બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભરૂચના ઝઘડિયાની GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા

ગુજરાત / ભરૂચના ઝઘડિયાની GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા

Jinal Chauhan

Last Updated: 03:00 PM, 23 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં થયેલા ભયાનક બ્લાસ્ટથી આખો વિસ્તાર દહેશતમાં આવી ગયો છે. કેમિકલ પ્લાન્ટમાં થયેલી આ દુર્ઘટનામાં અનેક કામદારો દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાએ ઔદ્યોગિક સુરક્ષા અંગે ફરી ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં આજે (23 એપ્રિલ) એક ગંભીર ઔદ્યોગિક દુર્ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક જોરદાર વિસ્ફોટ થતાં આસપાસનો આખો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ઘટનાના થોડા જ ક્ષણોમાં પ્લાન્ટમાં આગ ભભૂકી ઊઠી અને આકાશમાં ઘાટા કાળા ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા. આ દ્રશ્ય જોઈ આસપાસની ફેક્ટરીઓમાં કામ કરતા શ્રમિકોમાં ભયનો માહોલ ફેલાયો અને ઘણા લોકો સુરક્ષિત સ્થળે દોડ્યા હતા.

10 કામદારો દાઝી ગ્યા

આ ઘટનામાં 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડૉક્ટરો દ્વારા તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કેટલાક કામદારોની હાલત નાજુક હોવાનું પણ જાણવા મળ્યું છે. અકસ્માતના સમાચાર મળતાં જ પરિવારજનો અને સ્થાનિક લોકો હોસ્પિટલ તરફ દોડી આવ્યા હતા, જેના કારણે ત્યાં ભારે ભીડ જોવા મળી હતી.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ સાબદા રહેજો! રાજ્યમાં આગામી 7 દિવસ ગરમીનું જોર વધશે, હવામાન વિભાગની હિટવેવની ચેતવણી

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. કેમિકલ યુનિટ હોવાને કારણે આગ ઝડપથી ફેલાવાની શક્યતા હોવાથી આગ બુઝાવવાની કામગીરી ખૂબ જ પડકારજનક બની હતી. આસપાસના વિસ્તારોમાં પણ સાવચેતીના પગલાં તરીકે એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, પ્લાન્ટમાં ટેકનિકલ ખામી અથવા કેમિકલ રિએક્શનના કારણે વિસ્ફોટ થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વહીવટી તંત્ર અને નિષ્ણાતોની ટીમ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે. આ દુર્ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક સુરક્ષા અને સાવચેતીના માપદંડોને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jhagadia GIDC accident chemical plant fire Bharuch blast news
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ