બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 05:50 PM, 26 August 2023
ADVERTISEMENT
મોલમાં લોકો ખરીદી માટે જતાં હોય છે પરંતુ એક યુવાન તો તેની પ્રેમિકાને પ્રપોઝ કરવા માટે પહોંચી ગયો અને તેણે અનોખી રીતે પ્રપોઝ કર્યું. છોકરી જે મોલમાં સહેલીઓ સાથે ખરીદી કરવા આવી હતી તે જ મોલમાં યુવાન પણ પહોંચ્યો હતો અને પાછળથી આવીને તેણે તેના ખભા પર હાથ મૂક્યો.
ADVERTISEMENT
મોલમાં પ્રેમીએ કર્યું પ્રપોઝ, પ્રેમિકા માની ગઈ
છોકરીએ પાછું વળીને જોતા યુવાન ઘૂંટણીએ પડી જાય છે અને તેને પ્રપોઝ કરે છે. આ જોઈને સહેલીઓ આનંદથી નાચી ઉઠી હતી. ત્યાર બાદ યુવાને વીંટી પહેરાવીને તેને લગ્ન માટે પ્રપોઝ કરી, યુવતીએ પણ પ્રેમથી હા પાડી અને મંગેતરને ગળે લગાડી દીધી હતી.
1 કરોડથી વધુ લોકોએ જોયો વીડિયો
મોલમાં હાજર લોકો આ સુંદર દ્રશ્ય જોઈને રહી ગયા. આ ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર (@pari_sachdeva_) નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. 17 ઓગસ્ટના રોજ શેર કરાયેલા વીડિયોને સમાચાર લખ્યા ત્યાં સુધી 84 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
બેકગ્રાઉન્ડમાં ઊભેલા શખ્સે ઉતાર્યો વીડિયો
ખાસ વાત એ છે કે વીડિયોના બેકગ્રાઉન્ડમાં ઉભેલો વ્યક્તિ રેકોર્ડિંગમાં વ્યસ્ત છે. લોકોને તેને જોઈને આનંદ થયો. એકે લખ્યું- પાછળ ઊભેલો માણસ ભાઈબંધીનો અહેસાસ આપી રહ્યો છે. બીજાએ કહ્યું - હું શા માટે રાહ જોઉં છું કે બધા તાળી પાડે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.