બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Married Girl suicide due to dowry in Ahmedabad

કુરિવાજ / 3 મહિના પહેલા લગ્ન કરી અમદાવાદમાં પ્રીતિને સાસરિયાનો પ્રેમ નહીં દહેજના નામે મળી મોત

Published By: Shyam

Last Updated: 10:29 PM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નના સોનેરા સપના જોઈને અમદાવાદ આવેલી આ યુવતીને પતિનો પ્રેમ કે સાસરિયામાં સુખ નહીં પરંતુ 3 મહિનાના લગ્ન જિવન બાદ દહેજના બહાને મળ્યું મોત

  • દહેજના ખપ્પરમાં હોમાઈ વધુ એક દીકરી
  • અમરાઈવાડીમાં પરિણીતાએ કર્યો આપઘાત
  • પતિ સહિત સાસરિયાઓ ફરાર

અમદાવાદમાં દહેજની આગમાં વધુ એક દીકરી ભોગ બની હોવાનું સામે આવ્યું છે. અમરાઈવાડીમાં 3 મહિનાના લગ્ન જીવન બાદ પરિણીતાએ આપઘાત કર્યો છે. દહેજના લાલચુ સાસરિયાઓનો માનસિક ત્રાસ સહન નહિ થતા પ્રીતિ નામની પરણિતાએ આત્મહત્યા કરી હતી. પ્રીતિના મૃત્યુ બાદ તેનો પતિ અને સાસરિયા ફરાર થઈ ગયા છે. પોલીસે પતિ સહિત 4 લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લગ્નના સોનેરા સપના જોઈને અમદાવાદ આવેલી આ યુવતીને પતિનો પ્રેમ કે સાસરિયામાં સુખ નહીં પરંતુ મોત મળ્યું. અમરાઈવાડીમાં રહેતી પ્રીતિ સિંગએ દહેજના લાલચું પતિ અને સાસરિયાના ત્રાસથી 26 ઓગસ્ટના રોજ આપઘાત કરી લીધો. 3 મહિનાના લગ્ન જીવનમાં જ પ્રીતિએ સંસાર શરૂ કરવાના બદલે જિંદગીને અલવિદા કરી લીધી. બિહારના પટનામાં રહેતા ભાઈને પોતાની બહેનના આપઘાતના સમાચાર મળતા તેઓ આઘાતમાં આવી ગયા. મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે પતિ અને સાસરિયાના દહેજની સતત માંગણી અને માનસિક ત્રાસના કારણે જ પ્રીતિએ આપઘાત કર્યો છે. જેથી અમરાઈવાડી પોલીસે 4 વ્યક્તિ વિરુદ્ધ દુસ્પેનાનો ગુનો નોંધ્યો.

14 મે 2021ના રોજ પ્રીતિના લગ્ન અમદાવાદના નવનીત રાજપૂત સાથે થયા હતા. પ્રીતિના પરિવારે ધામધૂમથી લગ્ન કરીને હસીખુશી બેનની વિદાય કરી હતી. નવનીત ફાયનાન્સ કંપનીમાં નોકરી કરે છે. પ્રીતિ પટનાના ગામડાની રહેવાસી હતી. જેથી પહેરવેશને લઈને તેને હેરાન કરવામા આવતી હોવાનો આક્ષેપ પરિવાર કર્યો હતો. એટલું જ નહીં પતિ નવનીતને લકઝરીયસ કાર અને તેની સાસુ ઉર્મિલા સિંગ, નણંદ મમતા સિંગ અને જેઠ પ્રવિણ સિંગને પાંચ લાખ રૂપિયા જોઈતા હતા. જેથી લગ્નના એક માસ બાદ પ્રીતિને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. પ્રીતિએ પોતાની વેદના મોટા ભાઈને કહી. ભાઈએ પણ દહેજ આપશે તેવી વાત કરીને સમય માંગ્યો. પરંતુ ભાઈની આર્થિક સ્થિતિ સારી નહિ હોવાની જાણ પ્રીતિને હતી. જેથી લાલચુ સાસરિયાનો ત્રાસ સહન નહિ થતા પ્રીતિએ આપઘાત કરી લીધો. અમરાઈવાડી પોલીસે પ્રીતિના આપઘાતને તપાસ શરૂ કરી છે.

પ્રીતિના આપઘાત બાદ તેનો પતિ અને સાસરિયા પક્ષના લોકો ફરાર થઈ ગયા. અમરાઈવાડી પોલીસ પ્રીતિના પતિ નવનીતસિંગ રાજપૂત, જેઠ પ્રવીણ સિંગ, સાસુ ઊર્મિલાબેન અને નણંદ મમતા વિરુદ્ધ દુષ્પેણનો ગુનો નોંધી ને આરોપીની ધરપકડને લઈને શોધખોળ શરૂ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rajput Samaj Suicide ahmedabad dowry અમદાવાદ દહેજ પ્રિતિ સિંગ રાજપૂત સમાજ ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ