બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવેલ શુભ કાર્ય મનુષ્યને સામાન્ય દિવસની તુલનામાં વધુ લાભ કરાવે છે. સાથે જ ઉત્તરાયણના દિવસે કોઈ શુભ કામ કરવાથી અનેક ગણું પુણ્ય પણ મળે છે. સૂર્ય દેવની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉત્તરાયણ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. જાણો સૂર્યદેવને પ્રસન્ન કરવાના ઉપાયો.
સોમવાર અને મકરસંક્રાંતિ
નોંધનીય છે કે 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે જે રવિવારે છે પરંતુ સૂર્યદેવનું મકર રાશિમાં પ્રવેશ અનુસાર જોવા જઈએ તો ઉત્તરાયણ સોમવારે છે. પાંચ વર્ષ બાદ સોમવાર અને મકરસંક્રાંતિનો યોગ બની રહ્યો છે. એવામાં સૂર્યદેવની સાથે સાથે મહાદેવને પણ પ્રસન્ન કરવા માટે ભક્તો ઉપાય કરી શકે છે.
ADVERTISEMENT
કયા ઉપાયો કરવા
સોમવારે કરેલા ઉપાયથી મહાદેવના આશીર્વાદ મળી જાય તપ કોઈ પણ ભક્તની આર્થિક સામાજિક ઉન્નતિ શક્ય છે. આર્થિક લાભ માટે સોમવારે સવારે પ્રાતઃ કાળમાં સ્નાન કરવું. પવિત્ર નદી, કુંડ, સરોવર તથા કૂવામાં સ્નાન કરવાનું ખાસ મહત્વ રહ્યું છે. સ્નાન કરતાં સમયે મહાદેવ અને સૂર્યદેવનું ધ્યાન ધરવું. બાદમાં સૂર્યદેવને જળ અર્પણ કરવું તથા શિવલિંગ પર પણ જળાભિષેક કરવો. શિવલિંગ પર જળની સાથે તલ, ગોળ, દૂધનો પણ અભિષેક કરી શકાય. સોમવારે મહાદેવને પંચામૃત અર્પણ કરવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને પાપોનો નાશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.