બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Mayank Agarwal's Wife Blessed With Baby Boy

ક્રિકેટ / ટીમ ઈન્ડીયાના આ ખેલાડી સામે જોયું ભગવાને, ઘેર આવ્યો નાનકડો મહેમાન, નામ પણ મનમોહક

Hiralal

Last Updated: 06:19 PM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડીયાના ખેલાડી મયંક અગ્રવાલની પત્ની આશિતા સૂદે એક છોકરાને જન્મ આપ્યો છે. ખુદ મયંકે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી.

  • ટીમ ઈન્ડીયાનો બેટ્સમેન મયંક અગ્રવાલ પિતા બન્યો
  • ટ્વિટ કરીને આપી જાણકારી
  • પુત્રનું નામ રાખ્યું આયાંશ
  • 2018માં મયંકે બાળપણની ફ્રેન્ડ આશિતા સૂદ સાથે કર્યાં હતા લગ્ન 

ટીમ ઇન્ડિયામાંથી બેટ્સમેન મયંક અગ્રવાલ પિતા બન્યો છે. તેમણે ટ્વીટ કરીને ફેન્સને આ જાણકારી આપી હતી. આ સાથે જ તેણે પુત્રનું નામ પણ દુનિયાની સામે જાહેર કર્યું હતું. મયંકે ટ્વિટર પર એક તસવીર શેર કરી છે, જેમાં તેની પત્ની અને તે પોતાના પુત્રને હાથમાં પકડેલા જોવા મળી રહ્યા છે. આ સાથે જ તેમણે લખ્યું છે કે, "અમારૂ દિલ આભારથી ભરેલું છે અને અમે તમારા માટે આયાંશ લાવી રહ્યા છીએ. પ્રકાશનું પહેલું કિરણ, આપણો ભાગ અને ભગવાનની ભેટ. મયંકના પુત્રનો જન્મ 8 ડિસેમ્બરે થયો હતો અને હવે તેણે પુત્રની પહેલી તસવીર શેર કરી છે.

મયંક અગ્રવાલે તેની બાળપણની મિત્ર આશિતા સૂદ સાથે લગ્ન કર્યા હતા
મયંક અગ્રવાલે તેની બાળપણની મિત્ર આશિતા સૂદ સાથે લગ્ન કર્યા હતા, જે વ્યવસાયે વકીલ છે, જૂન 2018 માં. સ્કૂલના દિવસોથી જ બંને મિત્રો હતા અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. આશિતાના પિતા પ્રવીણ સૂદ હાલ કર્ણાટકના ડીજીપી છે. મયંક હાલમાં ટીમ ઇન્ડિયાની બહાર છે. આઈપીએલની મિની હરાજી પહેલા તેને પંજાબ કિંગ્સે રિલીઝ કરી દીધો છે. આઇપીએલ 2022 પહેલા પંજાબ કિંગ્સે તેને 14 કરોડમાં રિટેન કર્યો હતો, પરંતુ આ વર્ષની મિની હરાજી પહેલા તેને રિલીઝ કરી દીધો હતો. 

પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને ટીમમાંથી છૂટો કર્યો હતો 
2022માં કેએલ રાહુલ નવી ફ્રેન્ચાઇઝી લખનઉ સુપર જાયન્ટ્સમાં ગયા બાદ પંજાબ કિંગ્સે મયંકને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ, મયંકની સાથે ગત આઇપીએલમાં પંજાબ કિંગ્સનું પ્રદર્શન પણ કંગાળ રહ્યું હતું. આ પછી, આ ફ્રેન્ચાઇઝીએ શિખર ધવનને આઈપીએલ 2023 માટે ટીમનો કેપ્ટન બનાવ્યો અને મયંકને મુક્ત કર્યો. મયંકનું તાજેતરનું ફોર્મ બહુ સારું નહોતું. તેણે તાજેતરમાં જ પુરી થયેલી વિજય હઝારે ટ્રોફીની 9 મેચમાં 26ની સરેરાશથી 211 રન ફટકાર્યા હતા. તેના બેટમાંથી માત્ર 3 અડધી સદી જ નીકળી હતી. આ સાથે જ સૈયદ મુસ્તાક અલી ટી20 ટ્રોફીમાં તેનું બેટ મૌન રહ્યું હતું. તેણે 8 મેચમાં 165 રન બનાવ્યા હતા. તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નહતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ