દૂર થાય છે. 

બિલાડી 
ઘરમાં બિલાડીનું આગમન થવું ધન લાભનો સંકેત છે. માટે દિવાળી પર બિલાડીનું દેખાવવું લક્ષ્મીજીના આવવાનો સંકેત માનવામાં આવે છે. દિવાળીની રાત્રે બિલાડીનું દેખાવવું લક્ષ્મી આગમન અને આવનાર દિવસોમાં ધન પ્રાપ્તિનો યોગ જણાવે છે. તેની સાથે જ દિવાળી પર ઘુવડ અને છછુંદર દેખાવવું પણ શુભ સંકેત માનવામાં આવે છે. 

ગરોળી
દિવાળી પર ગરોળી દેખાવવી શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ગરોલી મંદિરની પાસે જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ નજીકના ભવિષ્યમાં ધન મળવાનો ઈશારો છે. દિવાળીની રાત્રે જો ગરોળી દેખાય તો આખુ વર્ષ માતા લક્ષ્મી તમારા પર કૃપા વરસાવશે. 

કાળી કીડી 
દિવાળીના દિવસે ઘરમાં કાળી કીડી દેખાવવી શુભ સંકેત છે. જો ઘરમાં જ્યાં સોનાની વસ્તુઓ રાખી છે. તે જગ્યાથી કાળી કીડી નિકળે તો અત્યંત શુભ માનવામાં આવે છે. તેનો મતલબ છે કે સ્વર્ણાદિ ધનની વૃદ્ધિ થવાની છે. જો કાડી છતથી નિકળે તો ધન, સંપત્તિ અને ભૌતિક વસ્તુઓમાં વધારો થઈ શકે છે. 

ઘુવડ 
દિવાળીની રાત્રે ઘુવડ જોવા મળે તો તેનો મતલબ છે કે માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે. માન્યતા છે કે દેવી લક્ષ્મી જ્ઞાન, સૌભાગ્ય, ધન, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. તેનાથી ઘરમાં દરિદ્રતા, કલેશ, ઝગડો, સંઘર્ષ, દુર્ભાગ્ય વગેરેનો નાશ થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ants Diwali 2023 Lizard ગરોળી દિવાળી DIWALI 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ