mamata banerjee accused bjp government of phone taping, urges PM modi to investigate
આક્ષેપ /
'દીદી'એ મોદી સરકાર પર લગાવ્યો ફોન ટેપીંગનો આરોપ, કહ્યું- મારી વાતો કોઇ સાંભળી રહ્યું છે
Team VTV12:49 PM, 03 Nov 19
| Updated: 12:51 PM, 03 Nov 19
કોલકાતામાં છઠ પૂજા સમારોહ દરમિયાન પત્રકારો સાથે વાત કરતી વખતે પશ્ચિમ બંગાળ મુખ્યમંત્રી મોદી સરકાર પર આરોપ લગાવ્યાં હતા.મમતા બેનર્જી કહ્યું કે સરકાર મારો ફોન ટેપ થઇ રહ્યો છે, આ બધું કેન્દ્ર અને બે ત્રણ રાજ્ય સરકારોના ઈશારે થઇ રહ્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી આ મામલા પર તપાસ હાથ ધરવાની માંગ કરી છે.
મમતા બેનર્જીએ મોદી સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ
મમતાએ કહ્યું કે મોદી સરકાર મારો ફોન ટેપ કરાવી રહી છે
પીએમ મોદીથી તપાસ કરાવવાની કરી માંગ
સરકાર પર લાગવ્યો આરોપ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે કે સરકાર તેમનો ફોન ટેપ કરાવી રહી છે. WhatsApp પર લોકસભા ચૂંટણી દરમિયાન SPYWARE દ્વારા ભારતના બે ડઝન પત્રકારો, સામજિક કાર્યકર્તાઓ અને વકીલો પર જાસુસી પર નિવેદન કરતા મમતા બેનર્જીએ સરકાર પર ગંભીર હુમલાઓ કર્યા હતા અને આરોપ લગાવ્યો કે સરકાર તેમના ફોન ટેપ કરાવી રહી છે.
કેન્દ્ર સરકારના ઈશારે ફોન ટેપ કરવામાં આવ્યો : મમતા બેનર્જી
તેમણે મોદી સરકાર પર આકરા હુમલા કરતા કહ્યું કે મેં પહેલા પણ કેટલીય વાર કહ્યું છે કે મારો ફોન પણ ટેપ કરવામાં આવી રહ્યો છે. આ બધું જ કેન્દ્ર સરકાર અને બે ત્રણ રાજ્યોની સરકારના ઈશારે થઇ રહ્યું છે. હું રાજ્યોના નામ નહિ લઉં પણ તે બધાજ ભાજપ શાસિત રાજ્યો છે. વડાપ્રધાને આ મામલામાં જોવું જોઈએ. બંધારણમાં અમને આઝાદી છે, પણ આઝાદી છે ક્યાં ? અમે તો વાતચીત કરવા માટે પણ આઝાદ નથી.
વડાપ્રધાન મોદી સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી
સરકાર રાજનેતા, મીડિયાની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે : મમતા બેનર્જી
મમતાએ કહ્યું કે પહેલા લેન્ડલાઇન ટેપ થયા પછી મોબાઈલ અને હવે તો WHATSAPP પણ સુરક્ષિત નથી. મારી વાતો કોઈ ખાલી સાંભળી નથી રહ્યું અને રેકોર્ડ પણ કરી રહ્યું છે. આ ખુબ જ ગંભીર મુદ્દો છે.વડાપ્રધાને આ વિષય પર તપાસ કરાવવી જોઈએ. મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે સરકાર ઇઝરાયલની NSO કંપનીનો ઉપયોગ કરીને રાજનેતાઓ, મીડિયા, જજ, IAS-IPS, સામાજિક કાર્યકર્તાઓની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે.