બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / Malnutrition Treatment foods green vegetables fresh fruits proteins

Health Tips / કુપોષણથી છૂટકારો, શરીરને બનાવશે મજબૂત, અનેક સમસ્યાઓથી આ 4 ફૂડ અપાવશે રાહત

Arohi

Last Updated: 12:10 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Malnutrition Treatment:કુપોષણ એક ગંભીર બિમારી છે. તેનો શિકાર થવા પર લોકોને થાક, એનર્જીની કમી, કમજોરી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કુપોષણના લક્ષણ દેખાવવા પર તરત ડોક્ટરને બતાવો.

  • કુપોષણ એક ગંભીર બિમારી 
  • શરીરમાં દેખાય છે થાક અને કમજોરી જેવા લક્ષણ 
  • કુપોષણથી પીડિત વ્યક્તિએ ખાવી જોઈએ આ વસ્તુઓ 

બાળકોને જન્મથી જ પોષક તત્વોની જરૂર હોય છે. નવજાત શિશુ માટે માતાનું દૂધ સર્વોત્તમ માનવામાં આવે છે. તેનાથી જ તેને પોષણ મળે છે. એવા સમયમાં માતાએ હેલ્ધી ફૂડ્સનું સેવન કરવું જોઈએ. માતાના સ્વાસ્થ્ય પર જ બાળકનું સ્વાસ્થ્ય આધાર રાખે છે. વધતી ઉંમરની સાથે બાળકના ઉછેર માટે પોષણયુક્ત આહારનું સેવન કરવામાં આવે છે. બાળકોમાં પોષણની કમી થવા પર તે કુપોષણના શિકાર થઈ જાય છે. 

એક રિપોર્ટ અનુસાર કુપોષણ ડાયેટમાં થતું અસંતુલન છે. જ્યારે કોઈ વ્યક્તિને પર્યાપ્ત પ્રમાણમાં પોષક તત્વો નથી મળી શકતા તો પોષક તત્વોની કમીના કારણે ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અને તે વ્યક્તિ કુપોષણનો શિકાર થાય છે. 

બાળકોમાં બૌદ્ધિક વિકાસની કમી 
કુપોષણ ઘરાવતા બાળકોમાં બૌદ્ધિક વિકાસમાં કમી, થાક, એનર્જીમાં કમી, શરીરનું ઓછુ વજન, થાક, ચિડચિડાપણુ સીખવામાં મુશ્કેલી જેવા ઘણા લક્ષણ જોવા મળે છે. ત્યાં જ વયસ્કોમાં ભુખ ન લાગવી, થાક, વજન ઘટવું, ડિપ્રેશન, ફેટ, મસલ્સના ટિશ્યૂમાં મુશ્કેલીઓ, બીમારીથી બહાર આવવામાં વધારે મુશ્કેલી થવી, ઈજા ભરાવવામાં વધારે સમય લાગવો કુપોષણના લક્ષણ થાય છે. આવો આજે અમે તમને જણાવીએ કે કુપોષણથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ. 

સપ્લીમેન્ટ્સનો ઉપયોગ 
કુપોષણના શિકાર થવા પર લોકોને તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તેના બાદ ડોક્ટરની સલાહ પર જ સપ્લીમેન્ટ્સ લેવી જોઈએ. ડોક્ટરની સલાહ પર ઝિંક, આયોડીન, આયર્ન વગેરે જેવી સપ્લીમેન્ટ્સ લઈ શકો છો. આ કુપોષણથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.    

લીલા શાકભાજી 
શરીરને સ્વસ્થ્ય રાખવા માટે લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. લીલા શાકભાજીમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે. ગાજર, બીટ, પાલક વગેરેમાં વિટામિન્સ અને પોષકતત્વોનું ભરપુર પ્રમાણ હોય છે. કુપોષણની સમસ્યા થવા પર દૂધી, લાલ ભાજી, પાલક જેવા શાકભાજીનું સેવન કરવામાં આવે છે. 

પ્રોટીન 
કુપોષણની સમસ્યા થવા પર પ્રોટીન યુક્ત ફૂડ્સનું સેવન કરવું જોઈએ. પ્રોટીન શરીરને મજબૂતી આપે છે. તેના માટે પનીર, દાળ, દૂધ જેવા ફૂડ્સનું સેવન ફાયદો આપી શકે છે. 

ફળોનું સેવન 
કુપોષણથી છુટકારો મેળવવા માટે તાજા ફળોનું સેવન કરો. કેળા, લીચી, સફરજન, દાડમ, સંતરા જેવા ફળોમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેના સેવનથી કુપોષણથી મુક્તિ મેળવવા માટે મદદ મળે છે. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ