બ્રેકિંગ ન્યુઝ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ ઘરમાં લગાવવું ખૂબ જ શુભ હોય છે. તેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી રહે છે. માન્યતા છે કે જે ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં આવે છે ત્યાં ક્યારેય આર્થિક મુશ્કેલીઓ નથી થતી. ઘણા લોકોમાં મની પ્લાન્ટને લઈને એવો ભ્રમ છે કે આ છોડને ચોરીને લગાવવો ફાયદાકારક છે.
ADVERTISEMENT

ચોરી કરીને ન લગાવો મની પ્લાન્ટ
ઘણા લોકો એવું માને છે કે ચોરી કરીને પોતાના ઘરમાં મની પ્લાન્ટ લગાવશે તો ઘરની પ્રગતિ થાય છે. જોકે આવું બિલકુલ ન કરવું જોઈએ. ક્યારેય પણ ઘરમાં ચોરી કરેલો મની પ્લાન્ટ ન લગાવવો જોઈએ.
ADVERTISEMENT
વાસ્તુ શાસ્ત્ર અનુસાર વ્યક્તિએ આવું કાર્ય બિલકુલ ન કરવું જોઈએ. તેના ફાયદાની જગ્યા પર નુકસાન થઈ શકે છે. ઘરમાં જો ચોરેલો મની પ્લાન્ટ લગાવવામાં આવે તો માતા લક્ષ્મી તેનાથી નારાજ થઈ શકે છે.

ADVERTISEMENT
વધુ વાંચો: ચૈત્રી નવરાત્રી: આઠમના દિવસે કરો આ ઉપાય, અપાર સફળતા મળવાની સાથે ધનમાં પણ થશે વધારો
કોઈને ગિફ્ટ ન કરો મની પ્લાન્ટ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર હંમેશા કોઈ નર્સરીમાંથી ખરીદીને જ મની પ્લાન્ટ ઘરમાં લગાવવો જોઈએ. ત્યાં જ મની પ્લાન્ટને કોઈને ગિફ્ટ ન કરવો જોઈએ. આમ કરવાથી ઘરનું સુખ બીજા ઘરમાં જતુ રહે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.