બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / Mangalwar upay tuesday fast beneficial for 5 rashi

આસ્થા / દર મંગળવારે આ 5 રાશિના જાતકોએ કરવી જોઇએ હનુમાનજીની પૂજા, અચૂકથી પૂર્ણ થશે તમામ મનોકામના

Arohi

Last Updated: 04:30 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mangalwar Upay: હનુમાનજીની કૃપા આમ તો દરેક ભક્તો પર વરસે છે. પરંતુ રાશિચક્રની અમુક રાશીઓ એવી છે જેના માટે મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે ખાસ ફળદાયી સાબિત થઈ શકે છે.

મંગળવારને હનુમાનજીનો પ્રિય વાર માનવામાં આવે છે. માટે હનુમાનજીના ભક્ત આ દિવસે વ્રત પણ કરે છે અને પૂજા પણ કરે છે. આમ તો હનુમાનજીના વ્રતથી બધા લોકોને સારા પરિણામ મળે છે પરંતુ રાશિચક્રમાં 5 એવી રાશિઓ છે જેને મંગળવારના દિવસે હનુમાનજીની આરાધના કરવાથી ખાસ લાભ મળી શકે છે. માટે આ દિવસે જો આ 5 રાશિઓના લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેમના જીવનની દરેક મુશ્કેલીઓનો અંત થઈ શકે છે. આવો જાણીએ આ રાશિ વિશે. 

મેષ 
મંગળના સ્વામિત્વ વાળી મેષ રાશિના જાતકોને મંગળવારના દિવસે હનુમાનજીની પૂજાથી સારૂ પરિણામ મળે છે. હનુમાનજીની કૃપાથી તમે ક્રોધને કાબૂમાં કરી શકો છો. તમારા નેતૃત્વ કરવાની ક્ષમતા સારી રહે છે અને સાથે જ કરિયર ક્ષેત્રમાં પણ તમને સારા પરિણામ પ્રાપ્ત થવા લાગે છે. આ રાશિના લોકો પર હનુમાનજીની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે. 

સિંહ 
સિંહ રાશિના લોકોને ઉર્જાવાન માનવામાં આવે છે. પરંતુ પોતાની ઉર્જાને ઘણી વખત તે ખોટી દિશામાં લગાવીને પોતાનું જ ખરાબ કરી બેસે છે. એવામાં હનુમાનજીની પૂજાથી તમને યોગ્ય રસ્તો મળે છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. 

માટે સિંહ રાશિના જાતકોને પણ મંગળવારના દિવસે પૂજા જરૂર કરવી જોઈએ. તેમના પર હનુમાનજીની ખાસ કૃપા વરસે છે. સિંહ સૂર્ય દેવની રાશિ છે અને સૂર્ય દેવે વેદોનું જ્ઞાન હનુમાનજીને આપ્યું હતું. માટે હનુમાનજી તેમના પર પોતાની કૃપા બનાવી રાખે છે. 

વૃશ્ચિક 
રાશિચક્રમાં મંગળના સ્વામિત્વની આ બીજી રાશિ છે. આ રાશિના જાતકોનો વહેવાર ઘણી વખત અસહજ હોઈ શકે છે. સાથે જ સામાજીક સ્તર પર પોતાને વ્યક્ત કરવામાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

જોકે જો આ મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરે છે અને હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેમની બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આત્મવિશ્વાસને મજબૂત કરવા માટે તેમને મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. 

મકર 
પૃથ્વી તત્વની મકર રાશિના લોકો માટે મંગળવારના દિવસે વ્રત કરવું અને હનુમાનજીની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થવાની સાથે જ તમારી રાશિના સ્વામી શનિ પણ તમારા પર પ્રસન્ન રહે છે. એવામાં તમારા જીવનની ગાડી હંમેશા પાટા પર રહે છે. 

વધુ વાંચો: ભૂલથી પણ ઘરમાં ન લગાવો આવો મની પ્લાન્ટ, થઈ જશો કંગાળ

કુંભ 
કુંભ રાશિના લોકો વાયુ તત્વનો પ્રભાવ થવાના કારણે ઘણી વખત આ ચંચળ અને આળસી હોઈ શકે છે. એવામાં જો આ મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે તો તેમને ઉર્જા અને બળની પ્રાપ્તિ થાય છે. સાથે જ આ રાશિના સ્વામી પણ શનિ છે અને હનુમાનજીની પૂજા કરવાથી તેમની શુભ દ્રષ્ટિ પણ આ રાશિના લોકો પર બની રહે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ