બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ભારત / નુપુર શર્મા સહિત આટલા નેતાઓની થવાની હતી હત્યા, કાવતરુ ઘડાયુતું, દાવાથી સનસની

સુરત / નુપુર શર્મા સહિત આટલા નેતાઓની થવાની હતી હત્યા, કાવતરુ ઘડાયુતું, દાવાથી સનસની

Last Updated: 04:54 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પકડાયેલા એક મૌલવીએ સનસનીખેજ દાવા કર્યાં છે. મૌલવીએ કહ્યું કે કેટલાક નેતાઓની હત્યા માટેનું કાવતરુ ઘડાઈ રહ્યું હતું.

પાડોશી દેશ પાકિસ્તાનની નાપાક હરકતો ચાલું રહી છે. બોર્ડર પર અનેક વાર મોંઢાની ખાધા બાદ પણ તે ભારતમાં મોહાલ ખરાવ કરવાના કામમાંથી ઊંચું આવતું નથી. આ વાતનો વધુ એક પુરાવો મળ્યો છે. ગઈ કાલે ગુજરાતના સુરતમાંથી ઝડપાયેલા મૌલવીએ પૂછપરછમાં અનેક ચોંકાવનારા દાવાઓ કર્યાં છે. આ મૌલવી ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા સહિત અનેક હિંદુત્વવાદી નેતાઓની હત્યા કરવા માંગતો હતો. આ માટે પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ સાથે ફંડિંગ અને હથિયારોની ડીલ ચાલી રહી હતી.

શું બોલ્યાં સુરત પોલીસ કમિશનર

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપી મૌલવી સોહેલ અબુબકર ટિમોલ યાર્નની ફેક્ટરીમાં મેનેજર છે. તે મુસ્લિમ બાળકોને ઇસ્લામિક શિક્ષણ માટે ટ્યુશન આપતો હતો. સોહેલ પાકિસ્તાન અને નેપાળ સ્થિત કેટલાક લોકોના સંપર્કમાં હતો અને ભારતમાં કેટલાક એવા લોકોની હત્યા કરવા માંગતો હતો જેમની ઓળખ હિન્દુત્વ સાથે જોડાયેલી હતી. તેમના નિશાના પર સુદર્શન ટેલિવિઝન ચેનલના મુખ્ય સંપાદક, તેલંગાણાના ભાજપના ધારાસભ્ય રાજા સિંહ, આ જ પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાનો સમાવેશ થાય છે. મૌલવીએ પાકિસ્તાન અને નેપાળમાં બેઠેલા તેના હેન્ડલર્સ સાથે એક કરોડ રૂપિયાની ડીલ સાઇન કરી હતી. તે પાકિસ્તાનથી હથિયારોની આયાત કરવા પણ માંગતો હતો. "સોહેલને કસ્ટડીમાં લીધા પછી, અમને તેના મોબાઇલ ફોનમાં અનેક ગુનાહિત સામગ્રી મળી આવી હતી, જેમાં ઉપદેશ રાણાની હત્યા કરવા માટે એક કરોડની ઓફરનો પણ સમાવેશ થાય છે. આ માટે તે સતત પાકિસ્તાન અને નેપાળના વ્યક્તિઓ/નંબરના સંપર્કમાં હતા. આરોપીએ લાઓસ ડિજિટલ નંબરનો ઉપયોગ કરીને રાણાને ધમકી આપવા માટે તેના ગ્રુપ કોલમાં પાકિસ્તાન અને નેપાળ નંબરોને જોડી દીધા હતા.

વધુ વાંચો : 'ભારત માટે સૌથી મોટી સમસ્યા કેનેડા', વિદેશમંત્રી જયશંકરે ફરી PM ટ્રૂડોને ચેતવણી આપી

લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં શાંતિ ભંગ કરવા માગતા હતા

ગેહલોતે જણાવ્યું હતું કે, "તેમના ફોન નંબર પર મળી આવેલા ફોટોગ્રાફ્સ અને અન્ય વિગતો દર્શાવે છે કે તેઓ (આરોપી અને સાથીઓ) સુદર્શન ટીવીના એડિટર-ઇન-ચીફ સુરેશ ચાવંકે, ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને હૈદરાબાદના ધારાસભ્ય રાજા સિંહને નિશાન બનાવવા અને ધમકાવવા વિશે એક સુરક્ષિત એપ્લિકેશન પર ચર્ચા કરી રહ્યા હતા." આ માટે તેઓ ફંડ એકઠું કરવા અને હથિયારો ખરીદવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. તેઓ રાણાની હત્યા કરીને લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં કોમી એખલાસને પણ ખલેલ પહોંચાડવા માગતા હતા. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, તેનો સંપર્ક ડોગર અને શહનાઝ નામના બે વ્યક્તિઓએ કર્યો હતો, જેમની પાસે પાકિસ્તાન અને નેપાળના ફોન નંબર હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ